એમેઝોને ગુજરાતથી નિકાસને વેગ આપવા માટે 'ઈડીઆઈઆઈ' તથા ગુજરાત સરકાર સાથે ભાગીદારી કરી
એમઓયુનો ઉદ્દેશ એમએસએમઈને ઈ-કોમર્સ નિકાસની તકો અંગે શિક્ષિત કરવાનો, તેમને વૈશ્વિક બજારોમાં પ્રવેશ આપવાનો, અને સફળ વૈશ્વિક બ્રાન્ડ્સ બનાવવા માટે તેમને જ્ઞાન, સાધનો અને નેટવર્કિંગ તકોથી સજ્જ કરવાનો છે. ગુજરાતના નિકાસકારો એમેઝોનના ઈકોમર્સ નિકાસ કાર્યક્રમનો લાભ ઉઠાવી રહ્યા છે જેથી તેઓ વૈશ્વિક સ્તરે ગ્રાહકોને વસ્ત્રો અને કાપડ, બ્યૂટી પ્રોડક્ટ્સ, કરિયાણા અને કિચન પ્રોડક્ટ્સ વગેરે જેવી પ્રોડક્ટ્સ વેચી શકે.
નેશનલ હેન્ડલૂમ ડે નિમિત્તે, એમેઝોન ઈન્ડિયાએ આજે ઈ- કોમર્સ નિકાસને વધારવામાં મદદ કરવા માટે આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (ઈડીઆઈઆઈ) અને ગુજરાત સરકારના કુટિર અને ગ્રામીણ ઉદ્યોગ વિભાગ સાથે સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા છે. વડોદરાના અકોટા સ્ટેડિયમમાં સ્ટેટ ક્રાફ્ટ્સ એવોર્ડ્સ સેરેમની અને ઓડીઓપી એક્ઝિબિશન ખાતે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા જેમાં રાજ્યના ઉદ્યોગ, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ, કુટિર, ખાદી અને ગ્રામીણ ઉદ્યોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર બાબતોના માનનીય પ્રધાન શ્રી બળવંતસિંહ રાજપૂત, સહકાર, મીઠા ઉદ્યોગ, પ્રિન્ટીંગ અને સ્ટેશનરી, પ્રોટોકોલ (બધા સ્વતંત્ર ચાર્જ), સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો, કુટિર, ખાદી અને ગ્રામીણ ઉદ્યોગો, નાગરિક ઉડ્ડયન બાબતોના રાજ્યકક્ષાના માનનીય પ્રધાન શ્રી જગદીશ વિશ્વકર્મા, કુટિર અને ગ્રામીણ ઉદ્યોગ સચિવ અને કમિશ્નર શ્રી પ્રવીણ સોલંકી સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
એમઓયુના ભાગરૂપે, એમેઝોન ગ્લોબલ સેલિંગ નામના એમેઝોનના ઈકોમર્સ નિકાસ કાર્યક્રમ પર ગુજરાતના વણકર અને કારીગરો તેમજ અન્ય સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો
(એમએસએમઈ) ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે. આનાથી તેઓ 200થી વધુ દેશો અને પ્રદેશોમાં એમેઝોનના કરોડો ગ્રાહકોને તેમની અનન્ય ‘મેડ ઇન ઇન્ડિયા’ પ્રોડક્ટ્સ વેચી શકશે. કુટિર અને
ગ્રામીણ ઉદ્યોગ વિભાગ હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટ સેક્ટરમાં ગુજરાતમાંથી 1,000થી વધુ એમએસએમઈની ઓળખ કરશે, જેઓ નિકાસ દ્વારા તેમના વ્યવસાયને વધારવામાં રસ ધરાવે
છે અને તેમને વર્કશોપ અને તાલીમ કાર્યક્રમોમાં હાજરી આપવા સક્ષમ બનાવશે. એમેઝોન અને ઈડીઆઈઆઈ સમગ્ર રાજ્યમાંથી એમએસએમઈ માટે બીટુસી ઈ-કોમર્સ નિકાસ પર ટ્રેનિંગ
સેશન્સ, વર્કશોપ અને અવેરનેસ સેશન્સ યોજશે.
આ સેશન્સ એમએસએમઈને 18થી વધુ એમેઝોન ગ્લોબલ માર્કેટપ્લેસ પર વેચવા માટે તેમની પ્રોડક્ટ્સનું રજિસ્ટ્રેશન અને લિસ્ટિંગ કેવી રીતે કરવું તથા નિકાસોને સરળ બનાવવા માટેના
ટૂલ્સ વિશે શીખવાડશે. આ સેશન્સ વ્યક્તિગત વર્કશોપ અને ઓનલાઈન વેબિનર્સના મિશ્રણ દ્વારા હાથ ધરવામાં આવશે. એમેઝોન ઈડીઆઈઆઈ અને ગુજરાત સરકાર વચ્ચેનો આ
સહયોગ એમએસએમઈ માટે સમાન વિચારધારા ધરાવતા વ્યક્તિઓ, માર્ગદર્શકો અને ઉદ્યોગ નિષ્ણાંતો સાથે નેટવર્કિંગની તકો પૂરી પાડીને સહાયક સમુદાયને પ્રોત્સાહન આપવામાં મદદ
કરશે જેથી તેઓને તેમની માર્કેટ વિઝિબિલિટી વધારવામાં મદદ મળે.
ઉદ્યોગ, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ, કુટિર, ખાદી અને ગ્રામીણ ઉદ્યોગ, નાગરિક ઉડ્ડયન,શ્રમ અને રોજગાર બાબતોના માનનીય પ્રધાન શ્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, “અમારી મુખ્ય પ્રાથમિકતાઓમાંની એક ગુજરાતમાંથી નિકાસ વધારવાની છે અને આ ભાગીદારી દ્વારા એમેઝોન સાથે, અમારું લક્ષ્ય ઇ-કોમર્સ નિકાસને સ્વીકારવા માટે ગુજરાતમાં લાખો એમએસએમઈને સશક્ત બનાવવાનું છે. તે તેમને એમેઝોનની વૈશ્વિક હાજરીનો લાભ ઉઠાવવામાં મદદ કરશે જેથી તેઓ વિશ્વભરના ગ્રાહકોને તેમની પ્રોડક્ટ્સનું પ્રદર્શિત કરી શકે.
એમએસએમઈ તેમની સ્થાનિક પ્રોડક્ટ્સને વૈશ્વિક ગ્રાહકો સુધી લઈ જવાથી સ્થાનિક અર્થતંત્રને ટેકો આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે અને રાજ્યની સંસ્કૃતિ તથા વારસો તેમજ અમારી
ઉત્પાદન અને નવીનતા ક્ષમતાઓને પ્રદર્શિત કરશે.” સહકાર, મીઠા ઉદ્યોગ, પ્રિન્ટિંગ અને સ્ટેશનરી, પ્રોટોકોલ, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ, કુટિર, ખાદી અને ગ્રામીણ ઉદ્યોગ, નાગરિક ઉડ્ડયન બાબતોના માનનીય રાજ્યકક્ષાના પ્રધાન શ્રી. જગદીશ વિશ્વકર્માએ (પંચાલ) જણાવ્યું હતું કે, “એમેઝોન સાથેનો આ સહયોગ સંસ્કૃતિ, ટેકનોલોજી અને અર્થતંત્રનું એક મહાન સંકલન છે. અમારી સૌથી મોટી પ્રાથમિકતાઓમાંની એક ગુજરાતમાંથી નિકાસને વેગ આપવાની છે અને એમેઝોન ગ્લોબલ સેલિંગ, એમએસએમઈ અને ગુજરાતના વણકરો અને કારીગરો સાથે કામ કરીને અમે વિશ્વભરના ગ્રાહકોને તેમની પ્રોડક્ટ્સ પ્રદર્શિત કરી શકીશું.
એમેઝોન ઈન્ડિયા ખાતે ગ્લોબલ ટ્રેડના ડાયરેક્ટર ભૂપેન વાકણકરે જણાવ્યું હતું કે, “આ સહયોગ એ લાખો એમએસએમઈ અને રાજ્યભરના વણકર અને કારીગરોને ઈ-કોમર્સ નિકાસ દ્વારા વૈશ્વિક સ્તરે તેમનો વ્યવસાય વધારવામાં મદદ કરવા માટેનું એક મુખ્ય પગલું છે. એમેઝોન ગ્લોબલ સેલિંગ પર ગુજરાત પહેલેથી જ ટોચના નિકાસ કરનારા રાજ્યોમાંનું એક છે અને
રાજ્યભરમાં મોટા અને નાના શહેરોમાં 12,000 નિકાસકારો ધરાવે છે. અમે એપેરલ, બ્યુટી, કન્ઝ્યુમેબલ્સ, જેમ્સ એન્ડ જ્વેલરી તેમજ સુરતની ઝરી ક્રાફ્ટ, કચ્છ એમ્બ્રોઈડરી અને પિથોરા
પેઈન્ટિંગ્સ જેવી જીઆઈ-ટેગવાળી પ્રોડક્ટ્સ જેવી કેટેગરીમાં પ્રોડક્ટ્સની નિકાસને વધારવાની મજબૂત સંભાવના જોઈ રહ્યા છીએ. કાર્યક્રમમાં રાજ્યમાંથી 12000થી વધુ નિકાસકારો સાથે
એમેઝોન ગ્લોબલ સેલિંગ માટે ગુજરાત મુખ્ય બજાર છે. અમારી સાથે સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ, આણંદ, ગાંધીનગર, ભાવનગર, વલસાડ, પોરબંદર વગેરે શહેરોમાંથી ઘણા
બધા નિકાસકારો અમારી સાથે જોડાઈ રહ્યા છે. એકંદરે, એમેઝોન ગ્લોબલ સેલિંગ પર ગુજરાતમાંથી નિકાસકારોની સંખ્યા ગત સરખામણીમાં 50% વધી છે. વર્ષ અમે 2015માં
ભારતમાં અમેઝોન ગ્લોબલ સેલિંગ પ્રોગ્રામ શરૂ કર્યો હતો જેથી કરીને અમારા વૈશ્વિક લોજિસ્ટિક્સ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના લાભો સમગ્ર ભારતમાં નાના વ્યવસાયો સુધી પહોંચાડી શકાય
અને તેમને વિશ્વના કોઈપણ ભાગમાં ગ્રાહકો સુધી પહોંચવામાં મદદ કરી શકાય. આજે, આ કાર્યક્રમ ભારતભરના 200થી વધુ શહેરોમાંથી 1.25 લાખ નિકાસકારો સુધી પહોંચી ગયો છે, જે
એમેઝોનના 18 વૈશ્વિક બજારો/વેબસાઇટ્સ દ્વારા 200થી વધુ દેશો અને પ્રદેશોમાં ગ્રાહકોને કરોડો મેડ ઇન ઇન્ડિયા પ્રોડક્ટ્સનું પ્રદર્શન કરે છે. સાથે મળીને, તેઓ લગભગ 8 અબજ
ડોલરની કિંમતના મેડ ઇન ઇન્ડિયા માલની નિકાસ કરી ચૂક્યા છે.”
આંત્રપ્રિન્યોરશીપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (ઇડીઆઇઆઇ)ના ડાયરેક્ટર જનરલ ડો. સુનિલ શુક્લાએ કહ્યું હતું કે, અમારું ધ્યાન નાના વ્યવસાયોને યોગ્ય કૌશલ્ય સેટ્સ અને
તાલીમ સાથે સક્ષમ બનાવવા પર છે તેમજ તેમના માટે સમાન વિચારો ધરાવતા લોકો તથા અને ઉદ્યોગ નિષ્ણાંતો પાસેથી શીખવા માટે નેટવર્કિંગ ફોરમ બનાવવા પર છે. અમે દ્રઢપણે
માનીએ છીએ કે એમેઝોન અને ગુજરાત સરકાર સાથેનો આ સહયોગ ગુજરાતના એમએસએમઈને વિશ્વભરના ગ્રાહકો સમક્ષ તેમની ઉદ્યોગસાહસિકતા અને કુશળતા દર્શાવવાની એક મોટી તક પૂરી પાડશે.
સોમવારે, સેન્સેક્સની 30 માંથી 20 કંપનીઓના શેર વધારા સાથે લીલા રંગમાં બંધ થયા હતા અને 10 કંપનીઓના શેર નુકસાન સાથે લાલ રંગમાં બંધ થયા હતા. બીજી તરફ, નિફ્ટી ૫૦ ની ૫૦ કંપનીઓમાંથી ૩૩ કંપનીઓના શેર વધારા સાથે લીલા નિશાનમાં બંધ થયા હતા અને બાકીની ૧૭ કંપનીઓના શેર નુકસાન સાથે લાલ નિશાનમાં બંધ થયા હતા.
ફેબ્રુઆરી, 2025 માં ફુગાવાનો સકારાત્મક દર મુખ્યત્વે ખાદ્ય ઉત્પાદનો, ખાદ્ય ચીજો, અન્ય ઉત્પાદન, બિન-ખાદ્ય ચીજો અને કાપડ ઉત્પાદન વગેરેના ભાવમાં વધારાને કારણે છે.
બ્રાઇટ આઉટડોર મીડિયા લિમિટેડ, (બીએસઇ – 543831) ભારતના આઉટ-ઑફ-હોમ એડવર્ટાઇઝિંગમાં અગ્રણી નામ છે, તેણે તેના સંયુક્ત સાહસ ભાગીદાર સાથે મળીને મુંબઈમાં ત્રણ નવા ડિજિટલ એલઇડી બિલબોર્ડ લોન્ચ કર્યા છે. કુલ 1,840 ચોરસ ફૂટ નવી આઉટ-ઑફ-હોમ એડવર્ટાઇઝિંગ જગ્યા ઉમેરવામાં આવી રહી છે.