અલ્લુ અર્જુનની લાડલી અરહાનું ફિલ્મ શાકુંતલમ દ્વારા ધમાકેદાર ડેબ્યું
દીકરી અરહાનું જોરદાર ડેબ્યૂ જોઈને અર્જુનની છાતી ખુશીથી પહોળી થઈ ગઈ,આ રીતે ટ્વિટ કરીને પોતાની ખુશી વ્યક્ત કરી
અલ્લુ અર્જુને દક્ષિણની ફિલ્મ અભિનેત્રી સમંથા રૂથ પ્રભુને તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ શકુંતલમની રિલીઝ માટે અભિનંદન પાઠવ્યા છે. ઉપરાંત, અભિનેતાએ બેબી અરહાના ડેબ્યુ પર પ્રતિક્રિયા આપી હતી. ટોલીવુડ સુપરસ્ટાર અલ્લુ અર્જુનની પ્રિય અરહાના સામંથા રૂથ પ્રભુ અભિનીત ફિલ્મ શકુંતલમ દ્વારા ધમાકેદાર પદાર્પણ કર્યું છે.
સમંથા રૂથ પ્રભુ અને દેવ મોહન સ્ટારર ડિરેક્ટર ગુણશેખરની ફિલ્મ શકુંતલમ આખરે સિનેમાઘરોમાં આવી ગઈ છે. આ ફિલ્મની સાથે સુપરસ્ટાર અલ્લુ અર્જુનની 4 વર્ષની દીકરી અરહાએ પણ ક્યૂટ ડેબ્યૂ કર્યું છે. બેબી અરહા ફિલ્મમાં ભરતનું પાત્ર ભજવતી જોવા મળી રહી છે. લોકોને આ પાત્ર ખૂબ પસંદ આવ્યું. ટૂંકા કેમિયોમાં, બેબી અરહાએ દર્શકોના દિલ અને દિમાગમાં એક અનોખી છાપ છોડી. અલ્લુ અર્જુન પણ આ ફિલ્મની રિલીઝ બાદ મળી રહેલા સકારાત્મક પ્રતિસાદથી ખુશ છે.
ફિલ્મ રિલીઝ થયા બાદ સુપરસ્ટાર અલ્લુ અર્જુને સોશિયલ મીડિયા પર એક ટ્વીટ શેર કરી ફિલ્મની ટીમના તમામ સભ્યોને અભિનંદન પાઠવ્યા છે. અલ્લુએ અરહાના કેમિયો વિશે પણ ખુશી વ્યક્ત કરી. પુષ્પા 2 સ્ટારે ટ્વિટ કરીને લખ્યું, 'શકુંતલમની રિલીઝ માટે શુભેચ્છાઓ. આ વિશાળ પ્રોજેક્ટ બનાવવા માટે ડિરેક્ટર ગુણ શેખર, નીલિમા ગુણ અને શ્રી વેંકટેશ્વરા ક્રિએશનને મારી શુભેચ્છાઓ. મારી પ્રિય મહિલા સમન્થા રૂથ પ્રભુને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, મારા મલ્લુ ભાઈ દેવ મોહન અને સમગ્ર ટીમને અભિનંદન.
અભિનેતાએ અન્ય ટ્વિટમાં આગળ લખ્યું, 'આશા છે કે તમને બધાને લિટલ અરહાનો કેમિયો ગમ્યો હશે. ગુણશેખર ગરુનો ખાસ આભાર જેમણે તેણીનો સ્ક્રીન પર પરિચય કરાવ્યો અને તેણીની આટલી સારી કાળજી લીધી. આ ક્ષણ હંમેશા યાદ રહેશે.
દિગ્ગજ ફિલ્મ નિર્માતા, ચિત્રકાર અને પત્રકાર પ્રિતેશ નંદીની ખોટથી ફિલ્મ ઉદ્યોગ શોકમાં છે, જેનું મુંબઈમાં હૃદયરોગના હુમલાથી 73 વર્ષની વયે નિધન થયું છે.
Poonam Dhillon: 80 અને 90ના દાયકાની જાણીતી અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરમાં ચોરી થઈ હતી. ચોરે અભિનેત્રીના ઘરમાંથી હજારો રૂપિયા રોકડા, હીરાનો હાર અને કેટલીક કિંમતી વસ્તુઓની ચોરી કરી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.
પ્રસિદ્ધ ગાયક-રેપર યો યો હની સિંહે તાજેતરમાં પાકિસ્તાની ગાયક-અભિનેતા આતિફ અસલમ સાથે હૃદયસ્પર્શી મુલાકાત કરી હતી, જેમને તેમણે તેમના "સરહદ ભાઈ" તરીકે ઓળખાવ્યા હતા