5 નવેમ્બરથી દર રવિવારે અમદાવાદ-એકતા નગર હેરિટેજ સ્પેશિયલ ટ્રેન દોડશે
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા 31 ઓક્ટોબર, 2023ના રોજ વર્ચ્યુઅલી એકતાનગરથી અમદાવાદ વચ્ચે ચાલનારી ગુજરાતની પ્રથમ સ્ટીમ હેરિટેજ સ્પેશિયલ ટ્રેનનો લીલી ઝંડી બતાવી શુભારંભ કર્યો.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા 31 ઓક્ટોબર, 2023ના રોજ વર્ચ્યુઅલી એકતાનગરથી અમદાવાદ વચ્ચે ચાલનારી ગુજરાતની પ્રથમ સ્ટીમ હેરિટેજ સ્પેશિયલ ટ્રેનનો લીલી ઝંડી બતાવી શુભારંભ કર્યો. આ ટ્રેનનું રોકાણ વડોદરા સ્ટેશને પણ થશે. આ હેરિટેજ સ્પેશિયલ ટ્રેનની વિગતો નીચે મુજબ છે :
ટ્રેન નંબર 09409 અમદાવાદ-એકતા નગર સ્ટીમ હેરિટેજ સ્પેશિયલ ટ્રેન 5 નવેમ્બર, 2023થી દર રવિવારે સવારે 06.10 વાગ્યા અમદાવાદથી પ્રસ્થાન કરી 08.18 વાગ્યે વડોદરા પહોંચશે અને 08.23 વાગ્યે પ્રસ્થાન કરી એ જ દિવસે 09.50 લાગ્યે એકતા નગર પહોંચશે. એ જ રીતે 09410 એકતા નગર-અમદાવાદ સ્ટીમ હેરિટેજ સ્પેશિયલ ટ્રેન દર રવિવારે 20.35 વાગ્યે એકતા નગરથી પ્રસ્થાન કરી 22.00 વાગ્યે વડોદરા પહોંચશે અને 22.05 વાગ્યે પ્રસ્થાન કરી બીજા દિવસે 00.05 વાગ્યે અમદાવાદ પહોંચશે. આ ટ્રેનમાં ચાર એસી વિસ્ટાડોમ પ્રકારના કોચ છે જેમાં ત્રણ એસી એક્ઝિક્યુટિવ ચેર કાર કોચ અને એક રેસ્ટોરાં ડાઇનિંગ કાર સામેલ છે.
ટ્રેન નંબર 09409 તેમ જ 09410નું બુકિંગ તમામ પીઆરએસ કાઉન્ટર્સ અને આઇઆરસીટીસીની વેબસાઇટ પર ચાલુ છે. ઉપરોક્ત ટ્રેનનો એડવાન્સ રીઝર્વ પીરિયડ (અગ્રીમ આરક્ષણ સમય) 30 દિવસ હશે.
13મી નવેમ્બરે યોજાયેલી વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીના પરિણામ આજે જાહેર થવાના છે. આ બેઠક માટે કુલ 10 ઉમેદવારો મેદાનમાં છે,
ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) 19 થી 25 નવેમ્બર 2024 દરમિયાન વર્લ્ડ હેરિટેજ વીકની ઉજવણી કરી રહ્યું છે,
અમદાવાદ ટૂંક સમયમાં ભારતના પ્રથમ અને સૌથી મોટા કમળના આકારના પાર્કનું ઘર બનશે, જેનું નામ લોટસ પાર્ક (ભારત નો માલા) છે,