નર્મદા જિલ્લાના ૬૦ ગામોમાં પાત્રતા ધરાવતા તમામ લાભાર્થીઓને મળ્યા આયુષ્યમાન કાર્ડ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી નર્મદા જિલ્લાના ગામેગામ પરિભ્રમણ કરી રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા સાથે જરૂરતમંદ નાગરિકોને વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો પણ મળી રહ્યા છે.સંકલ્પ યાત્રા દરમિયાન આરોગ્ય તંત્ર દ્વારા કુલ ૬૮૪૦ નવા આયુષ્યમાન કાર્ડ બનાવી સ્થળ ઉપર જ વિતરણ કરાયા.
રાજપીપલા : વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી નર્મદા જિલ્લાના ગામેગામ પરિભ્રમણ કરી રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા સાથે જરૂરતમંદ નાગરિકોને વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો પણ મળી રહ્યા છે. નર્મદા જિલ્લામાં અત્યાર સુધીમાં ૬૬ ગામોમાં
વિકસિત ભારત સંકલ્પ યાત્રા ફરી તેમાં ૬૦ ગામોના પાત્રતા ધરાવતા તમામ લાભાર્થીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આવરી લઇ આયુષ્યમાન કાર્ડ કાઢી આપ્યા છે. આ ૬૦ ગામોમાં આયુષ્યમાન કાર્ડ યોજનાને સેચ્યુરેશન પોઈન્ટ ઉપર લઇ જઇને વડાપ્રધાનશ્રીની સંકલ્પના સાકાર કરવામાં આવી છે.
જિલ્લા વહીવટી તંત્ર પાસેથી ઉપલબ્ધ થયેલી વિગતો મુજબ વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમ્યાન કુલ ૬૮૪૦ નવા આયુષ્યમાન કાર્ડ બનાવી સ્થળ ઉપર જ વિતરણ કરવામાં આવ્યા છે તેની સાથે યોજાતા આરોગ્ય કેમ્પનો ૧૪૧૭૧ લાભાર્થીઓએ લાભ લીધો છે. સાથેસાથે ૯૭૯૮ દર્દીઓની ટીબી તપાસ તથા ૪૭૧૬ દર્દીઓની સિકલસેલ એનેમિયાની તપાસ કરવામાં આવી છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર ઉપરથી સંકલ્પ જાહેર કર્યો હતો કે સરકારની તમામ કલ્યાણકારી યોજનાનો લાભ પાત્રતા ધરાવતા તમામ લાભાર્થીઓને મળે એવા પ્રયાસો કરવામાં આવશે અને તે પ્રયાસોમાં નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી સેવાઆહૂતિ આપવામાં આવી રહી છે.
નર્મદા જિલ્લાના વિવિધ ગામોમાં ફરી રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન ૬૨ ગામોમાં જલ જીવન મિશન, ૬૬ ગામોમાં જનધન યોજના, ૬૬ ગામોમાં પીએમ કિસાન સમૃદ્ધિ યોજના, ૬૬ ગામોમાં જમીન રેકર્ડ ડિઝીટાઇઝેશનની સો ટકા સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. એટલે કે, આટલી યોજનાઓને આ ગામોમાં સેચ્યુરેશન પોઇન્ટ ઉપર લઇ જવામાં આવી છે.
સાથે સાથે, વિશિષ્ઠ પ્રતિભા ધરાવતા સ્થાનિક ગ્રામજનોનું સન્માન પણ કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત ૭૦ છાત્રો, ૧૮૪ મહિલા પ્રતિભાઓ, ૩૬ રમતવીરો અને ૩૧ કલાકારોનું ગ્રામજનોની ઉપસ્થિતિમાં બહુમાન કરવામાં આવ્યું છે. આમ, નર્મદા જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્ર જિલ્લા વહીવટી તંત્ર માટે જનસેવાની તક લઇ આવી છે અને તેના માધ્યમથી જનકલ્યાણની યોજનાઓનો લાભ લાભાર્થીઓને ગામે જઇ આપવામાં આવી રહ્યો છે.
13મી નવેમ્બરે યોજાયેલી વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીના પરિણામ આજે જાહેર થવાના છે. આ બેઠક માટે કુલ 10 ઉમેદવારો મેદાનમાં છે,
ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) 19 થી 25 નવેમ્બર 2024 દરમિયાન વર્લ્ડ હેરિટેજ વીકની ઉજવણી કરી રહ્યું છે,
અમદાવાદ ટૂંક સમયમાં ભારતના પ્રથમ અને સૌથી મોટા કમળના આકારના પાર્કનું ઘર બનશે, જેનું નામ લોટસ પાર્ક (ભારત નો માલા) છે,