એમેઝોને ભારતમાં પોતાની પ્રતિબદ્ધતાને મજબૂત કરી
એમએસએમઈ નિકાસકારો માટે ક્રોસ બોર્ડર લોજિસ્ટિક્સને સરળ બનાવવા માટે ઈન્ડિયા પોસ્ટ સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા, ગ્રાહકોને સેલર્સના ઓર્ડરની ઝડપી ડિલિવરી માટે ભારતીય રેલ્વેની સમર્પિત ફ્રેઈટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (ડીએફસી) સાથે ભાગીદારી કરનાર પ્રથમ ઈકોમર્સ કંપની બની, એમએસએમઈ માટે ઈકોમર્સ અપનાવવાના અવરોધોને તોડી પાડવા માટે જનરેટિવ એઆઈ સંચાલિત પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ 'એમેઝોન સહ-એઆઈ' રજૂ કરશે.
31 ઓગસ્ટ, નવી દિલ્હી: “અમે ભારતીય બજારમાં વૃદ્ધિ અને લાંબા ગાળાની સંભવિતતા તથા ભારતમાં લાખો ગ્રાહકો અને વિક્રેતાઓને સેવા આપવાની તક વિશે ઉત્સાહિત છીએ. અમે તાજેતરમાં જ વર્ષ 2030 સુધીમાં અમારા તમામ વ્યવસાયોમાં ભારતમાં 15 અબજ ડોલરના વધારાના રોકાણની જાહેરાત કરી હતી અને અમે 21મી સદીમાં ભારતના વિકાસમાં ભાગીદાર બનવાનું ચાલુ રાખીશું”, એમ આજે નવી દિલ્હીમાં એમેઝોન સંભવ સમિટની ચોથી આવૃત્તિમાં ભારત અંગેના એમેઝોનના ભાવિ દ્રષ્ટિકોણને રજૂ કરતી વખતે એમેઝોનના એસવીપી-ઈન્ડિયા એન્ડ ઈમર્જિંગ માર્કેટ્સ અમિત અગ્રવાલે જણાવ્યું હતું. એમેઝોન સંભવ એ એમેઝોન દ્વારા આયોજિત વાર્ષિક થોટ લીડરશિપ સમિટ છે જે નીતિ ઘડનારાઓ, ઉદ્યોગ અગ્રણીઓ, સ્ટાર્ટઅપ્સ અને એમેઝોન નેતૃત્વને ડિજિટલ ઈન્ડિયા માટે અનંત શક્યતાઓને અનલોક કરવા શ્રેષ્ઠ માર્ગો પર ચર્ચાઓને પ્રોત્સાહન આપવા માટે એકસાથે લાવે છે.
આ કાર્યક્રમમાં, એમેઝોને ભારતની ડિજિટલ ઈકોનોમી અને નિકાસને વેગ આપવા માટે તેની ભારત પ્રત્યેની પ્રતિબદ્ધતાઓને અનુરૂપ શ્રેણીબદ્ધ નવી પહેલની જાહેરાત કરી હતી. ભારતની લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેઈન ઈન્ફ્રાસ્ટ્રક્ચરની કરોડરજ્જુ - ઈન્ડિયા પોસ્ટ અને ઈન્ડિયન રેલ્વે સાથેના તેના લાંબા સમયથી જોડાયેલા જોડાણને વધુ ગાઢ બનાવતા કંપનીએ ઈન્ડિયા પોસ્ટ સાથે ઈન્ટિગ્રેટેડ ક્રોસ બોર્ડર લોજિસ્ટિક્સ સોલ્યુશન માટે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા જે સમગ્ર દેશમાં લાખો સૂક્ષ્મ, નાના અને મધ્યમ સાહસો (એમએસએમઈ) સુધી ઈકોમર્સ નિકાસની તકને વિસ્તૃત કરશે.
વધુમાં, એમેઝોન ભારતીય રેલ્વેના ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (ડીએફસી) સાથે જોડાઈ રહ્યું છે જેથી તેના વિક્રેતા સમગ્ર ભારતમાં તેમના ગ્રાહકોને ઝડપથી ડિલિવરી કરી શકે. આનાથી એમેઝોન ભારતમાં ફ્રેઈટ રેલવે રૂટ્સ દ્વારા ગ્રાહકના પેકેજીસ મોકલવા માટે ડીએફસીનો લાભ લેનાર ભારતની પ્રથમ ઈ-કોમર્સ કંપની બની છે. એમેઝોને એવી પણ જાહેરાત કરી હતી કે તે ‘એમેઝોન સહ-એઆઈ’ નામનું વિક્રેતાઓ માટે તેના પ્રકારનું પ્રથમ જનરેટિવ એઆઈ આધારિત પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ રજૂ કરશે અને મલ્ટી-ચેનલ ફુલફિલમેન્ટ ક્ષમતાઓ થકી સમગ્ર ભારતમાં ડાયરેક્ટ-ટુ-કન્ઝ્યુમર (ડીટુસી) તેની લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેઈન ક્ષમતાઓ શરૂ કરી હતી. આનાથી નાના વ્યવસાયો અને ડીટુસી બ્રાન્ડ્સ માટે તેમના એમેઝોન અને એમેઝોનથી બહારના તમામ વ્યવસાયો માટે એક જ જગ્યાએ તેમની તમામ ઈન્વેન્ટરી અને ઓર્ડરની
કામગીરીનું સંચાલન કરવાની સંભાવનાઓ ખૂલશે.
ઈન્ડિયા પોસ્ટ અને એમેઝોને સંભવ 2023 ખાતે સ્મૃતિરૂપે પોસ્ટલ સ્ટેમ્પનું અનાવરણ કર્યું હતું. આ સ્ટેમ્પ ભારતમાં 100% સેવાયોગ્ય પિન કોડમાં ગ્રાહકો સુધી પહોંચવા માટે એમેઝોન અને ઈન્ડિયા પોસ્ટ વચ્ચેની દાયકા લાંબી ભાગીદારીની ઊજવણી કરે છે. તે વિવિધ પરિવહન મોડ્સ દર્શાવે છે જેનો ઉપયોગ એમેઝોન તેના માર્કેટપ્લેસ પરના વેચાણકર્તાઓ પાસેથી સમગ્ર ભારતમાં તેના ગ્રાહકોને પ્રોડક્ટ્સ મોકલવા માટે કરે છે.
“હું સંભવ 2023 માટે એમેઝોનને અભિનંદન આપું છું. 10 મિલિયન એમએસએમઈને ડિજિટાઇઝ કરવા, 2 મિલિયન નોકરીઓ સક્ષમ કરવા અને
2025 સુધીમાં ભારતમાંથી 20 અબજ ડોલરની ઇ-કોમર્સ નિકાસ કરવા માટે એમેઝોનની પ્રતિબદ્ધતા વિશે જાણીને મને આનંદ થાય છે. સમગ્ર ભારતમાં લાખો નાના વ્યવસાયો માટે, ડિજિટલાઇઝેશન આર્થિક વૃદ્ધિ, વ્યાપક ગ્રાહક પહોંચ, ઓછો માર્કેટિંગ અને વિતરણ ખર્ચ અને વિદેશી બજારોમાં પ્રવેશ પ્રદાન કરી શકે છે” એમ ભારત સરકારના કર્મચારીઓ, જાહેર ફરિયાદ અને પેન્શન, મંત્રાલય, એટમિક એનર્જી વિભાગ, અવકાશ વિભાગના વડાપ્રધાન કચેરીમાં રાજ્યકક્ષાના પ્રધાન, કેન્દ્રીય રાજ્યપ્રધાન (સ્વતંત્ર હવાલો) ડો. જીતેન્દ્ર સિંહે જણાવ્યું હતું.
એમેઝોન ઈન્ડિયાના ઈન્ડિયા કન્ઝ્યુમર બિઝનેસ કન્ટ્રી મેનેજર મનીષ તિવારીએ જણાવ્યું હતું કે “અમે 10 મિલિયન એમએસએમઈને ડિજિટાઈઝ કરવા, 20 અબજ ડોલરની સંચિત નિકાસને સક્ષમ કરવા અને ભારતમાં 20 લાખ પ્રત્યક્ષ અને પરોક્ષ નોકરીઓનું સર્જન કરવા માટેના અમારા ભારતના સંકલ્પો પૂરા કરવાની નજીક જઈએ છીએ, ત્યારે અમે ભારતમાં લાંબા ગાળાની તકો માટે ઉત્સાહિત છીએ. અમે ફિઝિકલ અને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં લાંબા ગાળાનું રોકાણ કરવા અને ગ્રાહકોને સેવા આપવા માટે અત્યાધુનિક ટેકનોલોજી સોલ્યુશન્સ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે અમે ભારતીય વ્યવસાયોને ભારતમાં અને વૈશ્વિક સ્તરે સ્કેલ અને વૃદ્ધિ માટે સક્ષમ બનાવીએ છીએ, અને તે પ્રકારે ભારતના વધતા ડિજિટલ
અર્થતંત્રમાં યોગદાન આપીએ છીએ.”
ઈન્ડિયા પોસ્ટની દેશવ્યાપી પહોંચ, તેમના ડાક નિર્યાત કેન્દ્રો અને ટેક્નોલોજી, લોજિસ્ટિક્સ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં એમેઝોનના રોકાણને સંયોજિત કરવાથી નિકાસની તકનો લાભ લેવા માટે ભારતીય સાહસિકો માટે પ્રવેશ અવરોધને ઓછો થશે. આ જોડાણ વિશ્વભરના ગ્રાહકોને સીધું શિપિંગ કરતા ભારતીય નિકાસકારો માટે ક્રોસ બોર્ડર લોજિસ્ટિક્સ અને અનુપાલનને સરળ બનાવશે. એમેઝોનના ગ્લોબલ સેલિંગ પ્રોગ્રામ પર ભારતીય નિકાસકારો તેમના શિપમેન્ટ બુક કરી શકશે, શિપિંગ લેબલ પ્રિન્ટ કરી શકશે અને તેમના વિક્રેતા સેન્ટ્રલ અકાઉન્ટમાંથી સીધા જ શિપિંગ માટે ચૂકવણી કરી શકશે. તેઓ આ શિપમેન્ટને સમગ્ર ભારતમાં 100થી વધુ ડાક નિર્યાત કેન્દ્રો પર ડ્રોપ કરી શકશે, જ્યાંથી કન્સાઇનમેન્ટ્સ વિદેશી ગ્રાહકોને નિકાસ કરવામાં આવશે. પોસ્ટલ સર્વિસ બોર્ડના ચેરમેન તથા પોસ્ટ વિભાગના સચિવ શ્રી વિનીત પાંડેએ જણાવ્યું હતું કે, “ઇન્ડિયા પોસ્ટના ડાક નિર્યાત કેન્દ્રો સમગ્ર ભારતમાં નાના વ્યવસાયોને સશક્ત કરવા અને ભારતની એકંદર નિકાસમાં તેમનો હિસ્સો વધારવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે. ઈકોમર્સ નિકાસની તકનો લાભ ઉઠાવવા લાખો ભારતીય નાના ઉદ્યોગો માટે પ્રવેશ અવરોધ ઘટાડવા એમેઝોન સાથે કામ કરવામાં અમને આનંદ થાય છે.”
એમેઝોન ઈન્ડિયા ગ્રાહક પેકેજોની ઝડપી અવરજવર માટે ભારતીય રેલવેના ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (ડીએફસી) સાથે જોડાણ કરે છે.
એમેઝોન ઈન્ડિયાનું ડીએફસી સાથેનું જોડાણ પરિવહનના વધુ ટકાઉ મોડ અને ગ્રાહક પેકેજોની ઝડપી અને વિશ્વસનીય ડિલિવરી સક્ષમ કરશે. એમેઝોન ઇન્ડિયાએ ડીએફસી સાથે 659 કિલોમીટર લાંબા રેવાડી-પાલનપુર (હરિયાણા-ગુજરાત) રૂટ પર કામગીરી શરૂ કરી દીધી છે. આગામી કેટલાક વર્ષોમાં જેમ જેમ ડીએફસી નેટવર્ક વિસ્તરશે તેમ એમેઝોન ઈન્ડિયા નવા નૂર રેલ્વે માર્ગો અને ડીએફસીની ક્ષમતાઓને ઉમેરશે અને તેનો ઉપયોગ કરશે. ભારતીય રેલ્વેએ હાલના રેલ નેટવર્કની ભીડ ઘટાડવા, માલવાહક ટ્રેનોની સરેરાશ ઝડપ વધારવા, ભારે અંતરની ટ્રેનોના સંચાલનને સક્ષમ કરવા, નૂરની ઝડપી અવરજવર માટે હાલના બંદરો અને ઔદ્યોગિક વિસ્તારોને જોડવા અને લોજિસ્ટિક્સની એકંદર કિંમત ઘટાડવા માટે ડીએફસીની સ્થાપના કરી છે. ભારતીય રેલ્વેના રેલ્વે બોર્ડના ઓપરેશન્સ એન્ડ બિઝનેસ ડેવલપમેન્ટ મેમ્બર સુશ્રી જયા વર્મા સિંહાએ જણાવ્યું હતું કે “સમર્પિત ફ્રેટ કોરિડોર વધારાની ક્ષમતા બનાવવા અને કાર્યક્ષમ, વિશ્વસનીય અને સલામત ગતિશીલતા વિકલ્પોની બાંયધરી આપવા માટે રચાયેલ છે. હું એમેઝોન ઈન્ડિયાને ભારતીય રેલ્વે સાથેના તેના લાંબા સમયથી જોડાયેલા જોડાણને વધુ મજબૂત કરવા અને ડીએફસીનો ઉપયોગ કરીને ગ્રાહક પેકેજોનું પરિવહન કરનાર ભારતમાં પ્રથમ ઈ-કોમર્સ કંપની બનવા બદલ અભિનંદન પાઠવું છું. હું આશા રાખું છું અને મને અપેક્ષા છે કે એમેઝોન ઈન્ડિયા આગામી થોડા વર્ષોમાં ભારતીય રેલ્વે સાથેની તેમની ભાગીદારીમાં અનેકગણો વધારો કરશે. ડીએફસીની ઝડપી ગતિ, કાર્યક્ષમતા અને વિશ્વસનીયતા એમેઝોન ઈન્ડિયાને સમગ્ર દેશમાં નૂર રેલ્વે માર્ગો દ્વારા ગ્રાહક પેકેજોની કાર્યક્ષમ અને સમયસર અવરજવરમાં મદદ કરશે.”
લાખો ભારતીય એમએસએમઈ માટે વેચાણ અનુભવને સરળ બનાવવા માટે ‘એમેઝોન સહ-એઆઈ’
લાખો નાના વ્યવસાયો માટે ઈકોમર્સ અપનાવવા અને તેમની ઈકોમર્સ યાત્રાને સરળ બનાવવા માટે, એમેઝોન ‘એમેઝોન સહ-એઆઈ’ નામના તેના પ્રકારનું પ્રથમ જનરેટિવ એઆઈ આધારિત પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ રજૂ કરશે. એમેઝોન સહ-એઆઈ તેના માર્કેટપ્લેસ પર નવા અને હાલના વિક્રેતાઓને વ્યક્તિગત સહાય પૂરી પાડવા માટે ભારતમાં અને વૈશ્વિક સ્તરે લાખો વિક્રેતાઓ સાથે કામ કરવાના એમેઝોનના અનુભવનો લાભ લે છે.
પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ (TD) યોજના બિલકુલ બેંકની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) યોજના જેવી જ છે. પોસ્ટ ઓફિસમાં ટીડી ખાતું ઓછામાં ઓછા 1 વર્ષ અને વધુમાં વધુ 5 વર્ષ માટે ખોલી શકાય છે. પોસ્ટ ઓફિસ તેના ગ્રાહકોને ટીડી ખાતા પર 6.9 ટકાથી 7.5 ટકા સુધીના વ્યાજ દરો ઓફર કરી રહી છે.
કર્મચારીઓ માટે Dearness Allowance (DA) કહેવામાં આવે છે, જ્યારે પેન્શનરો માટે તેને મોંઘવારી રાહત (DR) કહેવામાં આવે છે. આ વધારાનો લાભ તમામ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને મળશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સરકાર મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો જાહેર કરી શકે છે.
આજે બજારમાં મજબૂત ગતિ સાથે વેપાર શરૂ થયો. તમને જણાવી દઈએ કે સોમવારે પણ શેરબજાર રિકવરી સાથે બંધ થયું હતું. ગઈકાલે, BSE સેન્સેક્સ 341.04 પોઈન્ટના વધારા સાથે 74,169.95 પોઈન્ટ પર અને નિફ્ટી 111.55 પોઈન્ટના વધારા સાથે 22,508.75 પોઈન્ટ પર બંધ થયો હતો.