એર ઈન્ડિયાએ દિલ્હી અને એમ્સ્ટરડેમ વચ્ચે નોન-સ્ટોપ સર્વિસીઝના લોન્ચની જાહેરાત કરી
કનેક્ટિવિટી વધારવા અને વૈશ્વિક વિસ્તરણને પ્રોત્સાહન આપવાના તેના સતત પ્રયાસમાં, ભારતની અગ્રણી એરલાઇન અને સ્ટાર એલાયન્સ સભ્ય એર ઇન્ડિયા એમ્સ્ટરડેમથી દિલ્હી સુધી નોન-સ્ટોપ ફ્લાઇટ્સ શરૂ કરશે.
નવી દિલ્હી : કનેક્ટિવિટી વધારવા અને વૈશ્વિક વિસ્તરણને પ્રોત્સાહન આપવાના તેના સતત પ્રયાસમાં, ભારતની અગ્રણી એરલાઇનને સ્ટાર એલાયન્સ સભ્ય એર ઇન્ડિયા એમ્સ્ટરડેમથી દિલ્હી સુધી નોન-સ્ટોપ ફ્લાઇટ્સ શરૂ કરશે. ફ્લાઇટ 11મી જૂન 2023થી અઠવાડિયામાં ચાર વખત (સોમવાર, બુધવાર, શુક્રવાર અને રવિવાર) બે-ક્લાસ બોઇંગ 787-8 ડ્રીમલાઇનર સાથે કામ કરશે.
એમ્સ્ટરડેમ એ એર ઈન્ડિયા દ્વારા સેવા આપતું 8મું કોન્ટિનેન્ટલ યુરોપીયન શહેર હશે, અને છેલ્લા ચાર મહિનામાં એરલાઈને દિલ્હીથી જોડેલું ચોથું યુરોપીયન સ્થળ હશે. આનાથી એર ઈન્ડિયાની ભારત અને યુરોપ વચ્ચેની નોન-સ્ટોપ ફ્લાઈટ્સની ફ્રિકવન્સી દર અઠવાડિયે 77 સુધી થઈ છે, જે મુસાફરોને વધુ સુગમતા અને સગવડ આપે છે.
નવા રૂટની શરૂઆત અંગે ટિપ્પણી કરતા, એર ઇન્ડિયાના સીઈઓ અને એમડી શ્રી કેમ્પબેલ વિલ્સને જણાવ્યું હતું કે, “એમ્સ્ટરડેમ માટે આ નવી નોન-સ્ટોપ ફ્લાઈટની શરૂઆત સાથે, એર ઈન્ડિયા અમારા લાંબા અંતરના નેટવર્કને વધુ વિસ્તારશે અને અમારા ગ્રાહકો માટે વધુ વિકલ્પો ઉમેરશે. તાજેતરના મહિનાઓમાં શરૂ થયેલા અન્ય ત્રણ યુરોપીયન માર્ગો અને આવનારા અન્ય માર્ગો સાથે, તે દિલ્હીને એક મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય હબ તરીકે સ્થાપિત કરવાના અમારા ઉદ્દેશ્યને સમર્થન આપે છે.
'બિઝનેસ ક્લાસ (સંપૂર્ણ ફ્લેટ બેડ સાથે 18 સીટ્સ) અને ઇકોનોમી ક્લાસ (238 સીટ્સ)માં 256 મુસાફરોને સમાવી શકતી બોઇંગ 787-8 ડ્રીમલાઇનર AI155 એમ્સ્ટરડેમમાં 1835 કલાકે (સ્થાનિક સમય મુજબ) પહોંચ્યા બાદ દિલ્હીથી 1310 કલાકે ઉપડશે. એમ્સ્ટરડેમથી રીટર્ન ફ્લાઈટ, AI 156, 2045 કલાકે રવાના થશે અને 0810 કલાકે (સ્થાનિક સમય) દિલ્હી પહોંચશે. દિલ્હી-એમ્સ્ટરડેમ ફ્લાઈટ માટેનું બુકિંગ એર ઇન્ડિયાની વેબસાઈટ અને મોબાઈલ એપ તથા ટ્રાવેલ એજન્ટ્સ તથા અન્ય રિઝર્વેશન ચેનલ્સ થકી હવે ખુલ્લું છે.
પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ (TD) યોજના બિલકુલ બેંકની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) યોજના જેવી જ છે. પોસ્ટ ઓફિસમાં ટીડી ખાતું ઓછામાં ઓછા 1 વર્ષ અને વધુમાં વધુ 5 વર્ષ માટે ખોલી શકાય છે. પોસ્ટ ઓફિસ તેના ગ્રાહકોને ટીડી ખાતા પર 6.9 ટકાથી 7.5 ટકા સુધીના વ્યાજ દરો ઓફર કરી રહી છે.
કર્મચારીઓ માટે Dearness Allowance (DA) કહેવામાં આવે છે, જ્યારે પેન્શનરો માટે તેને મોંઘવારી રાહત (DR) કહેવામાં આવે છે. આ વધારાનો લાભ તમામ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને મળશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સરકાર મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો જાહેર કરી શકે છે.
આજે બજારમાં મજબૂત ગતિ સાથે વેપાર શરૂ થયો. તમને જણાવી દઈએ કે સોમવારે પણ શેરબજાર રિકવરી સાથે બંધ થયું હતું. ગઈકાલે, BSE સેન્સેક્સ 341.04 પોઈન્ટના વધારા સાથે 74,169.95 પોઈન્ટ પર અને નિફ્ટી 111.55 પોઈન્ટના વધારા સાથે 22,508.75 પોઈન્ટ પર બંધ થયો હતો.