એર ઇન્ડિયાએ કોચીમાં નવા ડિજિટલ ઇનોવેશન સેન્ટરનું કર્યું ઉદ્ધાટન
ટાટા ગ્રુપના ચેરમેન અને એર ઇન્ડિયાના ચેરમેન એન.ચંદ્રશેખરન દ્વારા સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું,.
ગુરુગ્રામ : એર ઇન્ડિયા જે ભારતની અગ્રણી વૈશ્વિક એરલાઇન છે તેણે કોચીમાં તેના નવા બનાવેલા એર ઇન્ડિયા સેન્ટર ઓફ ડિજિટલ ઇનોવેશન (CODi) ના ઉદ્ઘાટનની જાહેરાત કરી છે. આ કેન્દ્ર ગ્રાહકને મદદરૂપ થાય તેવા ડિજિટલ ટચપોઇન્ટ ટેકનોલોજી અને અત્યાધુનિક ડેટા અને AI ક્ષમતાઓ વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે, જે એર ઇન્ડિયાને આધુનિક, વિશ્વ-સ્તરીય એરલાઇન બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી રહી છે.
એર ઇન્ડિયા CODiનું ઉદ્ઘાટન ટાટા ગ્રુપના ચેરમેન એન. ચંદ્રશેખરન દ્વારા કરવામાં આવ્યું હતું, જેઓ એર ઇન્ડિયાના ચેરમેન પણ છે. આ પ્રસંગે એર ઇન્ડિયાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને મેનેજિંગ ડિરેક્ટર કેમ્પબેલ વિલ્સન, ચીફ ડિજિટલ અને ટેકનોલોજી ઓફિસર ડૉ. સત્ય રામાસ્વામી, અને એર ઇન્ડિયાના ગવર્નન્સ, રેગ્યુલેટરી અને કમ્પ્લાયન્સ અને કોર્પોરેટ અફેર્સ ગ્રુપ હેડ પી. બાલાજી પણ હાજર હતા.
નવી ઓફિસ બિલ્ડીંગ, જે ફક્ત એર ઇન્ડિયા CODi ને જ રહે છે, તે કોચીના ઇન્ફોપાર્ક ફેઝ 2માં કેસ્પિયન ટેકપાર્ક્સમાં સ્થિત છે. તેમાં વર્કસ્ટેશન, મીટિંગ રૂમ, કોલોબ્રેશન સ્પેસ અને ડિસ્કશન કેબિન છે. નવ માળની આ ઓફિસ સુવિધાઓથી સજ્જ છે. જેને ‘બોધી ટ્રી’ નામ આપવામાં આવ્યું છે. આ બિલ્ડિંગના વિવિધ માળનું નામ કેરળના ભૂતપૂર્વ ઐતિહાસિક રાજ્યો, જેમ કે ત્રાવણકોર, વેનાડ, કોચી, વલ્લુવનાદ, એરનાડ, કોઝિકોડ, અરક્કલ, કોટ્ટાયમ અને ચિરાક્કલના નામ પરથી રાખવામાં આવ્યું છે.
રિલાયન્સ જિયોએ તેના કરોડો ગ્રાહકોને આનંદ આપ્યો છે. જો તમે લાંબી વેલિડિટીવાળો રિચાર્જ પ્લાન શોધી રહ્યા છો, તો હવે તમારું મોટું ટેન્શન સમાપ્ત થવાનું છે. Jio ના પોર્ટફોલિયોમાં બે અદ્ભુત પ્લાન છે જે 365 દિવસ સુધી ચાલે છે. આવો વધુ જાણીએ.
BSE share price : હાલમાં, BSE ના ઇક્વિટી ડેરિવેટિવ કોન્ટ્રાક્ટ મંગળવારે સમાપ્ત થાય છે, જ્યારે NSE એ એપ્રિલ 2025 થી સોમવારે તેની સમાપ્તિ રાખવાની યોજના બનાવી હતી, જેને હવે અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવામાં આવી છે.
દૂધના ભાવમાં 4 રૂપિયાનો મોટો વધારો થવાના સમાચાર છે. કર્ણાટકમાં દૂધના ભાવમાં પ્રતિ લિટર 4 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.