અંબુજા સિમેન્ટ્સ અને એસીસીએ અત્યાધુનિક કન્સ્ટ્રક્શન ટેક્નોલોજી પર નેશનલ વેબિનાર સાથે એન્જિનિયર ડેની ઊજવણી કરી
અંબુજા સિમેન્ટ્સ અને એસીસી દ્વારા આયોજિત નેશનલ વેબિનાર, તેની અદાણી નોલેજ ઇનિશિયેટિવના ભાગ રૂપે ‘મોર્ડન ટેક્નોલોજી ફોર અલ્ટ્રા-રેપિડ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન’ની થીમની આસપાસ હતો, લગભગ 2600 પ્રોફેશનલ્સે વેબિનારમાં હાજરી આપી હતી જેણે આર્કિટેક્ચર, એન્જિનિયરિંગ અને કન્સ્ટ્રક્શન (એઈસી) સમુદાયના ક્ષેત્રના નિષ્ણાંતો વચ્ચે જ્ઞાનની વહેંચણી અને ટેકનોલોજી ટ્રાન્સફર માટે પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું.
મુંબઈ: વૈવિધ્યસભર અદાણી જૂથની સિમેન્ટ અને બિલ્ડિંગ મટિરિયલ કંપનીઓ અંબુજા સિમેન્ટ્સ અને એસીસીએ 13મી સપ્ટેમ્બરે નેશનલ વેબિનારનું આયોજન કર્યું હતું. ‘મોર્ડન ટેક્નોલોજીસ ફોર અલ્ટ્રા-રેપિડ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન’ થીમ આધારિત આ ઇવેન્ટ તેના અદાણી નોલેજ ઇનિશિયેટિવનો એક ભાગ હતો, જે બાંધકામ ક્ષેત્રમાં નવીનતા અને પ્રગતિને પ્રોત્સાહન આપવા માટે મજબૂત પ્રતિબદ્ધતા દર્શાવે છે.
વેબિનારનો પ્રાથમિક ઉદ્દેશ્ય આર્કિટેક્ચર, એન્જિનિયરિંગ અને કન્સ્ટ્રક્શન (એઈસી) સમુદાયના પ્રોફેશનલ્સ વચ્ચે જ્ઞાનની વહેંચણી અને તકનીકી વિનિમય માટે ગતિશીલ પ્લેટફોર્મ બનાવવાનો હતો. તે ભારત રત્ન મોક્ષગુંડમ વિશ્વેશ્વરાયની 161મી જન્મજયંતિ અને ભારતમાં 55મો એન્જિનિયર દિવસ બંનેની ઊજવણી કરવાનો દિવસ હતો. આ કાર્યક્રમમાં વિશ્વેશ્વરાયના વારસાને હૃદયપૂર્વક અંજલિ આપવામાં આવી હતી, જે એક સાચા ઇજનેરી વિદ્વાન હતા.
2600થી વધુ સમર્પિત પ્રોફેશનલ્સની પ્રોત્સાહજનક હાજરી સાથે, વેબિનારમાં વિવિધ વર્ગના અને પ્રભાવશાળી પ્રેક્ષકો એકસાથે આવ્યા હતા. આ સમાવિષ્ટ મેળાવડામાં પ્રેક્ટિસ કરતા એન્જિનિયરો, આર્કિટેક્ટ્સ, સ્ટ્રક્ચરલ એન્જિનિયર્સ, કોંક્રિટ ટેક્નોલોજિસ્ટ, પ્રોજેક્ટ મેનેજર, ક્યુએ/ક્યુસી ઓફિશિયલ્સ, સરકારી પ્રતિનિધિઓ અને રાષ્ટ્રના ખૂણેખૂણેથી શિક્ષણવિદો સામેલ થયા હતા. તેમની હાજરી બાંધકામ તકનીકો અને પ્રેક્ટિસમાં નવીનતમ વિકાસની શોધ કરવાની સહિયારી આકાંક્ષાનું
ઉદાહરણ રજૂ કરે છે.
પ્રીકાસ્ટ કન્સ્ટ્રક્શન ક્ષેત્રના નિષ્ણાંત શ્રી અમિત બર્ડે, M.S., P.E., LEED AP આ વેબિનારમાં મુખ્ય વક્તા હતા. ભારત અને વિદેશમાં પ્રીકાસ્ટ બાંધકામના એક દાયકાથી વધુના અનુભવ સાથે, શ્રી બર્ડે અત્યાધુનિક બાંધકામ તકનીકોમાં અમૂલ્ય ઈનસાઈટ રજૂ કરી હતી જે આજે ઉદ્યોગને આકાર આપી રહી છે. તેમની પ્રસ્તુતિએ ઉદ્યોગની તકનીકી ઉત્ક્રાંતિમાં મોખરે રહેવાના નિર્ણાયક મહત્વ પર ભાર મૂક્યો હતો, ખાસ કરીને કોવિડ પછીના યુગમાં. શ્રી બર્ડેની નિપુણતા ઝડપી બાંધકામ
પ્રણાલિઓ સુધી વિસ્તૃત છે, જે વર્તમાન ભારતીય કન્સ્ટ્રક્શન લેન્ડસ્કેપમાં તેમની અસરકારકતા અને સુસંગતતા પર પ્રકાશ પાડે છે. ખાસ કરીને, તેમણે ઓફસાઇટ કન્સ્ટ્રક્શન ટેકનિક્સ પર પ્રકાશ પાડ્યો હતો, જેણે પ્રોજેક્ટ સમયરેખાને ઝડપી બનાવવાની તેમની ક્ષમતાને કારણે નોંધપાત્ર રસ જગાવ્યો છે.
આ પ્રતિષ્ઠિત વ્યક્તિત્વ નવી મુંબઈમાં સિડકો પ્રધાન મંત્રી આવાસ યોજના (પીએમએવાય) હાઉસિંગ પ્રોજેક્ટના નિર્માણમાં રોકાયેલ છે. વેબિનાર દરમિયાન શ્રી બર્ડે આધુનિક બાંધકામમાં ડિજિટલાઇઝેશન અને નવીનતાની ભૂમિકા પર પ્રકાશ પાડતા ‘મિશન 96’નો કેસ સ્ટડી શેર કર્યો, જ્યાં લાર્સન એન્ડ ટુબ્રો (એલએન્ડટી) એ પ્રીકાસ્ટ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને માત્ર 96 દિવસમાં 96 ફ્લેટ સફળતાપૂર્વક બાંધ્યા હતા. આ સિદ્ધિ અસરકારક મિકેનાઇઝેશન, ડિજિટલાઇઝેશન અને બિલ્ડીંગ ઇન્ફોર્મેશન મોડલિંગ (બીઆઈએમ) અને 3D કોન્ક્રીટ પ્રિન્ટીંગ તથા અન્ય જેવી અત્યાધુનિક ટેક્નોલોજીના ઉપયોગ દ્વારા શક્ય બની હતી.
૨૮ એપ્રિલના રોજ વ્યાપક શેરબજારમાં, BSE મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો અનુક્રમે ૧.૩૪ ટકા અને ૦.૩૯ ટકાના વધારા સાથે બંધ થયા.
જાના સ્મોલ ફાઇનાન્સ બેંક અને સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક બંને વરિષ્ઠ નાગરિકોને ત્રણ વર્ષના સમયગાળા માટે એફડી પર 8.75% સુધીના વ્યાજ દર ઓફર કરી રહી છે.
અનંતના ભાઈ-બહેન, આકાશ અંબાણી અને ઈશા અંબાણી, હાલમાં રિલાયન્સના બોર્ડમાં નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે સેવા આપે છે. આકાશ રિલાયન્સ જિયો ઇન્ફોકોમના ચેરમેન પણ છે, જે ગ્રુપની ટેલિકોમ અને ડિજિટલ સર્વિસિસ શાખા છે.