અમી ઓર્ગેનિક્સ લિમિટેડની Q1FY24માં કામગીરીમાંથી આવક 8.7 ટકા વધી ₹ 1,424 મિલિયન
અમી ઓર્ગેનિક્સ લિમિટેડે (AMI) (BSE: 543349, NSE: AMIORG) આજે 30 જૂન, 2023ના રોજ સમાપ્ત થયેલા ત્રિમાસિકના નાણાંકીય પરિણામોની ઘોષણા કરી છે.
અમી ઓર્ગેનિક્સ લિમિટેડે (AMI) (BSE: 543349, NSE: AMIORG) આજે 30 જૂન,2023ના રોજ સમાપ્ત થયેલા ત્રિમાસિકના નાણાંકીય પરિણામોની ઘોષણા કરી છે.
વિગતો (મિલિયન રૂપિયા) | Q1FY24 | Q1FY23 | YoY | Q4FY23 | QoQ |
કામકાજમાંથી આવક | 1,424 | 1,310 | 8.7% | 1,864 | (23.6%) |
ગ્રોસ પ્રોફિટ | 637 | 639 | 813 | ||
ગ્રોસ માર્જિન | 44.8% | 48.8% | 43.6% | ||
ઇબીઆઇટીડીએ | 252 | 229 | 9.7% | 408 | (38.4%) |
ઇબીઆઇટીડીએ માર્જિન | 17.7% | 17.5% | 21.9% | ||
વેરા પછી નફો (PAT) | 167 | 149 | 12.0% | 272 | (38.8%) |
PAT માર્જિન | 11.7% | 11.3% | 14.6% |
અમી ઓર્ગેનિક્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને એક્ઝિક્યુટિવ ચેરમેન શ્રીમાન નરેશ પટેલે રિઝલ્ટ વિશે જણાવ્યું કે, “મને અત્યંત આનંદ થાય છે કે અમે કેમિકલ ઇન્ડસ્ટ્રીઝમાં ડિફ્લેશનરી પ્રાઈસિંગના માહોલના પગલે ત્રિમાસિક દરમિયાન સતત વૃદ્ધિ કરવામાં સક્ષમ રહ્યા છીએ. અમારી કામકાજમાંથી આવક (ઓપરેશન્સ ઇન્કમ) 9 ટકા વધીને રૂ. 142 કરોડ થઇ છે. આ વૃદ્ધિને એડવાન્સ ફાર્માસ્યુટિકલ ઇન્ટરમીડિયેટ બિઝનેસમાં સ્થિર પરિપેક્ષ્ય સાથે સ્પેશિયાલિટી કેમિકલ્સ બિઝનેસમાં મજબૂત ગતિ દ્વારા આગળ ધપાવી હતી.
આ સેગમેન્ટ મુજબ, મારું માનવું છું કે, એડવાન્સ ઇન્ટરમીડિયેટ બિઝનેસ Q2FY24 થી મજબૂત રીતે રિકવર થશે તેમજ અમે Q2FY24 દરમિયાન સ્પેશિયાલિટી કેમિકલ્સ સેગમેન્ટમાં નવી પ્રોડક્ટનું વ્યાવસાયીકરણ કરીશું જે સેગમેન્ટની વૃદ્ધિને વધુ વેગ આપશે. અમે ઇલેક્ટ્રોલાઇટ બિઝનેસ અંગે કેટલાક ગ્રાહકો સાથે કરાર પર હસ્તાક્ષર કરવાની ખૂબ નજીક છીએ અને અમે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા પછી તેની વિગતો જાહેર કરીશું. હું ઉલ્લેખ કરવા ઇચ્છીશુ કે, આવા કોન્ટ્રેક્ટ્સની સાઇઝ જેની અમે ગ્રાહકો સાથે ચર્ચા કરી રહ્યા છીએ તે અમારી ધારણાની સરખામણીએ ઘણી મોટી છે. આમ કુલ મળીને મારું માનવું છું કે, બાહ્ય માહોલ પડકારજનક હોવા છતાં, અમે વર્ષ દરમિયાન મજબૂત માર્જિન સાથે મજબૂત વૃદ્ધિ હાંસલ કરવાનો વિશ્વાસ ધરાવીએ છીએ. .”
કામગીરીમાંથી આવક Q1FY24માં 8.7 ટકા YoY વધીને 1,424 મિલિયન રૂપિયા
ત્રિમાસિક માટેનું ગ્રોસ માર્જિન 44.8 ટકા નોંધાયુ છે જ્યારે Q1FY23માં 48.8 ટકા હતુ. પ્રોડક્ટ મિક્સના કારણે ક્વાર્ટર માટેનું ગ્રોસ માર્ચિન નીચું રહ્યુ છે.
ક્વાર્ટર માટેનું EBITDA 9.7 ટકા YoY વધીને 252 મિલિયન રૂપિયા થયુ છે, જે Q1FY23માં Rs. 229 મિલિયન રૂપિયા હતું.
EBITDA માર્જિન Q1FY23ના 17.5 ટકાના સરખામણીમાં ત્રિમાસિક માટે 17.7 ટકા થયુ છે. ઉંચા કર્મચારી ખર્ચના પગલે ક્વાર્ટરમાં EBITDA માર્જિન વધ્યું છે.
ત્રિમાસિક વેરા પૂર્વેનો નફો (PBT) 223 મિલિયન રૂપિયા થયુ છે, જે Q1FY23 9.8 ટકા YoY વધારે છે.
ત્રિમાસિક વેરા પછીનો ચોખ્ખો નફો (PAT) Q1FY23ની સરખામણીમાં 12 ટકા YoY વધીને 167 મિલિયન રૂપિયા થયુ છે.
વેરા પછીના ચોખ્ખા નફાનું (PAT) માર્જિન Q1FY23ના 11.3 ટકાની સરખામણીમાં આ ત્રિમાસિકમાં 11.7 ટકા થયં છે.
નિકાસ 37 ટકા; સ્થાનિક વેપાર 63 ટકા
o નિકાસ – નિકાસ ઓછી રહી કારણ કે કેટલીક પ્રોડક્ટ્સ માટે કસ્ટમરોએ વિદેશી એપીઆઇ સપ્લાયર્સ બદલ્યા એડવાન્સ ફાર્માસ્યુટિકલ ઇન્ટરમીડિયેટ્સ
o ફેર્મિઓન કોન્ટ્રાક્ટ : વેલિડેશન બેચ મોકલવામાં આવી છે. અમે Q4FY24 થી ઉત્પાદન શરૂ કરવાની અપેક્ષા રાખીએ છીએ.
સ્પેશિયાલિટી કેમિકલ્સ
o મિથાઈલ સેલિસીલેટ અને પેરાબેન્સમાં મજબૂત વોલ્યુમ વૃદ્ધિ. મિથાઈલ સેલિસીલેટ માટે ફ્લો કેમિસ્ટ્રી પ્રોસેસ રજૂઆત પછી, અમે હવે વૈશ્વિક સ્તરે પ્રતિસ્પર્ધી છીએ
ઇલેક્ટ્રોલાઇટ એડિટિવ્સ અપડેટ
o 6 કસ્ટમરો દ્વારા પ્લાન્ટ ટ્રાયલ સ્તરે ઇલેક્ટ્રોલાઇટ સેમ્પલ્સ મંજૂર કરાયા.
o અમે કેટલાક ગ્રાહકો સાથે કરાર અંગેની વાટાઘાટોમાં એડવાન્સ તબક્કામાં છીએ.
મૂડીરોકાણની અપડેટ
o પ્રોડક્ટ્શન અને એડમિન બ્લોક માટે સિવિલ વર્ક પૂર્ણ થયુ. ટેન્ક ફાર્મ અને વેરહાઉસ 60 ટકા થી વધુ પૂર્ણ થયું છે. બ્લોક-1માં મશીનરી ઇન્સ્ટોલેશનની કામગીરી ચાલી રહી છે.
o નવી ફેસિલિટી માટે ભરતી પ્રક્રિયા શરૂ કરી. FY24 ના Q4 માં પ્રોડક્શનની કામગીરી શરૂ કરવાના પંથ પર.
સોમવારે, સેન્સેક્સની 30 માંથી 20 કંપનીઓના શેર વધારા સાથે લીલા રંગમાં બંધ થયા હતા અને 10 કંપનીઓના શેર નુકસાન સાથે લાલ રંગમાં બંધ થયા હતા. બીજી તરફ, નિફ્ટી ૫૦ ની ૫૦ કંપનીઓમાંથી ૩૩ કંપનીઓના શેર વધારા સાથે લીલા નિશાનમાં બંધ થયા હતા અને બાકીની ૧૭ કંપનીઓના શેર નુકસાન સાથે લાલ નિશાનમાં બંધ થયા હતા.
ફેબ્રુઆરી, 2025 માં ફુગાવાનો સકારાત્મક દર મુખ્યત્વે ખાદ્ય ઉત્પાદનો, ખાદ્ય ચીજો, અન્ય ઉત્પાદન, બિન-ખાદ્ય ચીજો અને કાપડ ઉત્પાદન વગેરેના ભાવમાં વધારાને કારણે છે.
બ્રાઇટ આઉટડોર મીડિયા લિમિટેડ, (બીએસઇ – 543831) ભારતના આઉટ-ઑફ-હોમ એડવર્ટાઇઝિંગમાં અગ્રણી નામ છે, તેણે તેના સંયુક્ત સાહસ ભાગીદાર સાથે મળીને મુંબઈમાં ત્રણ નવા ડિજિટલ એલઇડી બિલબોર્ડ લોન્ચ કર્યા છે. કુલ 1,840 ચોરસ ફૂટ નવી આઉટ-ઑફ-હોમ એડવર્ટાઇઝિંગ જગ્યા ઉમેરવામાં આવી રહી છે.