Q3 2023 દરમિયાન અમદાવાદ 0.2 મિલિયન ચોરસ ફૂટના ઓફિસ ટ્રાન્ઝેક્શન રેકોર્ડ કરે છે: નાઈટ ફ્રેન્ક ઈન્ડિયા
ઈન્ડિયા રિયલ એસ્ટેટ Q3 202'ના શીર્ષક હેઠળ નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાના તાજેતરના રિપોર્ટ મુજબ, Q3 2023 દરમિયાન અમદાવાદ દ્વારા 0.2 મિલિયન ચોરસ ફૂટના ઓફિસ સ્પેસ ટ્રાન્ઝેક્શન નોંધાવવામાં આવ્યા. માર્કેટમાં નવી ઓફિસ પૂર્ણતાઓ 0.3 મિલિયન ચોરસ ફૂટ નોંધાઈ હતી.
અમદાવાદ: 'ઈન્ડિયા રિયલ એસ્ટેટ Q3 202'ના શીર્ષક હેઠળ નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાના તાજેતરના રિપોર્ટ મુજબ, Q3 2023 દરમિયાન અમદાવાદ દ્વારા 0.2 મિલિયન ચોરસ ફૂટના ઓફિસ સ્પેસ ટ્રાન્ઝેક્શન નોંધાવવામાં આવ્યા. માર્કેટમાં નવી ઓફિસ પૂર્ણતાઓ 0.3 મિલિયન ચોરસ ફૂટ નોંધાઈ હતી. શહેરના સરેરાશ ટ્રાન્ઝેક્શન ભાડામાં વાર્ષિક ધોરણે (YoY) 2% નો વધારો નોંધાયો છે જે ત્રિમાસિક ગાળા દરમિયાન મૂલ્યને ભારતીય રૂપિયા (INR) 40.9 ચોરસ ફૂટ/મહિના પર લાવે છે.Q3 2023 દરમિયાન, મુખ્ય ઓક્યુપન્સી/લીઝિંગ પ્રવૃત્તિ ઇન્ડિયા-ફેસિંગ બિઝનેસ અને ફ્લેક્સ સ્પેસિસ દ્વારા સંચાલિત થઇ હતી.
રિપોર્ટમાં દર્શાવાયું છે કે ભારતના ટોચના આઠ માર્કેટમાં Q3 2023 દરમિયાન 16.1 મિલિયન ચોરસ ફૂટ (mn sq ft) ના ઓફિસ ટ્રાન્ઝેક્શન નોંધાયા છે, જેમાં વાર્ષિક ધોરણે (YoY) 17% ની વૃદ્ધિ નોંધાઈ છે. વૈશ્વિક અનિશ્ચિતતાઓ છતાં ભારતીય ઓફિસ માર્કેટમાં વધેલી ડિમાન્ડ ભારતની નિરંતર આર્થિક સ્થિરતામાં ઓક્યૂપાયરોના વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે. Q3 2023 માં નવી ઓફિસ પૂર્ણતાઓ ભારતના અગ્રણી આઠ શહેરોમાં 11.5 મિલિયન ચોરસ ફૂટ (mn sq ft) નોંધવામાં આવી હતી.
નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શિશિર બૈજલ દ્વારા જણાવાયું હતું કે, “ભારતીય અર્થતંત્રની તુલનાત્મક શક્તિ વૈશ્વિક કોર્પોરેટ હિતને નિરંતરપણે આકર્ષવાનું ચાલુ રાખે છે અને તે ભારતીય ઓફિસ સ્પેસ માર્કેટમાં રિકવર થઇ રહેલી ડિમાન્ડમાં પ્રતિબિંબિત થાય છે. વર્તમાન ક્વાર્ટરમાં GCC ને સ્થાપિત કરવાની વધતી જતી ઘટનાઓ પણ ભારત દ્વારા ઓફર કરવામાં આવી રહેલી એકંદર ઓપરેશનલ અને બિઝનેસ વાતાવરણ પ્રત્યે વધતી જતી ઓક્યૂપાયર પ્રતિબદ્ધતા તરફ નિર્દેશ કરે છે. ઓક્યૂપાયર ડિમાન્ડમાં વર્ષ દરમિયાન સારો એવો વધારો જોવામાં આવ્યો છે અને તે પાછલા વર્ષમાં જોવાયેલા સ્તરને વટાવી જશે તેવું લાગે છે. તે ઈન્ફ્લેશન અને જીડીપી વૃદ્ધિના વ્યાપક આર્થિક બળો છે જે આગામી થોડા મહિનાઓમાં ભારતીય
ઓફિસ માર્કેટના ભાગ્યને આકાર આપવા માટે કેન્દ્રસ્થાન લેશે.”
અમદાવાદ ખાતે 6% ના વાર્ષિક વધારા સાથે 4,108 યુનિટનું રેસિડેન્શિયલ સેલ્સ વોલ્યુમ નોંધાયું હતું, જ્યારે -3% ના ઘટાડા સાથેના સમયગાળામાં 5,996 યુનિટ લૉન્ચ કરવામાં આવ્યા હતા. 3,012 ચોરસ ફૂટ (sq ft) ના મૂલ્ય સાથે Q3 2023 દરમિયાન સરેરાશ વેટેડ રેસિડેન્શિયલ કિંમતમાં 4% વાર્ષિક વધારો જોવા મળ્યો હતો.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં, અનંત અને રાધિકા તેમના એક સ્ટાફ સભ્યનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ વીડિયો જોયા પછી, ચાહકો પણ અનંતની આ શૈલીથી પ્રેમમાં પડી ગયા છે.
ક્ષેત્રીય સૂચકાંકોની વાત કરીએ તો, આજે IT, તેલ અને ગેસ, પાવર, ફાર્મા, PSU બેંકમાં 0.5-1 ટકાનો ઘટાડો જોવા મળ્યો. છેલ્લા સત્રમાં બજાર લીલા નિશાનમાં બંધ થયું હતું.
સેબીએ બજાર ઉલ્લંઘનોની તપાસ વધારી છે અને સોશિયલ મીડિયા પર અનધિકૃત નાણાકીય સલાહને રોકવાનો પણ પ્રયાસ કર્યો છે.