અમદાવાદ-મેંગલુરુ વિશેષ ટ્રેનને ડૉ.કિરીટ સોલંકી દ્વારા લીલી ઝંડી બતાવી રવાના કરવામાં આવી
પશ્ચિમ રેલવેના અમદાવાદ સ્ટેશન પરથી તારીખ 09 જૂન 2023ના રોજ માનનીય સાંસદ ડૉ. કિરીટ પી. સોલંકી દ્વારા માનનીય મેયર અમદાવાદ શ્રી કિરીટ પરમાર અને માનનીય ધારાસભ્ય શ્રી દિનેશ સિંહ કુશવાહ, માનનીય ધારાસભ્ય શ્રી કૌશિક જૈન અને અન્ય મહાનુભાવોની ભવ્ય ઉપસ્થિતિમાં ટ્રેન નંબર 09424/09423 અમદાવાદ-મેંગલુરુ-અમદાવાદ સમર સ્પેશ્યલ ટ્રેનને લીલી ઝંડી બતાવીને રવાના કરવામાં આવી.
પશ્ચિમ રેલવેના અમદાવાદ સ્ટેશન પરથી તારીખ 09 જૂન 2023ના રોજ માનનીય સાંસદ ડૉ. કિરીટ પી. સોલંકી દ્વારા માનનીય મેયર અમદાવાદ શ્રી કિરીટ પરમાર અને માનનીય ધારાસભ્ય શ્રી દિનેશ સિંહ કુશવાહ, માનનીય ધારાસભ્ય શ્રી કૌશિક જૈન અને અન્ય મહાનુભાવોની ભવ્ય ઉપસ્થિતિમાં ટ્રેન નંબર 09424/09423 અમદાવાદ-મેંગલુરુ-અમદાવાદ સમર સ્પેશ્યલ ટ્રેનને લીલી ઝંડી બતાવીને રવાના કરવામાં આવી. મંડળ રેલ પ્રવક્તાના જણાવ્યા અનુસાર, આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે:
ટ્રેન નંબર 09424 અમદાવાદ - મેંગલુરુ સુપરફાસ્ટ સ્પેશ્યલ અમદાવાદથી 09, 16 અને 23 જૂન 2023 (શુક્રવાર)ના રોજ 16.00 કલાકે ઉપડશે અને બીજા દિવસે (શનિવારે) 19.40 કલાકે મેંગલુરુ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09423 મેંગલુરુ-અમદાવાદ સ્પેશ્યલ મેંગલુરુથી 10, 17 અને 24 જૂન 2023 (શનિવાર)ના રોજ 21.10 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે (સોમવારે) 01.15 કલાકે અમદાવાદ પહોંચશે. માર્ગ માં આ ટ્રેન નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વાપી, વસઈ રોડ, પનવેલ, રોહા, રત્નાગીરી, કુડાલ, સાવંતવાડી રોડ, થિવિમ, કરમાલી, મડગાંવ, કારવાર, ઉડ્ડુપી અને સુરથકલ સ્ટેશન પર બંને દિશામાં ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 2 ટાયર, એસી 3 ટાયર ઈકોનોમી, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.
આ પ્રસંગે મંડળ રેલ પ્રબંધક શ્રી તરૂણ જૈન, વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી પવન કુમાર સિંહે સહીત અન્ય રેલ્વે અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઉત્તર પશ્ચિમ રેલવેના અજમેર મંડળના મદાર-પાલનપુર સેક્શનના જેથી-ચિત્રાસણી સ્ટેશનો વચ્ચે સ્થિત બ્રિજ નંબર 847 કિમી 639/01-02 પર આરસીસી બોક્સ લોંચિંગ કરવાના કામને કારણે ટ્રેન નંબર 14822 સાબરમતી-જોધપુર એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે. જેની વિગતો નીચે મુજબ છે:
• 10 જૂન 2023 ના રોજ સાબરમતીથી ચાલતી ટ્રેન નંબર 14822 સાબરમતી-જોધપુર એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે.
મેદસ્વિતા સામે લડીને વધુમાં વધુ સ્વસ્થ નાગરિકો કઈ રીતે થઈ શકે એ માટે ગુજરાતમાં 'સ્વાસ્થ્ય ગુજરાત - મેદસ્વીતા મુક્ત ગુજરાત' શરૂ કરવામાં આવ્યું હોવાનું જણાવી મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, મેદસ્વિતા સામે અભિયાન શરૂ કરનારું ગુજરાત દેશનું સર્વ પ્રથમ રાજ્ય છે.
દેશના વર્તમાન વડાપ્રધાન અને રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા ‘ખુશ્બૂ ગુજરાત કી…’ જેવા કેમ્પેઇન દ્વારા દેશવિદેશથી પ્રવાસીઓ ગુજરાત આવતાં થયા છે અને તેમાં સતત વધારો થઈ રહ્યો છે.
સમાન સિવિલ કોડ અંગે સૂચનો અને મંતવ્યો રજૂ કરવા ઓનલાઇન પોર્ટલ http://uccgujarat.in લોન્ચ. ગુજરાતના રહેવાસીઓને UCC અંગે સૂચનો મોકલી આપવા સમિતિના અઘ્યક્ષની અપીલ.