અકુમ્સ ડ્રગ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડનો આઈપીઓ 30 જુલાઈ, 2024ના રોજ ખૂલશે
અકુમ્સ ડ્રગ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ (“AKUMS” અથવા “The Company”) મંગળવાર, 30 જુલાઈ, 2024ના રોજ તેના ઇક્વિટી શેર્સના આઈપીઓ માટે (“ઓફર”) બિડ/ઓફર કરવા માટેના સમયગાળાનો પ્રારંભ કરશે.
અમદાવાદ – અકુમ્સ ડ્રગ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ (“AKUMS” અથવા “The Company”) મંગળવાર, 30 જુલાઈ, 2024ના રોજ તેના ઇક્વિટી શેર્સના આઈપીઓ માટે (“ઓફર”) બિડ/ઓફર કરવા માટેના સમયગાળાનો પ્રારંભ કરશે
આ ઓફરમાં કંપની દ્વારા રૂ. 6,800 મિલિયન સુધીના મૂલ્યના ઇક્વિટી શેર્સની (પ્રત્યેક રૂ. 2ની ફેસ વેલ્યુના) એટલાની જ સંખ્યાના ફ્રેશ ઇશ્યૂ (“ફ્રેશ ઇશ્યૂ”) તથા કંપની દ્વારા કેટલાક હાલના શેરધારકો (“સેલિંગ શેરધારકો”) દ્વારા 17,330,435 ઈક્વિટી શેર્સ સુધીના વેચાણ માટેની ઓફર (“ઓફર કરેલા શેર્સ”)નો સમાવેશ થાય છે. ઓફર કરેલા શેર્સમાં સંજીવ જૈન દ્વારા 15,12,000 ઇક્વિટી શેર્સ, સંદીપ જૈન દ્વારા 1,512,000 ઇક્વિટી શેર્સ, (સામૂહિક રીતે, “પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર્સ”) અને રૂબી ક્યુસી ઇન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ્સ પીટીઈ લિમિટેડ (“રૂબી ક્યુસી” અથવા “ઇન્વેસ્ટર સેલિંગ શેરહોલ્ડર”) દ્વારા 1,43,06,435 ઇક્વિટી શેર્સ સુધીનો સમાવેશ થાય છે (વેચાણકર્તા શેરધારકો દ્વારા ઇક્વિટી શેરના વેચાણ માટેની આવી ઓફર, “વેચાણ માટેની ઓફર”). રૂબી ક્યુસીને એશિયામાં એક અગ્રણી હેલ્થકેર કેન્દ્રિત ખાનગી ઇક્વિટી ફંડ ક્વાડ્રિયા કેપિટલનું સમર્થન છે.
આ ઓફરમાં લાયક કર્મચારીઓ દ્વારા સબ્સ્ક્રીપ્શન માટે રૂ. 150.00 મિલિયન (રૂ. 15.00 કરોડ) સુધીના ઇક્વિટી શેર્સની સંખ્યા સુધીના રિઝર્વેશનનો સમાવેશ થાય છે. (“એમ્પ્લોઇ રિઝર્વેશન પોર્શન”). એન્કર ઇન્વેસ્ટર બિડ/ઓફર સોમવાર, 29 જુલાઈ, 2024ના રોજ ખૂલશે અને તે દિવસે બંધ થશે. બિડ/ઓફર સબ્સ્ક્રીપ્શન માટેના સમયગાળા હેઠળ મંગળવાર, 30 જુલાઈ, 2024ના રોજ ખૂલશે અને ગુરુવાર, 1 ઓગસ્ટ, 2024ના રોજ બંધ થશે (“બિડ વિગતો”).
ઓફરનો પ્રાઇસ બેન્ડ રૂ. 646થી રૂ. 679 પ્રતિ ઇક્વિટી શેર (“પ્રાઈસ બેન્ડ”) નક્કી કરવામાં આવ્યો છે.
બિડ ઓછામાં ઓછા 22 ઇક્વિટી શેર માટે અને ત્યારબાદ 22 ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકાય છે (“લઘુત્તમ બિડ લોટ”). કંપની (1) કંપનીના દેવાની ચૂકવણી/પૂર્વચૂકવણી માટે (2) તેની પેટાકંપનીઓ એટલે કે મેક્સક્યુર ન્યુટ્રાવેદિક્સ લિમિટેડ અને પ્યોર એન્ડ ક્યોર હેલ્થકેર પ્રાઈવેટ લિમિટેડના દેવાની ચૂકવણી/પૂર્વચૂકવણી (3)કંપનીની કાર્યકારી મૂડીની વધારાની જરૂરિયાતોને ભંડોળ પૂરું પાડવા (4) એક્વિઝિશન દ્વારા ઇનઓર્ગેનિક ગ્રોથ પહેલ આદરવા અને (4) સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કંપની દ્વારા ઈક્વિટી શેરના ફ્રેશ ઇશ્યૂમાંથી મળેલી ચોખ્ખી આવકનો ઉપયોગ કરવાની દરખાસ્ત કરે છે (“ઓફરનો હેતુ”). આ ઇક્વિટી શેર 24 જુલાઈ, 2024ના રોજ નવી દિલ્હી ખાતે રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ, દિલ્હી અને હરિયાણામાં ફાઈલ કરાયેલ કંપનીના રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દ્વારા ઓફર કરવામાં આવે છે. (“આરએચપી”). રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દ્વારા ઓફર કરવામાં આવનાર ઇક્વિટી શેરને બીએસઈ લિમિટેડ (“બીએસઈ”) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ (બીએસઈની સાથે “એનએસઈ”, “સ્ટોક એક્સચેન્જ”) જેવા સ્ટોક એક્સચેન્જીસમાં લિસ્ટ કરવાની દરખાસ્ત છે. ઓફરના હેતુઓ માટે, એનએસઈ એ નિયુક્ત સ્ટોક એક્સચેન્જ છે.
સપ્તાહના અંતિમ દિવસે બજાર લીલા રંગમાં ખુલ્યું હતું. BSE સેન્સેક્સ 193.95 પોઈન્ટના વધારા સાથે 77,349.74 પોઈન્ટ પર અને નિફ્ટી 50 પણ 61.90 પોઈન્ટના વધારા સાથે 23,411.80 પોઈન્ટ પર ખુલ્યો હતો.
બ્લેક ડાયમંડ એપલ એકદમ દુર્લભ છે અને દરેક જગ્યાએ તેની ખેતી કરી શકાતી નથી. આ સફરજનને ઠંડા અને પર્વતીય વિસ્તારની જરૂર છે. ઉપરાંત, મર્યાદિત ઉત્પાદનને કારણે, બ્લેક ડાયમંડ એપલ ખૂબ મોંઘા છે.
યુઝર-ફ્રેન્ડલી ઇન્ટરફેસ અને ફંક્શનાલિટીના લીધે એન્ડ્રોઇડ પર નોંધપાત્ર 4.7 રેટિંગ અને આઈઓએસ પર 4.6 રેટિંગ મળ્યા.