અમિત કુમારે એસબીડી નેશનલ ઓપન ક્લાસિક પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2025 માં ડેડલિફ્ટ માં સિલ્વર મેડલ જીત્યો
પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળના આસિસ્ટન્ટ ડિવિઝનલ મિકેનિકલ એન્જિનિયર, ગાંધીધામ શ્રી અમિત કુમાર એ એસબીડી નેશનલ ઓપન ક્લાસિક પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2025માં શાનદાર પ્રદર્શન કરીને સિલ્વર મેડલ જીત્યો. આ પ્રતિષ્ઠિત સ્પર્ધા 19 થી 23 ફેબ્રુઆરી 2025 દરમિયાન પંજાબના ફગવાડા ખાતે આયોજિત કરવામાં આવી છે.
પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળના આસિસ્ટન્ટ ડિવિઝનલ મિકેનિકલ એન્જિનિયર, ગાંધીધામ અમિત કુમારએ એસબીડી નેશનલ ઓપન ક્લાસિક પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2025માં શાનદાર પ્રદર્શન કરીને સિલ્વર મેડલ જીત્યો. આ પ્રતિષ્ઠિત સ્પર્ધા 19 થી 23 ફેબ્રુઆરી 2025 દરમિયાન પંજાબના ફગવાડા ખાતે આયોજિત કરવામાં આવી છે .
મંડળ રેલ પ્રવક્તા, અમદાવાદએ માહિતી આપતાં જણાવ્યું કે, શ્રી અમિત કુમારે 93 કિગ્રા વજન વર્ગની ડેડલિફ્ટ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને પોતાની અસાધારણ કુશળતાનું પ્રદર્શન કરી ને 307.5 કિગ્રા વજન ઉપાડીને સિલ્વર મેડલ પોતાના નામે કર્યો હતો. આ નોંધપાત્ર સિદ્ધિ ન માત્ર તેમની વ્યક્તિગત ક્ષમતાઓને દર્શાવે છે પરંતુ તેનાથી સમગ્ર અમદાવાદ મંડળનું પણ માન વધ્યું છે.
અમિત કુમારની આ સફળતા તેમની સખત મહેનત, અતૂટ સમર્પણ અને રમત પ્રત્યેની ઊંડી પ્રતિબદ્ધતાનું પ્રમાણ છે. તેમની સિદ્ધિ દરેક એ યુવા ખેલાડી માટે પ્રેરણારૂપ છે જે પોતાના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરી રહ્યા છે.
સૂર્યકુમાર યાદવે T20 ક્રિકેટમાં પોતાના આઠ હજાર રન પૂરા કર્યા છે. તેમના પહેલા ફક્ત ચાર ભારતીય બેટ્સમેન આ સિદ્ધિ મેળવી શક્યા છે. સૂર્યાએ KKR સામે ટૂંકી પણ આક્રમક ઇનિંગ રમી.
ઋષભ પંત અત્યાર સુધી પોતાની ટીમ માટે એવું કંઈ કરી શક્યો નથી, જેનાથી ખબર પડે કે તે 27 કરોડ રૂપિયાનો ખેલાડી છે. હવે ટીમ તેની આગામી મેચ ઘરઆંગણે એટલે કે લખનૌમાં પંજાબ કિંગ્સ સામે રમશે.
IPL 2025 ની 11મી મેચ રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને ચેન્નાઈને ૧૮૩ રનનો લક્ષ્યાંક આપ્યો હતો.