અલને કારગિલ યુદ્ધના શહીદોને શૌર્ય વંદન કાર્યક્રમમાં સમ્માનિત કરી કૃતજ્ઞતા વ્યક્ત કરી
એલન કેરિયર ઇન્સ્ટિટ્યૂટે તેના શૌર્ય વંદન કાર્યક્રમ મારફતે 1999ના કારગિલ યુદ્ધના શહીદોને શ્રદ્ધાંજલિ આપી.
અમદાવાદ: એલન કેરિયર ઇન્સ્ટિટ્યૂટે તેના શૌર્ય વંદન કાર્યક્રમ મારફતે 1999ના કારગિલ યુદ્ધના શહીદોને શ્રદ્ધાંજલિ આપી. આ કાર્યક્રમ સિંધુ ભવન રોડ પાસે પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રેક્ષાગૃહમાં યોજાયો હતો. આ કાર્યક્રમની શોભા વધારવા એલન કેરિયર ઇન્સ્ટિટ્યૂટ પ્રાઈવેટ લિમિટેડના નિદેશક શ્રી નવિન મહેશ્વરી સાથે શ્રી પંકજ કાબરા - વાઇસ પ્રેસિડેન્ટ એસીઆઇપીએલ, શ્રી સોનલ રાજોરા - વાઇસ પ્રેસિડેન્ટ એસીઆઇપીએલ, શ્રી પંકજ બાલદી - એલન અમદાવાદના સેન્ટર હેડ, અંકિત અગ્રવાલ - એન્જિનિયરિંગ ડિવિઝનના હેડ, અમૃતાશ મુખર્જી - સેન્ટર હેડ - એલન રાજકોટ અને મુખ્ય અતિથિ કેપ્ટન યોગેન્દ્ર સિંહ યાદવ - પરમવીર ચક્રથી સન્માનિત અને નિવૃત્ત ભારતીય સૈનિક અધિકારી ની ઉપસ્થિતિ દ્વારા વધારી હતી.
કેપ્ટન યોગેન્દ્ર સિંહ યાદવે યુદ્ધભૂમિ પર પોતાના અનુભવ વિશે એક દિલને સ્પર્શી જતું ભાષણ આપ્યું, જેના કારણે ઘણી આંખોમાં આંસુ આવી ગયા અને સૌમ્યતા છવાઈ ગઈ. ત્યારબાદ શ્રી. નવિન મહેશ્વરી અને કેપ્ટન યોગેન્દ્ર સિંહ યાદવના હસ્તે કારગિલ યુદ્ધમાં પોતાના પ્રાણોની આહુતિ આપનાર સૈનિકોના પરિવારનો વિશેષ સન્માન અને શ્રદ્ધાંજલિ આપવામા આવી. નવિન મહેશ્વરીએ કહ્યું કે "ભારત અને એલન તે સૈનિકોના ખૂબ આભારી છે જેઓ અમારા માતૃભૂમિ ભારતની સૌથી વિકટ પરિસ્થિતિઓમાં સેવા કરે છે અને એલન હંમેશા તેમની સેવા માટે તત્પર છે. સૈનિકો દ્વારા સામનો કરેલ કઠિનાઈ અને તેઓ દ્વારા પાર કરેલ પડકારોથી આ યુવાઓને સફળ ડોક્ટર, એન્જિનિયર અને ઉદ્યોગસાહસિક બન્યા પછી તેમના જીવનને દેશની સેવા માટે સમર્પિત કરવાની પ્રેરણા મળવી જોઈએ."
NEET પરીક્ષા ના ટોપર વેદ પટેલ, વિધેય દવે, રીવા શાહ અને દેવાંશ જોષી અને JEE એડવાન્સ સ્ટાર પર્ફોર્મર મૃગાંગ ગોયલ (પરીક્ષા આયોજિત કરનાર સંસ્થા ની આન્સર કી આધારે) સાથે ટોપર ટોકમાં વિદ્યાર્થીઓની વાતચીત થઈ. આ ટોપરો એ NEET અને JEEની સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને કુલ અભ્યાસ માટે કેવી રીતે તૈયારી કરવી તે વિષે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું. કાર્યક્રમમાં એલેન અમદાવાદના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક અને દેશભક્તિ નૃત્ય અને સંગીત પ્રસ્તુત કરાયું.
કાર્યક્રમ પૂર્ણ થયા પછી સિંધુ ભવન રોડ કાર્યાલય એલેન - સાધ્યા એસબીઆરમાં નવિન મહેશ્વરીની ઉપસ્થિતિમાં ટેલેન્ટેક્સ 2025નું લોન્ચિંગ કરવામાં આવ્યું. ટેલેન્ટેક્સ 2025 ધોરણ 6 થી 11ના વિદ્યાર્થીઓ માટે એક રાષ્ટ્રીય સ્તરના મંચ છે જેમાં વિદ્યાર્થીઓ 250 કરોડ રૂપિયાની સ્કોલરશિપ અને કુલ 2.5 કરોડ રૂપિયાના નકદ પુરસ્કાર માટે હાજર થઈ શકે છે.
માનનીય રેલ્વે અને ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ રાજ્યમંત્રી રવનીત સિંહ બિટ્ટુએ પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝનની મુલાકાત લીધી. આ દરમિયાન તેમણે અમદાવાદ, પાલનપુર અને ગાંધીનગર કેપિટલ સ્ટેશનોનું નિરીક્ષણ કર્યું.
પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (પી.ડી.ઇ.યુ.) એ તાજેતરમાં કેમો-ઓ-ક્લેવ યુથ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું, જે એક એવો કાર્યક્રમ હતો, જેમાં વર્ષ 2015માં સ્નાતક થયેલા 2011ની બેચના નામાંકિત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને એકઠા કરવામાં આવ્યા હતા.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઔદ્યોગિક વિકાસ અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે રાજ્યની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ આપી