એર ઇન્ડિયાએ 15 સપ્ટેમ્બરથી દિલ્હી-ઢાકા ડાયરેક્ટ ફ્લાઇટ્સની જાહેરાત કરી
ભારતના અગ્રણી ગ્લોબલ કેરિયર અને સ્ટાર એલાયન્સના સદસ્ય એર ઇન્ડિયાએ આજે દિલ્હી અને ઢાકા વચ્ચે નોન-સ્ટોપ ફ્લાઇટ્સની જાહેરાત કરી છે, જેનાથી ભારત અને બાંગ્લાદેશની રાજધાની શહેરોની મુસાફરી કરતાં પ્રવાસીઓને વધુ સગવડ અને આરામ પ્રદાન કરશે.
ભારતના અગ્રણી ગ્લોબલ કેરિયર અને સ્ટાર એલાયન્સના સદસ્ય એર ઇન્ડિયાએ આજે દિલ્હી અને ઢાકા વચ્ચે નોન-સ્ટોપ ફ્લાઇટ્સની જાહેરાત કરી છે, જેનાથી ભારત અને બાંગ્લાદેશની રાજધાની શહેરોની મુસાફરી કરતાં પ્રવાસીઓને વધુ સગવડ અને આરામ પ્રદાન કરશે.
15 સપ્ટેમ્બર, 2023થી એર ઇન્ડિયા તેના એરબસ એ320 એરક્રાફ્ટનો ઉપયોગ કરીને બંન્ને દેશો વચ્ચે સપ્તાહમાં ચાર વખત ઉડાન ભરશે. એર ઇન્ડિયા હાલમાં કોલકત્તા અને ઢાકા વચ્ચે સપ્તાહમાં ત્રણ વખત ઉડાન ભરે છે. બાંગ્લાદેશની ઝડપી આર્થિક વૃદ્ધિ અને એકંદર વિકાસને કારણે ઢાકા જવા અને પરત ફરવા માટે આંતરરાષ્ટ્રીય મુસાફરીની વધતી માગને પૂર્ણ કરવામાં વધારાની ફ્રિકવન્સી ઉપયોગી બની રહેશે.
એર ઇન્ડિયાની ફ્લાઇટ એઆઇ237 દિલ્હીથી 1755 કલાકે ઉપડશે અને ઢાકા 2045 કલાકે પહોંચશે. રિટર્ન ફ્લાઇટ એઆઇ238 ઢાકાથી 2145 કલાકે ઉપડશે અને દિલ્હી 2350 કલાકે પહોંચશે. તમામ સમય સ્થાનિક છે. એર ઇન્ડિયાની વેબસાઇટ (www.airindia.com), મોબાઇલ એપ અને ટ્રાવેલ એજન્ટ્સ (ઓનલાઇન ટ્રાવેલ એજન્ટ્સ સહિત) તમામ ચેનલ ઉપર આજથી ફ્લાઇટ્સ માટે બુકિંગ્સ ધીમે-ધીમે ખુલી રહ્યાં છે.
દિલ્હીથી વધુ ચાર સાપ્તાહિક ફ્લાઇટ્સ સાથે એર ઇન્ડિયા ઢાકા માટે વધુ ફ્રિકવન્સી ઓફર કરે છે, જે દિલ્હીથી અને/અથવા ભારતના 14 સ્થળો અને ઉત્તર અમેરિકા, યુકે, ઓસ્ટ્રેલિયા, મધ્ય પૂર્વ અને ફાર ઇસ્ટના 14 સ્થળોથી અનુકૂળ કનેક્શનને સક્ષમ કરે છે.
સપ્તાહના અંતિમ દિવસે બજાર લીલા રંગમાં ખુલ્યું હતું. BSE સેન્સેક્સ 193.95 પોઈન્ટના વધારા સાથે 77,349.74 પોઈન્ટ પર અને નિફ્ટી 50 પણ 61.90 પોઈન્ટના વધારા સાથે 23,411.80 પોઈન્ટ પર ખુલ્યો હતો.
બ્લેક ડાયમંડ એપલ એકદમ દુર્લભ છે અને દરેક જગ્યાએ તેની ખેતી કરી શકાતી નથી. આ સફરજનને ઠંડા અને પર્વતીય વિસ્તારની જરૂર છે. ઉપરાંત, મર્યાદિત ઉત્પાદનને કારણે, બ્લેક ડાયમંડ એપલ ખૂબ મોંઘા છે.
યુઝર-ફ્રેન્ડલી ઇન્ટરફેસ અને ફંક્શનાલિટીના લીધે એન્ડ્રોઇડ પર નોંધપાત્ર 4.7 રેટિંગ અને આઈઓએસ પર 4.6 રેટિંગ મળ્યા.