અમી ઓર્ગેનિક્સે સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં તેના પ્રવેશની જાહેરાત કરી
અમી ઓર્ગેનિક્સે બાબા ફાઈન કેમિકલ્સ (બીએફસી) માં 55% હિસ્સો હસ્તગત કરીને સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં પ્રવેશ કર્યો
સુરત : એડવાન્સ ફાર્માસ્યુટિકલ ઈન્ટરમીડિયેટસ અને સ્પેશિયાલિટી કેમિકલ્સની અગ્રણી વૈશ્વિક ઉત્પાદક અમી ઓર્ગેનિક્સ લિમિટેડે (BSE: 543349, NSE: AMIORG) જાહેરાત કરી છે કે બોર્ડે બાબા ફાઈન કેમિકલ્સમાં 55% ભાગીદારી હિત હસ્તાંતરણને મંજૂરી આપી છે, જે કસ્ટમ સિન્થેસિસ અને ઇન્ટરમીડિયેટ્સના ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરતી ફાઈન સ્પેશિયાલિટી કેમિકલ્સ કંપની છે. આ હસ્તાંતરણથી અમી ઓર્ગેનિક્સે હાઈ એન્ટ્રી બેરિયર સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં પ્રવેશ કર્યો છે.
આ હસ્તાંતરણ અમી ઓર્ગેનિક્સની ઓછી સ્પર્ધા અને હાઈ એન્ટ્રી બેરિયર્સ સાથે અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ઉત્પાદન કરાયેલી વિશિષ્ટ પ્રોડક્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે તેના સ્પેશિયાલિટી કેમિકલ્સ ડિવિઝનને વિસ્તારવાની વ્યૂહરચના સાથે સુસંગત છે. અમી ઓર્ગેનિક્સે પહેલેથી જ લિથિયમ-લોન-બેટરીમાં સોલિડ ઇલેક્ટ્રોલાઇટ ઇન્ટરફેસ તરીકે ઉપયોગમાં લેવાતા બે ઇલેક્ટ્રોલાઇટ એડિટિવ્સ વિકસાવ્યા છે જે તેના ગ્રાહકો પાસેથી કોમર્શિયલ ઓર્ડરની રાહ જોઈ રહ્યા છે. આ કરાર અમીને બાબા ફાઇન કેમિકલ્સના પૂરક પ્રોડક્ટ્સની એક્સેસ આપે છે જે ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ, મુખ્યત્વે સેમિકન્ડક્ટર્સ પર પણ ધ્યાન આપી રહી છે.
આ અંગે ટિપ્પણી કરતા અમી ઓર્ગેનિક્સ લિમિટેડના એક્ઝિક્યુટિવ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી નરેશ પટેલે જણાવ્યું હતું કે, “અમને બાબા ફાઈન કેમિકલ્સ સાથે ભાગીદારી કરવામાં આનંદ થાય છે, જે અત્યંત જટિલ સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં જાણીતું નામ છે. આ ભાગીદારી અમને આકર્ષક અને ઉચ્ચ પ્રવેશ અવરોધક સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં અમારી ઓળખ બનાવવા માટે પ્રેરણા પૂરી પાડે છે. અમારી સિનર્જી બીએફસીની વિશિષ્ટ પ્રોડક્ટ બાસ્કેટને વધારવામાં મદદ કરશે કારણ કે તેઓ તેમની પ્રોડક્ટ કેટેગરીમાં દેશમાં એકમાત્ર ઉત્પાદકો છે. આકર્ષક આરએન્ડડી પાઇપલાઇન સાથે અમે બીએફસી ટીમ સાથે તેમની પ્રોડક્ટ્સને ઉચ્ચ વોલ્યુમ પર સ્કેલ-અપ કરવા માટે કામ કરવા માટે રોમાંચિત છીએ. આ સંપાદન કોમ્પ્લેક્સ સ્પેશિયાલિટી કેમિકલ્સ ઉદ્યોગમાં અમારી હાજરીને વિસ્તૃત કરવાના અમારા ધ્યાનને અનુરૂપ છે અને ઇલેક્ટ્રોનિક કેમિકલ્સની અમારી પ્રોડક્ટ બાસ્કેટને પૂરક બનાવશે.
આ અંગે ટિપ્પણી કરતા, બાબા ફાઈન કેમિકલ્સના પાર્ટનર શ્રી રાકેશ ગુપ્તાએ જણાવ્યું હતું કે: “અમી ઓર્ગેનિક્સ ઉચ્ચ વોલ્યુમમાં એડવાન્સ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને પ્રોડક્ટ્સ વિકસાવવાનો મજબૂત ટ્રેક રેકોર્ડ ધરાવે છે જે તેમને અમારા માટે એક પરફેક્ટ મેચ બનાવે છે. હું માનું છું કે અમારી આરએન્ડડીની તાકાત અને અમીની ઓપરેશનલ શ્રેષ્ઠતા અમને આવનારા વર્ષોમાં અનેક ગણી વૃદ્ધિ કરવામાં મદદ કરશે.”
સ્ટાન્ડર્ડ ગ્લાસ લાઇનિંગ ટેક્નોલોજી લિમિટેડ નાણાકીય વર્ષ 2024માં આવકની દ્રષ્ટિએ, ભારતમાં ફાર્માસ્યુટિકલ અને કેમિકલ સેક્ટર માટે ટોચના પાંચ વિશિષ્ટ એન્જિનિયરિંગ ઇક્વિપમેન્ટ મેન્યૂફેક્ચરર્સ પૈકીની એક છે, તેણે તેના પ્રથમ ઈનિશિયલ પબ્લિક ઑફરિંગ માટે પ્રત્યેક ₹10/-ના અંકિત મૂલ્ય વાળા પ્રત્યેક ઇક્વિટી શેર દીઠ પ્રાઇસ બેન્ડ ₹133/-થી ₹140/- નિર્ધારિત કરી છે.
વૈશ્વિક ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થવા છતાં ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મિશ્ર વલણ જોવા મળ્યું છે. જ્યારે દિલ્હી અને મુંબઈ જેવા મુખ્ય મહાનગરોમાં ભાવ સ્થિર છે, અન્ય શહેરોમાં વધઘટ નોંધવામાં આવી છે.
સેક્ટરલ ઈન્ડેક્સની વાત કરીએ તો આજે બેન્ક, કેપિટલ ગુડ્સ, આઈટી, ફાર્મા 1-1 ટકા ઘટ્યા હતા, જ્યારે ઓઈલ એન્ડ ગેસ, મીડિયા 1-1 ટકા વધ્યા હતા.