અમદાવાદ મંડળએ જનરલ મેનેજર એફિશિયન્સી શીલ્ડની લગાવી હેટ્રિક
પશ્ચિમ રેલવેનો 69મો રેલવે વીક એવોર્ડ સમારંભ વાય.બી.ચવ્હાણ ઓડિટોરિયમ, ચર્ચગેટ, મુંબઈ ખાતે આયોજીત કરવામાં આવ્યો હતો. આ રેલ સપ્તાહની ઉજવણી દરમિયાન, અમદાવાદ મંડળએ સતત ત્રીજી વખત પશ્ચિમ રેલ્વેના પ્રતિષ્ઠિત જનરલ મેનેજર એફિશિયન્સી શિલ્ડ જીતીને હેટ્રિક હાંસલ કરી અને 10 એફિશિયન્સી શિલ્ડ મેળવીને નવો રેકોર્ડ બનાવ્યો.
પશ્ચિમ રેલવેનો 69મો રેલવે વીક એવોર્ડ સમારંભ વાય.બી.ચવ્હાણ ઓડિટોરિયમ, ચર્ચગેટ, મુંબઈ ખાતે આયોજીત કરવામાં આવ્યો હતો. આ રેલ સપ્તાહની ઉજવણી દરમિયાન, અમદાવાદ મંડળએ સતત ત્રીજી વખત પશ્ચિમ રેલ્વેના પ્રતિષ્ઠિત જનરલ મેનેજર એફિશિયન્સી શિલ્ડ જીતીને હેટ્રિક હાંસલ કરી અને કુલ 10 એફિશિયન્સી શિલ્ડ મેળવીને નવો રેકોર્ડ બનાવ્યો.જેના લીધે ડિવિઝનલ રેલવે મેનેજર સુધીરકુમાર શર્મા તથા વિજેતા વિભાગોના ઉચ્ચ અધિકારીઓનું અમદાવાદ સ્ટેશન ખાતે ઢોલ-નગારા અને ફૂલહારથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સાથે ડિવિઝનલ રેલવે મેનેજરની ઓફિસ અમદાવાદ ખાતે આવતા તેમનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
વેસ્ટર્ન રેલ્વેના જનરલ મેનેજરે એફિશિયન્સી શિલ્ડ સહિત 27માંથી મહત્તમ 10 એફિશિયન્સી શિલ્ડ મેળવીને છ મંડળ અને 3 કારખાના માં પ્રથમ સ્થાન મેળવીને અમદાવાદ ડિવિઝનને ગૌરવ અપાવ્યું છે.
આ માહિતી આપતાં ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી સુધીર કુમાર શર્માએ જણાવ્યું હતું કે અમારો ઉદ્દેશ્ય હંમેશા મુસાફરોની સલામતી અને ઉચ્ચ ધોરણો સાથે વધુ સારી સુવિધાઓ પ્રદાન કરવાનો છે. આ વર્ષે, પશ્ચિમ રેલ્વે પરના અમદાવાદ ડિવિઝનને જનરલ મેનેજર એફિશિયન્સી શિલ્ડ સહિત કુલ 10 શ્રેષ્ઠ પ્રદર્શન શિલ્ડ મેળવવાનું સન્માન છે. આમાં ડિવિઝનને શ્રેષ્ઠ પ્રદર્શન માટે સિવિલ એન્જિનિયરિંગ શિલ્ડ,લેવલ ક્રોસિંગ એલિમિનેશન માટે બેસ્ટ રોડ સેફ્ટી ઇન્ટર ડિવિઝન શિલ્ડ, કાંકરિયા ડેપોને સ્વર્ણ જયંતિ રાજધાની એક્સપ્રેસની શ્રેષ્ઠ જાળવણી માટે શ્રેષ્ઠ જાળવણી શિલ્ડ અને EnHM ટ્રોફી મેળવવાનું સન્માન મળ્યું છે. તેમજ આંતર વિભાગીય સ્વચ્છતા શિલ્ડ (વાણિજ્ય શાખા) વડોદરા મંડળ સાથે, શ્રેષ્ઠ લોડીંગ પ્રયત્ન શિલ્ડ રાજકોટ મંડળ સાથે, શ્રેષ્ઠ સ્ક્રેપ મોબિલાઈઝેશન શીલ્ડ ભાવનગર મંડળ સાથે, સિગ્નલ અને ટેલિકોમ શિલ્ડ મુંબઈ મંડળ સાથે અને સર્વે & કન્સ્ટ્રકશન શિલ્ડ નિર્માણ વિભાગ અમદાવાદને પ્રાપ્ત થયેલ છે. જે મંડળ માટે નોંધપાત્ર સિદ્ધિ છે.
ડીઆરએમ શ્રી સુધીર શર્માએ આ સિધ્ધિ બદલ તમામ અધિકારીઓ અને કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા અને તમામ રેલવે કર્મચારીઓને તેમની કામગીરીના ઉચ્ચ ધોરણો જાળવવા અને ડિવિઝનને વધુ ઉંચાઈએ લઈ જવા અને મુસાફરોના લાભાર્થે ખંતપૂર્વક કામ કરવા અપીલ કરી હતી.
ગયા અઠવાડિયે રાજ્યમાં ઠંડા પવન સાથે ભારે ઠંડીનો અનુભવ થયો હતો. મકર સંક્રાંતિ બાદ, છેલ્લા ત્રણ-ચાર દિવસોથી ઠંડીમાં રાહત મળી છે,
અમદાવાદમાં દક્ષિણ બોપલ તેના નવા ગ્રીન હેવન-ઓક્સિજન પાર્કનું સ્વાગત કર્યું, જેનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની વિવિધ નગરપાલિકાઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં શહેરી વિકાસ પ્રોજેક્ટ માટે રૂ. 605.48 કરોડ મંજૂર કર્યા છે.