અંબુજા વિદ્યાનિકેતન-કોડીનારની બુદ્ધિ પ્રતિભાઓનો આંતરરાષ્ટ્રીય સ્તરે ડંકો!
અંબુજા સિમેન્ટ્સની મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય સંભાળની મહત્વપૂર્ણ સુવિધાઓ પૂરી પાડે છે, ગ્રામીણ દર્દીઓની મુશ્કેલીઓ હવે સરળ...
અદાણી જૂથની અંબુજા સિમેન્ટ્સ સંચાલિત અંબુજા વિદ્યાનિકેતને આંતરરાષ્ટ્રીય સ્તરે સિદ્ધિ હાંસલ કરી છે. કોડીનારના અંબુજાનગર સ્થિત AVN એ ઈન્ટરનેશનલ મોડેલ યુનાઈટેડ નેશન્સ (IMUN)માં પ્રથમ રનરઅપનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. તાજેતરમાં કેરળમાં આયોજીત ગ્લોબલ સ્પર્ધામાં અંબુજા વિદ્યાનિકેતનના 12 પૈકી 7 વિદ્યાર્થીઓએ અસાધારણ પ્રતિભાનું પ્રદર્શન કરી જ્વલંત સફળતા પ્રાપ્ત કરી છે. સર્વગ્રાહી વિકાસને વરેલી વિદ્યાનિકેતન શાળાની પ્રતિબદ્ધતાનું આ પ્રમાણપત્ર છે.
લાયબા કચ્છીના નોંધપાત્ર યોગદાનોને UNGA કેટેગરીમાં બેસ્ટ ડેલીગેટનો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. દ્વિતીય સ્થાને ક્ષિતિ મેકવાન અને તૃતિય સ્થાને ધ્રુવિષાને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. લેન્સી બજાજને સ્પેશિયલ જ્યુરી પ્રાઈઝ આપવામાં આવ્યો ત્યારે તો UNGA તરફથી મળેલી સફળતાઓમાં ચાર ચાંદ લાગ્યા હતા. એન્જલ બારડે ત્રીજું સ્થાન મેળવી યુનિસેફ સમિતિમાં પ્રશંસા પ્રાપ્ત કરી. જ્યારે કથન વ્યાસે યુએન સિક્યુરિટી કાઉન્સિલમાં દ્વિતીય સ્થાન હાંસલ કર્યું હતું. ધ્રુવ પરમારને આશાસ્પદ ભાવિ પ્રતિનિધિ તરીકેની ઓળખ મળી હતી.
અંબુજા સિમેન્ટના સીઇઓ અજય કપૂરે જણાવ્યું હતું કે “અમે માનીએ છીએ કે જે સમુદાયોની સેવા કરીએ છીએ તેમના જીવનમાં આવતા સકારાત્મક પરિવર્તનને થવું જોઈએ. IMUN ખાતે AVNની અનોખી સિદ્ધિઓ સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા અંબુજા સિમેન્ટ્સની પ્રતિબદ્ધતાઓ ઉજાગર કરે છે.અદાણી ફાઉન્ડેશનના સમર્થન અને ટ્રસ્ટીગણના સમર્પણના પરિણામે વિદ્યાનિકેતનને ઉત્કૃષ્ટ સફળતા મળી છે. આચાર્ય ગોપાલ કૌશિકનું નેતૃત્વ અને માર્ગદર્શન સહિત શિક્ષકગણે પણ નોંધપાત્ર યોગદાન કર્યુ છે. આ પરિષદમાં બાળ તસ્કરીથી લઈને ટકાઉ વિકાસ
અને સાયબર વૉર જેવી વૈશ્વિક ચિંતાઓનું વિશાળ સ્પેક્ટ્રમ પ્રદર્શિત કરવામાં આવ્યું હતું.
મોડેલ યુનાઈટેડ નેશન્સ કોન્ફરન્સ વિદ્યાર્થીઓની અવનવું શીખવાની જીજ્ઞાસાની કસોટી કરે છે. જેમાં સહભાગીઓ બુદ્ધિપ્રધાન ચર્ચાઓ, છટાદાર ભાષણો, પ્રેરણાત્મક લેખન, વિષ્લેષણ, વિવેચન, ટીમ વર્ક અને નેતૃત્વ કૌશલ્યોનો વિસ્તૃત પરિચય આપે છે. આ વર્ષે કેરળના નીલામ્બુર ખાતે આયોજિત IMUN માં 10 શાળાઓએ ભાગ લીધો હતો જેમાં UNICEF, UNGA અને UNSCનો સમાવેશ થાય છે. અલગ-અલગ શ્રેણીઓમાં આઠ ભારતીય અને સાઉદી અરેબિયાની બે શાળાઓનો સમાવેશ થાય છે.
ઓટોમેકર્સ 2025માં બે ડઝનથી વધુ નવા મોડલ રજૂ કરવાની યોજના સાથે વૈભવી કાર સેગમેન્ટમાં વધુ વૃદ્ધિ થવાની અપેક્ષા છે. અહેવાલમાં જણાવાયું છે કે જો કે ઊંચા આધારને કારણે વૃદ્ધિ દર ધીમો હોઈ શકે છે, ઉદ્યોગ નિષ્ણાતો અપેક્ષા રાખે છે કે પ્રથમ વખત વેચાણ 50,000 એકમોને વટાવી જશે.
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ઘણી જગ્યાઓ માટે ભરતી બહાર આવી છે, તેથી જે ઉમેદવારો આ પોસ્ટ્સ માટે અરજી કરવા માગે છે તેઓ સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને કરી શકે છે.
ગ્રામીણ માંગ મજબૂત છે. ઓક્ટોબર-નવેમ્બર, 2024 દરમિયાન ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલરના વેચાણ અને સ્થાનિક ટ્રેક્ટરના વેચાણમાં અનુક્રમે 23.2 ટકા અને 9.8 ટકાની વૃદ્ધિથી આનો અંદાજ લગાવી શકાય છે. શહેરી માંગ વધી રહી છે.