એર ઇન્ડિયા અને વિસ્તારાએ ભાગીદારી કરી
ભારતની અગ્રણી એરલાઇન્સમાંની એક અને સ્ટાર એલાયન્સની સભ્ય એર ઇન્ડિયાએ ફુલ- સર્વિસ કેરિયર વિસ્તારા (ટાટા અને સિંગાપોર એરલાઇન્સ વચ્ચેનું સંયુક્ત સાહસ) સાથે ઇન્ટરલાઇન ભાગીદારી કરી છે
ભારતની અગ્રણી એરલાઇન્સમાંની એક અને સ્ટાર એલાયન્સની સભ્ય એર ઇન્ડિયાએ ફુલ- સર્વિસ કેરિયર વિસ્તારા (ટાટા અને સિંગાપોર એરલાઇન્સ વચ્ચેનું સંયુક્ત સાહસ) સાથે ઇન્ટરલાઇન ભાગીદારી કરી છે. આ ભાગીદારીને પગલે એર ઇન્ડિયાના મહેમાનો એર ઇન્ડિયાનાં વ્યાપક સ્થાનિક અને વૈશ્વિક નેટવર્કમાં 80થી વધુ પોઇન્ટ્સ પર વિસ્તારાનાં રૂટ નેટવર્ક પર સરળતાથી અવરજવર કરી શકશે.
બંને એરલાઇન વચ્ચે સંધિમાં ઇન્ટર એરલાઇન થ્રુ ચેક-ઇન ((IATCI) નો સમાવેશ થાય છે, જેમાં મહેમાનોને સિંગલ ટિકીટ પર તમામ ટ્રાવેલ સેક્ટર્સ માટે ‘ફર્સ્ટ પોઇન્ટ ઓફ ડિપાર્ચર’ ખાતે પોતાના બોર્ડિંગ પાસ મેળવી શકશે અને પોતાનાં ફાઇનલ ડેસ્ટીનેશન તરફ પોતાનાં બેગેજનુ ચેક-ઇન કરી શકશે. એર ઇન્ડિયા અને વિસ્તારા ભારતમાં મોટા ભાગના એરપોર્ટ્સ ખાતે સમાન ટર્મિનલ પર ઓપરેટ કરે છે, જેને કારણે મહેમાનોને ઇન્ટરલાઇન ઇટિનરીઝ માટે સારી ઓન- ગ્રાઉન્ડ સેવાઓ મળે છે.
એર ઇન્ડિયા અને વિસ્તારાએ ઇન્ટરલાઇન કન્સિડરેશન ઓન ઇરરેગ્યુલર ઓપરેશન્સ (IROPs) અથવા તો ‘ડિસરપ્શન ટ્રાન્સફર ફન્કશનાલિટી’નો પણ અમલ કર્યો છે. આને કારણે બંને એરલાઇન્સ વિલંબ, ફ્લાઇટ રદ, ડાઇવર્ઝન જેવા સંજોગોમાં એક બીજાનાં પ્રથમ ઉપલબ્ધ વિકલ્પમાં પેસેન્જરને સરળતાથી ટ્રાન્સફર કરી શકશે અને પ્રવાસીઓને ઓછામાં ઓછી અગવડ પડશે.
એર ઇન્ડિયાના સીઇઓ અને એમડી કેમ્પબેલ વિલ્સને જણાવ્યું હતું કે, “વિસ્તારા સાથે અમારી ઇન્ટરલાઇન ભાગીદારી કરતાં અમે ખુશી અનુભવીએ છીએ, જે અમને અમારા સંયુક્ત ગ્રાહકોને ભારતની અને ભારતની બહાર અમારા વિસ્તૃત રુટ નેટવર્ક પર વ્યાપક કનેક્ટિવિટી અને સગવડ પૂરી પાડશે. સલામતી અને ગ્રાહક સેવા પ્રત્યેની અમારી સમાન પ્રતિબધ્ધતા આ ભાગીદારીમાં અગ્રેસર રહેશે. અમે વિસ્તારાના ગ્રાહકોને સેવા પૂરી પાડવા અને અમેરિકા, યુરોપ, ફાર ઇસ્ટ, ઓસ્ટ્રેલિયા અને મિડલ ઇસ્ટમાં વધારાનાં ટ્રાવેલ વિકલ્પો આપવા આશાવાદી છીએ.”
વિસ્તારાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર વિનોદ કન્નને જણાવ્યું હતું કે, “આ ભાગીદારી ભારતમાં બે અગ્રણી એરલાઇન્સ સાથે આવીને અમારા જોઇન્ટ નેટવર્ક પર મુસાફરી કરનારા ગ્રાહકોને ભારે સગવડતા અને કનેક્ટિવિટી પૂરી પાડશે. આ અમારા ગ્રાહકોને વિશ્વભરમાં સગવડતાપૂર્વક મુસાફરી કરવાની અમારી ઊંડી પ્રતિબધ્ધતાનું પ્રમાણ છે. એર ઇન્ડિયા સાથેના અમારા સંબંધો વધુ મજબૂત બનાવવાથી અને અમારા ગ્રાહકોને તેમનાં વ્યાપક નેટવર્ક સાથે જોડવાથી અમે આનંદની લાગણી અનુભવીએ છીએ.”
વિસ્તારા સાથેની એર ઇન્ડિયાની ઇન્ટરલાઇન ભાગીદારી ઉપરાંત તે લુફ્થાન્સા, યુનાઇટેડ એરલાઇન્સ, એર કેનેડા અને સિંગાપોર એરલાઇન્સ સહિતની પાર્ટનર એરલાઇન્સ સાથે 100થી વધુ ઇન્ટરલાઇન એગ્રીમેન્ટ્સ અને આશરે 50 થ્રુ ચેક- ઇન એગ્રીમેન્ટ ધરાવે છે.
તાજેતરમાં, એર ઇન્ડિયાએ ‘વિહાન. AI’ (એર ઇન્ડિયાનો પાંચ વર્ષીય ટ્રાન્સફોર્મેશન પ્લાન)માં ટેક ઓફ ફેઝમાં પ્રારંભ કર્યો હતો, જે ઉત્કૃષ્ટતા હાંસલ કરવાની દિશામાં પ્લેટફોર્મ, પ્રોસેસ અને સિસ્ટમ્સ વિક્સાવવા પર ફોકસ કરે છે.
નિર્મલા સીતારમણ જેસલમેરમાં 55મી GST કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરે છે, જેમાં આરોગ્ય અને જીવન વીમા માટે GST દરો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. અંદર કી અપડેટ્સ.
RBI ઈન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણો અને નાણાકીય સ્થિરતા પર તેની અસરને હાઈલાઈટ કરીને, અતિશય લોકશાહી ખર્ચ સામે ભારતીય રાજ્યોને ચેતવણી આપે છે. મુખ્ય આંતરદૃષ્ટિ અને ઉકેલો શોધો.
લખનૌ, શ્રાવસ્તી એરપોર્ટ, NH-27 અને ભારત-નેપાળ સરહદને જોડતો આ સુધારેલ હાઇવે મુસાફરીનો સમય ઘટાડવા અને સમગ્ર ઉત્તર ભારતમાં વેપારને વેગ આપવા માટે સુયોજિત છે. તે આર્થિક તકો પણ ખોલશે અને પ્રદેશમાં ઉદ્યોગો, પર્યટન અને વેપારને પ્રોત્સાહન આપશે.