ડેડીયાપાડાના કણબીપીઠા ગામે બનાવેલ પ્રોટેક્શન દીવાલ ધરાશાયી થતાં ભ્રષ્ટાચારના આક્ષેપ
લાખો રૂપિયાના ખર્ચે બનાવેલ દીવાલ વરસાદના પગલે ધોવાણ થઈ જતા બાજુમાં આવેલ વિધવા મહિલાના મકાનને જોખમ વધ્યું, લોક ચર્ચા મુજબ આ પ્રોટેક્શન દીવાલ તલાટી દ્વારા જાતેજ બનાવાઇ હતી તો શું તલાટી પાસે સિવિલ એન્જીનીયરની ડીગ્રી છે ખરી?
(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના ગંગાપુર ગ્રામ પંચાયત હેઠળ આવતા કણબીપીઠા ગામે લાખો રૂપિયા ના ખર્ચે બનાવેલ પ્રોટેક્શન દીવાલ વરસાદના કારણે ધોવાણ થતા બાજુમાં જ આવેલ એક વિધવા મહિલાના મકાનને જોખમ વધી જવા પામ્યું છે. ત્યારે કહેવાય છે કે આ પ્રોટેક્શન વોલ બનાવાતી હતી ત્યારેજ વિવાદમાં રહી હતી.માટે જિલ્લા વિકાસ અધિકારી ધરાશાયી થયેલ પ્રોટેક્શન વોલ બાબતે યોગ્ય તપાસ કરી લાગતા વળગતાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરે તેવી માંગ ઉઠી છે.
નર્મદા જિલ્લામાં વિકાસના કામોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપ જિલ્લાવાસીઓ દ્વારા અવાર નાવવાર થતા હોય છે પરંતુ એ ફરિયાદો ટેબલ ઉપર મુકાતા વજન ને કારણે ક્યાંય ને ક્યાંય દબાય જાય છે, ત્યારે આવી એક ઘટના સામે આવી છે જેમાં ડેડીયાપાડા તાલુકાના ગંગાપુર ગ્રામ પંચાયત ના કણબીપીઠા ગામે બનાવેલ પ્રોટેક્શન દીવાલ ધારાશાયી થતા ફરી એકવાર ભ્રષ્ટાચાર ના આક્ષેપ થઈ રહયા છે.
દેડીયાપાડા તાલુકાના કણબીપીઠા ગામે વરસાદી પાણીથી જમીન ધોવાણ થતી બચે તે માટે બિલુબેન શિવરામભાઈના રહેણાંક ના ઘર પાસે લાખો રૂપિયા ખર્ચે પ્રોટેકશન માટેની દિવાલ બનાવવામાં આવી હતી. પરંતુ હાલમાં ગત સપ્તાહમાં પડેલા ભારે વરસાદને પગલે એ દીવાલ ધારાશાયી થતા ભ્રષ્ટાચારીઓની પોલ ખુલી જવા પામી છે.આ પ્રોટેક્શન દીવાલ એક સાઇડથી સંપૂર્ણપણે ધોવાણ થઈને જમીનદોસ્ત થયેલી જોઈ શકાય છે. તો બાકી બચેલી દીવાલ પણ ગમે ત્યારે ધારાશાયી થઈ શકે તેમ હોઈ અહીં કામચલાઉ ધોરણે તાત્કાલીક દીવાલ બનાવાય તે જરૂરી છે.
જો અહીં કામચલાઉ ધોરણે દીવાલ ન બનાવાય તો વરસાદમાં બીલુબેન નું મકાન વરસાદી પાણી માં ધોવાણ થાય અને મોટું નુકસાન થાય તેવી ભીતિ સેવાઇ રહી છે.ત્યારે મળતી માહિતી મુજબ આ પ્રોટેક્શન વોલ કહેવાય છે કે ગ્રામ પંચાયતના તલાટી એ જાતેજ બનાવી છે.જેમાં હલકી કક્ષાનું મટીરીયલ વાપરીને મોટો ભ્રષ્ટાચાર કર્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. તો બીજી બાજુ આ પ્રોટેક્શન દીવાલ બનાવવામા આવી રહી હતી ત્યારથીજ ભારે વિવાદોમાં રહી હતી. પ્રોટેક્શન દીવાલ બનાવવા માટે કહેવાય છે કે નીચે પાયો નાખ્યો જ ન હોવાના કારણે તેની મજબૂતાઈ પ્રત્યે પહેલેથીજ સવાલો ઉભા થયા હતા. સવાલ એપણ ઉભો થાય છે કે જો આ દીવાલ તલાટી દ્વારા જાતેજ બનાવવામાં આવી હોય તો શું તલાટી પાસે સિવિલ એન્જીનીયર ની ડીગ્રી હતી કે જેથી તેઓએ જાતેજ દિવાલનું બાંધકામ કર્યું..? નર્મદા જિલ્લામાં ઘણી ગ્રામ પંચાયત કચેરીઓમાં વિકાસના કામો સરપંચ અને તલાટીઓ દ્વારા જાતેજ કરવામાં આવે છે જેથી તેની બાંધકામ ની ગુણવતા સામે અનેક સવાલો પણ ઉભા થાય છે. શુ જીલ્લા વિકાસ અધિકારી દ્વારા આ બાબતે યોગ્ય તપાસ હાથ ધરી કાયદેસર કાર્યવાહી થશે ખરી ?
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.