એર ઈન્ડિયાએ કસ્ટમર એન્ગેજમેન્ટમાં સુધારો લાવવા ડિજિટલ લેન્ડસ્કેપને આધુનિક બનાવ્યું
ભારતની અગ્રણી એરલાઈન અને સ્ટાર એલાયન્સના સભ્ય એર ઈન્ડિયાએ આજે તેની ડિજિટલ સિસ્ટમના લેન્ડસ્કેપને આધુનિક બનાવવાના યાસોમાં
મોટી પ્રગતિ સાધ્યાની જાહેરાત
નવી દિલ્હી : ભારતની અગ્રણી એરલાઈન અને સ્ટાર એલાયન્સના સભ્ય એર ઈન્ડિયાએ આજે તેની ડિજિટલ સિસ્ટમના લેન્ડસ્કેપને આધુનિક બનાવવાના પ્રયાસોમાં મોટી પ્રગતિ સાધ્યાની જાહેરાત કરી છે, જેમાં ઘણી પહેલ પહેલાથી જ પૂરી થઈ ગઈ છે અને બીજી અનેક પૂરી થવાના છેલ્લા તબક્કામાં છે. વિશ્વની સૌથી વધુ ટેક્નોલોજીકલી એડવાન્સ્ડ એરલાઇન તરીકે ઉભરી આવવાના વિઝન સાથે, એર ઈન્ડિયાએ વિશ્વની અગ્રણી ટેક્નોલોજી કંપનીઓ સાથે ઘનિષ્ઠ ભાગીદારીમાં તેની ડિજિટલ સિસ્ટમને ઝડપથી સુધારવા માટે નોંધપાત્ર રોકાણ કર્યું છે. એરલાઇન ભારતમાં કોચી અને ગુરુગ્રામ તેમજ અમેરિકામાં સિલિકોન વેલીમાં તેની હાજરી સાથે અત્યાધુનિક ડિજિટલ અને ટેક્નોલોજી ટીમ બનાવવામાં પણ રોકાણ કરી રહી
છે. એર ઈન્ડિયામાં ડિજિટલ અને ટેકનોલોજી આધુનિકીકરણના પ્રયાસને તાતા ગ્રુપના ચેરમેન શ્રી નટરાજન ચંદ્રશેખરન અને એર ઈન્ડિયાના સીઈઓ શ્રી કેમ્પબેલ વિલ્સન દ્વારા માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.
એર ઈન્ડિયાનો Vihaan.AI ટ્રાન્સફોર્મેશન પ્રોગ્રામ, ટેક્નોલોજીમાં ઉદ્યોગ અગ્રણી બનવાની મહત્વાકાંક્ષા સાથે, એર ઈન્ડિયા માટે એક મુખ્ય તફાવત તરીકે ડિજિટલ ટેક્નોલોજીની કલ્પના કરે છે. વ્યવહારિક રીતે દરેક Vihaan.AI પહેલ ટેક્નોલોજી દ્વારા સંચાલિત છે, જેમાં ગ્રાહકના અનુભવને વધારવાથી માંડીને આવકના સંચાલનમાં પરિવર્તન લાવે છે. એરલાઇન નવી ડિજિટલ સિસ્ટમ્સ, ડિજિટલ એન્જિનિયરિંગ સર્વિસીઝ અને ઉદ્યોગ- અગ્રણી ડિજિટલ વર્કફોર્સ બનાવવા માટે અંદાજે 200 મિલિયન અમેરિકી ડોલરનું રોકાણ કરી ચૂકી છે. તે આગામી પાંચ વર્ષમાં રોકાણની આ ગતિને ટકાવી રાખવાની અપેક્ષા રાખે છે કારણ કે પરિવર્તનની સફર વિશ્વ-કક્ષાની એરલાઇન્સ બનવાથી માંડીને પરંપરાગત ડિજિટલ ટેક્નોલોજીથી લઈને આધુનિક જનરેટિવ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) સુધીની સૌથી અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને લીડરશીપ સ્થિતિ પ્રાપ્ત કરવા તરફની છે. આનો ઉદ્દેશ્ય કસ્ટમર એન્ગેજમેન્ટમાં પરિવર્તન લાવવાનો અને ઓપરેશનલ કાર્યક્ષમતામાં ધરખમ સુધારો કરવાનો છે. લાંબા ગાળાના નેતૃત્વ માટે આગળ વિચારીને, એર ઈન્ડિયા ઉદ્યોગમાં કેટલાક સૌથી જટિલ ઓપ્ટિમાઇઝેશન પડકારોને ઉકેલવા માટે ક્વોન્ટમ કમ્પ્યુટિંગના અમલ જેવા ઉભરતા ટ્રેન્ડ્સની પણ શોધ કરી રહી છે.
“અમે અમારા ગ્રાહકોને ખુશ કરવા અને વિશ્વની શ્રેષ્ઠ ડિજિટલ ટેક્નોલોજીને અપનાવીને અમારી કામગીરીમાં ટકાઉ સ્પર્ધાત્મક લાભ બનાવવાના મિશન પર છીએ. એર ઇન્ડિયામાં ટેક્નોલોજી ટ્રાન્સફોર્મેશનનો અવકાશ વ્યાપક છે અને તેમાં કોમર્શિયલ, એન્જિનિયરિંગ, ઓપરેશન્સ, ગ્રાઉન્ડ
હેન્ડલિંગ, ફાઇનાન્સ, હ્યુમન રિસોર્સીસ અને કોર્પોરેટ કાર્યો સહિત એરલાઇનના દરેક પાસાંને આવરી લેવામાં આવ્યા છે. અમે અમારા ફ્રન્ટલાઈન ફ્લાઈંગ સ્ટાફથી લઈને ગ્રાઉન્ડ ક્રૂ સુધીના કર્મચારીઓને શ્રેષ્ઠ ટેક્નોલોજી ક્ષમતાઓ સાથે તેમની નોકરીમાં ઉત્કૃષ્ટ કરવામાં મદદ કરવા માટે સમગ્ર કંપનીમાં સશક્તિકરણ કરી રહ્યા છીએ. અમે અમારી તમામ ટેક્નોલોજી પહેલ જેનો ઝડપથી અમલ થઈ રહ્યો છે તેના માટે ક્લાઉડ-ઓન્લી, મોબાઇલ-ફ્રેન્ડલી, ડિઝાઇન-રિચ, એઆઈ-ઈન્ફ્યુઝ્ડ, ડિજિટલ-ફર્સ્ટ અભિગમ અપનાવી રહ્યા છીએ” એમ એર ઇન્ડિયાના ચીફ ડિજિટલ અને ટેક્નોલોજી ઓફિસર ડો. સત્ય રામાસ્વામીએ જણાવ્યું હતું. "અમે વિશ્વભરના અમારા ટેક્નોલોજી અને સર્વિસ પાર્ટનર્સ તરફથી મળેલી ગુડવિલ અને સમર્થન માટે ખૂબ જ આભારી છીએ જેઓ એર ઈન્ડિયાને વિશ્વની શ્રેષ્ઠ એરલાઈન્સમાં તેનું ગૌરવ અને તેનું યોગ્ય સ્થાન પાછું અપાવવા માટેના સહિયારા જુસ્સાથી એક થયા છે," એમ તેમણે ઉમેર્યું. કેટલાક મુખ્ય ક્ષેત્રો કે જ્યાં એર ઈન્ડિયાએ પહેલાથી જ નવી ટેક્નોલોજી સિસ્ટમ્સ લાગુ કરી છે અથવા તે લાગુ થવાના છેલ્લા તબક્કામાં છે:
કસ્ટમર એન્ગેજમેન્ટ:
વેબસાઈટ અને મોબાઈલ એપ્લિકેશન મોડર્નાઈઝેશન, યુઝર-ફ્રેન્ડલી કસ્ટમર નોટિફિકેશન સિસ્ટમ, ચેટજીપીટી-સંચાલિત ચેટબોટ, ઈન-ફ્લાઇટ-એન્ટરટેઈનમેન્ટ સિસ્ટમ મોડર્નાઈઝેશન, રીઅલ-ટાઇમ કસ્ટમર સપોર્ટ રિક્વેસ્ટ ટ્રેકિંગ સાથે કસ્ટમર સર્વિસ પોર્ટલ, ડિજિટલ માર્કેટિંગ, કોન્ટેક્ટ સેન્ટર મોડર્નાઈઝેશન, ડિસ્રપ્શન મેનેજમેન્ટ, સેલ્ફ-સર્વિસ રીઅકોમોડેશન, કસ્ટમર ફિડબેક અને એનાલિસીસ.
કર્મચારી સશક્તિકરણ:
આધુનિક સુરક્ષિત ડિજિટલ વર્કપ્લેસ ટૂલ્સ, એમ્પલોઈ એન્ગેજમેન્ટ અને સેલ્ફ-સર્વિસ પોર્ટલ, પાઇલોટ્સ, કેબિન ક્રૂ અને એરપોર્ટ ઓપરેશન ક્રૂ માટે મોબાઇલ ઉપકરણો, લર્નિંગ અને ડેવલપમેન્ટ ટૂલ્સ, ઓટોમેટેડ ક્રૂ પેરિંગ અને રોસ્ટરિંગ, ક્રૂ મેનેજમેન્ટ અને ક્રૂ ડિસ્રપ્શન મેનેજમેન્ટ, ડિજિટલાઈઝેશન થકી પેપર એલિમિનેશન અને ઇલેક્ટ્રોનિક કોન્ટ્રાક્ટ્સ. ઓપરેશનલ સુધારાઓ: આધુનિક પેસેન્જર સર્વિસ સિસ્ટમ અને ડિપાર્ચર કંટ્રોલ સિસ્ટમ, સેલ્સ સિસ્ટમનું આધુનિકીકરણ, એન્જિનિયરિંગ મેનેજમેન્ટ સિસ્ટમ, ફ્લાઇટ પ્લાનિંગ અને ટ્રેકિંગ, એરક્રાફ્ટ મૂવમેન્ટ મેનેજમેન્ટ, ડિસ્રપ્શન મેનેજમેન્ટ, ટર્નઅરાઉન્ડ મેનેજમેન્ટ, ફ્યુઅલ મેનેજમેન્ટ અને ટકાઉપણું, સેફ્ટી મેનેજમેન્ટ અને રિપોર્ટિંગ સિસ્ટમ્સ.
એન્ટરપ્રાઇઝ સિસ્ટમ્સ ટ્રાન્સફોર્મેશન:
કોર એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ (ERP) સિસ્ટમ આધુનિકીકરણ, માનવ સંસાધન સંચાલન, પ્રાપ્તિ, મટિરિયલ મેનેજમેન્ટ, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર
અને ક્લાઉડ માઈગ્રેશન. એર ઈન્ડિયાના ડિજિટલ અને ટેક્નોલોજી લેન્ડસ્કેપના આધુનિકીકરણથી લો-કોસ્ટ કેરિયર્સ સહિત તમામ ગ્રુપ એરલાઈન્સને પણ ફાયદો થશે. કોમન પ્લેટફોર્મ અને વહેંચાયેલ વર્લ્ડ ક્લાસ ટીમ દ્વારા સંચાલિત તમામ ગ્રુપ એરલાઇન્સમાં ઇકોનોમીઝ-ઓફ-સ્કેલ અને ઇકોનોમીઝ-ઓફ- લર્નિંગમાંથી લાભ મેળવવા માટે ફુલ-સર્વિસ અને લો-કોસ્ટ સેગમેન્ટમાં કોમન સિસ્ટમ્સ રાખવા પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે.
હવામાન વિભાગે 28 ફેબ્રુઆરીએ જ દહેરાદૂન, ટિહરી, પૌરી, હરિદ્વાર, નૈનિતાલ, અલ્મોરા, ચંપાવત અને ઉધમ સિંહ નગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે અને આ માટે આ જિલ્લાઓમાં પીળો ચેતવણી જારી કરવામાં આવી છે.
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે મંગળવારે એક મોટી જાહેરાત કરી છે. તેમણે માહિતી આપી છે કે વર્ષ 2028 માં સિંહસ્થ કુંભ મેળા પહેલા, રાજ્ય સરકાર ધાર્મિક નગરી ઉજ્જૈનમાં એક આધ્યાત્મિક નગરી સ્થાપિત કરવાની યોજના બનાવી રહી છે.
મધ્યપ્રદેશના જબલપુરમાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં છ લોકોના મોત થયા છે. બધા લોકો પ્રયાગરાજના મહાકુંભમાં સ્નાન કરીને પાછા ફરી રહ્યા હતા. આ અકસ્માતમાં ઘણા લોકો ઘાયલ થયા છે.