એમક્યોર ફાર્માસ્યુટિકલ્સે ગુજરાતના મહેસાણામાં મેન્યુફેક્ચરિંગ ફૂટપ્રિન્ટ વિસ્તારી
ભારતની અગ્રણી ફાર્મા કંપનીઓ પૈકીની એક એમક્યોર ફાર્માસ્યુટિકલ્સે ગુજરાતમાં મહેસાણા ખાતે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ઋષિકેશ પટેલના હસ્તે ઉદ્ધાટન કર્યું છે. આ નવો પ્લાન્ટ ભારત સહિત વૈશ્વિક બજારમાં વેચાણ અને નિકાસ માટે ઇન્જેક્ટેબલનું ઉત્પાદન કરશે.
મહેસાણા, 30 ડિસેમ્બર, 2023: ભારતની અગ્રણી ફાર્મા કંપનીઓ પૈકીની એક એમક્યોર ફાર્માસ્યુટિકલ્સે ગુજરાતમાં મહેસાણા ખાતે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ગુજરાત સરકારના માનનીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી ઋષિકેશ પટેલના હસ્તે ઉદ્ધાટન કર્યું છે. આ નવો પ્લાન્ટ ભારત સહિત વૈશ્વિક બજારમાં વેચાણ અને નિકાસ માટે ઇન્જેક્ટેબલનું ઉત્પાદન કરશે.
દાયકાઓથી સ્થાપિત એમક્યોરની મેન્યુફેક્ચરિંગ કામગીરી ભારતમાં 13 સ્થળોએ ફેલાયેલી છે. કંપની પાસે હાલમાં મહેસાણા ખાતે ઓરલ ફોર્મ્યુલેશન મેન્યુફેક્ચરિંગ લાઇન ધરાવે છે, ઓગસ્ટ, 2023માં શરૂ થયેલું નવું યુનિટ હવે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારોમાં કોમર્શિયલ વેચાણ માટે તૈયાર છે.
વિવિધ પ્લેટફોર્મ્સ અને પેકેજિંગ ફોર્મેટ આધારિત મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી સાથે દેશભરમાં એમક્યોરની મેન્યુફેક્ચરિંગ સુવિધાઓ મોટાપ્રમાણમાં ફાર્માસ્યુટિકલ અને બાયોફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરવામાં સક્ષમ છે, જેમાં ઓરલ સોલિડ્સ, ઓરલ લિક્વિડ, ઇન્જેક્ટેબલ્સ, લિપોસોમલ અને લાયોફિલાઇઝ્ડ ઈન્જેક્ટેબલ્સ, બાયોફિલાઇઝ્ડ, તથા કોમ્પ્લેક્સ એપીઆઈ સહિતની દવાઓ સમાવિષ્ટ છે. EDQM, હેલ્થ કેનેડા, USFDA, ANVISA બ્રાઝિલ અને વધુ જેવા વિવિધ નિયમનકારી સત્તાધીશોની મંજૂરીઓ અને માન્યતાઓ સાથે, કંપની તે સંબંધિત નિયમોનું પાલન કરવાની ખાતરી આપતાં રેગ્યુલેટેડ અને અન્ય બજારોમાં પ્રોડક્ટ્સનો સપ્લાય કરવા સક્ષમ છે.
ગુજરાત સરકારના માનનીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી ઋષિકેશ પટેલે એમક્યોરની અફોર્ડેબલ અને અનુકૂળ હેલ્થકેયર સેવાઓ પ્રદાન કરવાની પ્રતિબદ્ધતાને બિરદાવતા જણાવ્યું હતું કે, “એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ દ્વારા ગુજરાતના મહેસાણામાં નવા મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન એ ભારતના મેડિસન રિસર્ચ માટે એક મહત્ત્વપૂર્ણ ક્ષણ છે. જે ભારતીય અને આંતરરાષ્ટ્રીય બજારો માટે ગુણવત્તાયુક્ત ફાર્માસ્યુટિકલ પ્રોડ્ક્ટસ પ્રદાન કરે છે. અદ્યતન ટેકનોલોજીથી સજ્જ આ સુવિધા અને ક્વોલિટી કંટ્રોલ પગલાંનું પાલન કંપનીની પ્રત્યેક પ્રોડક્ટને ગ્લોબલ ફાર્માસ્યુટિકલ બેન્ચમાર્કને અનુરૂપ હોવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.”
આ અંગે એમક્યોર ફાર્માસ્યુટિકલ્સના ફાઉન્ડર અને સીઈઓ શ્રી સતીશ મહેતાએ જણાવ્યું હતું કે, “મહેસાણામાં નવી ફેસિલિટી ગુજરાતમાં અમારા સતત રોકાણનું પ્રતિનિધિત્વ કરે છે, જે અલાયદી તબીબી જરૂરિયાતોને પહોંચી વળવા અને વૈશ્વિક સ્તરે દર્દીને ગુણવત્તાયુક્ત સારવાર પ્રદાન કરવાના સોલ્યુશન્સ પૂરા પાડવાના અમારા વિઝન સાથે સુસંગત છે. અમે માનીએ છીએ કે નવી ક્ષમતામાં વધારો કરવાથી અમને બજારોમાં અમારા વિભિન્ન પ્રોડક્ટ પોર્ટફોલિયોની વધતી માંગને પહોંચી વળવામાં મદદ મળશે.”
કર્મચારીઓ માટે Dearness Allowance (DA) કહેવામાં આવે છે, જ્યારે પેન્શનરો માટે તેને મોંઘવારી રાહત (DR) કહેવામાં આવે છે. આ વધારાનો લાભ તમામ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને મળશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સરકાર મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો જાહેર કરી શકે છે.
આજે બજારમાં મજબૂત ગતિ સાથે વેપાર શરૂ થયો. તમને જણાવી દઈએ કે સોમવારે પણ શેરબજાર રિકવરી સાથે બંધ થયું હતું. ગઈકાલે, BSE સેન્સેક્સ 341.04 પોઈન્ટના વધારા સાથે 74,169.95 પોઈન્ટ પર અને નિફ્ટી 111.55 પોઈન્ટના વધારા સાથે 22,508.75 પોઈન્ટ પર બંધ થયો હતો.
સોમવારે, સેન્સેક્સની 30 માંથી 20 કંપનીઓના શેર વધારા સાથે લીલા રંગમાં બંધ થયા હતા અને 10 કંપનીઓના શેર નુકસાન સાથે લાલ રંગમાં બંધ થયા હતા. બીજી તરફ, નિફ્ટી ૫૦ ની ૫૦ કંપનીઓમાંથી ૩૩ કંપનીઓના શેર વધારા સાથે લીલા નિશાનમાં બંધ થયા હતા અને બાકીની ૧૭ કંપનીઓના શેર નુકસાન સાથે લાલ નિશાનમાં બંધ થયા હતા.