અમદાવાદ ડિવિઝને એપ્રિલ 2023 થી જાન્યુઆરી 2024 સુધી વિવિધ ટિકિટ ચેકિંગ ઝુંબેશથી 23.02 કરોડની આવક પ્રાપ્ત કરી
પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનમાં તમામ કાયદેસરના યાત્રીઓને આરામદાયક યાત્રા અને વધુ સારી સેવાઓ સુનિશ્ચિત કરવા તથા રેલ ટ્રાફિકમાં અનધિકૃત યાત્રાને અટકાવવા માટે મેલ/એક્સપ્રેસ તેમજ પેસેન્જર ટ્રેનો અને હોલિડે સ્પેશિયલ ટ્રેનોમાં ટિકિટ વગરના/અનિયમિત યાત્રીઓને નિયંત્રિત કરવા માટે સઘન ટિકિટ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
રેલ ટ્રાફિકમાં અનધિકૃત યાત્રાને અટકાવવા માટે વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક, અમદાવાદ શ્રી પવન કુમાર સિંહના નેનૃત્વમાં વિવિધ પ્રકારની ટિકિટ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ વર્ષે, જાન્યુઆરી 2024 ના અંત સુધીમાં, અમદાવાદ ડિવિઝન દ્વારા વધુ ને વધુ ટિકિટ ચેકિંગ સ્ટાફની મદદથી જેમાં મહિલા ટિકિટ ચેકિંગ સ્કવોડ સહિત ના સહયોગ થી મણિનગર-નડિયાદ, અસારવા-દહેગામ, મહેસાણા પાલનપુર, પાલનપુર-ગાંધીધામ સેક્શન અને અમદાવાદ સ્ટેશન પર વિવિધ પ્રકારની ટિકિટ ચકાસણી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
આ મોટા પાયે થયેલ ચેકિંગ દરમિયાન 29885 કેસ નોંધાયા હતા અને રૂ. 2.01 કરોડથી વધુની વસૂલાત કરવામાં આવી હતી જે ગયા વર્ષની સરખામણીમાં 22.78 ટકા વધુ છે. આ વર્ષે ડિવિઝન દ્વારા એપ્રિલ-2023 થી જાન્યુઆરી-2024 સુધીમાં ટિકિટ વગરના, અનિયમિત ટિકિટ, બુક કર્યા વગરના માલના કુલ 3.21 લાખ કેસ અને રૂ. 23.02 કરોડની આવક પ્રાપ્ત થઈ છે.
તમામ યાત્રીઓને વિનંતી કરવામાં આવે છે કે તેઓ માત્ર યોગ્ય ટ્રેન ટિકિટ પર જ યાત્રા કરે, આનાથી તમે રેલવેની પ્રગતિમાં યોગદાન આપીને સન્માનપૂર્વક યાત્રા પણ કરી શકશો.
નવું આધાર ગવર્નન્સ પોર્ટલ જીવનને સરળ બનાવશે, સેવાઓને વધુ લોકો માટે મૈત્રીપૂર્ણ બનાવશે અને નાગરિકો-કેન્દ્રિત સેવાઓની પહોંચમાં સુધારો કરશે.
રાજ્ય સરકાર દ્વારા ‘ડિજિટલ ગુજરાત’ અંતર્ગત વર્ષ ૨૦૧૮ થી બિનખેતીની અરજીઓ માટે ઓનલાઈન મંજૂરી આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જે હેઠળ તા. ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં ગાંધીનગર જિલ્લામાં ૪,૧૧૫ બિન ખેતીની અરજીઓ મંજૂર કરવામાં આવી છે.
પીડિતાઓને ન્યાય અપાવવા રાજ્ય સરકાર દ્વારા દુષ્કર્મના ગુનામાં ગુનેગારો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થતી રહેશે: ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી.