સાવરકુંડલાના આંગણવાડી કાર્યકર અને તેડાગર કુલ.192 બહેનોની બાકી રહેતી ગ્રેચ્યુઇટીની રકમ 1.92 કરોડની ફાળવણી
ધારાસભ્ય મહેશભાઈ, તાલુકા પંચાયત પ્રમુખ જીતુભાઈ અને જિલ્લા પોગ્રામ ઓફિસર શ્રી મનીષાબેન, તાલુકા વિકાસ અધિકારી જે.ડી.વાઘાણીના વરદ હસ્તે લાભાર્થીઓને ચેક અર્પણ કરવામાં આવ્યું.
આજ રોજ આઇ.સી.ડી.એસ વિભાગ સાવરકુંડલા દ્વારા નિવૃત્ત થયેલ અને રાજીનામા આપેલ તમામ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને ગ્રેજ્યૂટી એક્ટ 1972 અંતર્ગત ચેક વિતરણ કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. આ કાર્યક્રમના અધ્યક્ષ અને સાવરકુંડલા લીલીયા મત વિસ્તારનાં માનનીય ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા સાહેબ તેમજ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી જીતુભાઈ કાછડીયાની પ્રેરક ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સાથો સાથ આ તકે અમરેલી જિલ્લા પંચાયતનાં આઇ.સી.ડી.એસ વિભાગનાં જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી મનીષાબેન મુલતાની પણ હાજર રહ્યા હતા. આ પ્રસંગે નગરપાલિકાનાં પ્રમુખ શ્રી મેહુલભાઇ ત્રિવેદી, સાવરકુંડલા શહેર ભાજપ પ્રમુખશ્રી પ્રવીણભાઈ સાવજ, જિલ્લા પંચાયતનાં સદસ્ય શ્રી લાલભાઈ મોર, શરદભાઈ ગોદાની તેમજ માજી તાલુકા પંચાયત પ્રમુખ શ્રી મનુભાઈ ડાવરા તેમજ તાલુકા પંચાયતનાં સદસ્યશ્રીઓની હાજરીમાં સમગ્ર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
કાર્યક્રમની શરૂઆત બહેનો દ્વારા સમૂહ પ્રાર્થના કરીને કરવામાં આવ્યો હતો, ત્યારબાદ મંચસ્થ તમામ મહાનુભાવોનું પુષ્પ ગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ સાવરકુંડલા ઘટક-૧-૨ નાં સી.ડી.પી.ઓ શ્રી દક્ષાબેન ભટ્ટ દ્વારા તમામ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરી આજના કાર્યક્રમનાં હેતુઓ વિશે વાત કરવામાં આવેલ હતી, ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી જીતુભાઈ કાછડીયા, જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી મનીષાબેન મુલતાની તાલુકા વિકાસ અધિકારીશ્રી જીગ્નેશભાઈનાં વદર હસ્તે પ્રતીક રૂપ બનાવેલ ચેક અર્પણ કરવામાં આવ્યું હતું તેમજ હાજર રહેલ તમામ જિલ્લા પંચાયતનાં સદસ્યશ્રીઓ અને તાલુકા પંચાયતનાં સદસ્યશ્રીઓનાં વરદ હસ્તે ગ્રેજ્યૂટી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા, આ તકે આજનાં કાર્યક્રમનાં અધ્યક્ષ અને સાવરકુંડલા લીલીયા મત વિસ્તારનાં લોક લાડીલા અને યુવા ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા દ્વારા પ્રસંગોચિત વક્તવ્ય આપવામાં આવેલ હતું જેમાં કુલ ૧૯૨ નિવૃત્ત થયેલ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને આજે ગ્રેજ્યૂટી નો ચેક અર્પણ કરવામાં આવ્યો છે જેની કુલ રકમ એક કરોડ બાણુ લાખ રૂપિયા આપવામા આવેલ છે બાકી રહેતા બહેનોને પણ દિવાળી પહેલા તેમની ગ્રેજ્યુટી ની રકમ મળી જશે તેવી ગેરંટી ધારાસભ્ય શ્રી દ્વારા આપી પોતાનું વક્તવ્ય પૂર્ણ કરેલ. કાર્યક્રમનાં અંતે આઇ.સી.ડી.એસ વિભાગ ના આંકડા મદદનીશ શ્રી ગૌરાંગભાઈ ચાંદુ દ્વારા તમામ મંચસ્થ મહાનુભાવોનો આભાર માંની કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવેલ હતો.
ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) 19 થી 25 નવેમ્બર 2024 દરમિયાન વર્લ્ડ હેરિટેજ વીકની ઉજવણી કરી રહ્યું છે,
અમદાવાદ ટૂંક સમયમાં ભારતના પ્રથમ અને સૌથી મોટા કમળના આકારના પાર્કનું ઘર બનશે, જેનું નામ લોટસ પાર્ક (ભારત નો માલા) છે,
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઐતિહાસિક નગર સોમનાથ ખાતે ગુજરાતની 11મી ચિંતન શિબિરનું ઉદ્ઘાટન કર્યું, તેને પ્રતિબિંબ અને પ્રગતિ માટે એક શક્તિશાળી પ્લેટફોર્મ તરીકે વર્ણવ્યું.