અમૃતપાલ સિંહના નજીકના સાથી અવતાર સિંહ ઢાંડાનું યુકેમાં અવસાન
અવતાર સિંહ ખાંડાએ 'વારિસ પંજાબ દે' સંસ્થાના પ્રમુખ અમૃતપાલ સિંહને 37 દિવસ સુધી પોલીસની ચુંગાલમાંથી બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જો કે, મેડિકલ રેકોર્ડ પરથી જાણવા મળ્યું કે તે બ્લડ કેન્સર સામે લડી રહ્યો હતો. તેને બર્મિંગહામની સિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
ખાલિસ્તાન લિબરેશન ફોર્સ (KLF)ના ચીફ અને ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહના હેન્ડલર અવતાર સિંહ ખાંડાનું બ્રિટનમાં અવસાન થયું છે. તેને ઝેર આપ્યું આવ્યું હોવાની આશંકા જણાવમાં આવે છે.
ખંડાએ 'વારિસ પંજાબ દે' સંગઠનના વડા અમૃતપાલ સિંહને 37 દિવસ સુધી પોલીસની ચુંગાલમાંથી બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જો કે, મેડિકલ રેકોર્ડ પરથી જાણવા મળ્યું કે તે બ્લડ કેન્સર સામે લડી રહ્યો હતો. તેને બર્મિંગહામની સિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
લંડનમાં ભારતીય દૂતાવાસની બહાર લહેરાવવામાં આવેલ ત્રિરંગો ઉતારવાના આરોપમાં બોમ્બ નિષ્ણાત ખંડાની માર્ચમાં ધરપકડ કરવામાં આવી હતી. અમૃતપાલને 37 દિવસ સુધી પોલીસના ચુંગાલમાંથી બચાવવા પાછળ ખાંડાનો હાથ હતો.
પંજાબમાં આવેલા મોગા જિલ્લામાં અવતાર સિંહ ખાંડાનો જન્મ થયો હતો. તેમનો સંપૂર્ણ પરિવાર ખાલિસ્તાન ચળવળ સાથે જોડાયેલો છે. અવતાર સિંહ ખાંડા ખાલિસ્તાની આતંકવાદીઓ જગતાર સિંહ તારા અને પરમજીત સિંહ પમ્માના ખુબજ નજીકના માનવામાં આવે છે. પમ્મા ખાલિસ્તાન ટાઈગર ફોર્સનો સક્રિય સભ્ય છે. ભારત સરકાર દ્વારા 2015માં કેટલાક ભારત વિરોધી લોકોના નામ બ્રિટિશ સરકારને સોપવામાં આવ્યા હતા. ભારત સરકારે આપેલ આ યાદીમાં અવતાર સિંહ ખાંડાનું નામ પણ હતું. અવતાર સિંહ ખાંડા પર નવયુવાનોને કટ્ટરપંથી સંગઠનો સાથે જોડીને તાલીમ આપવાનો આરોપ છે.
ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ 35 દિવસથી પંજાબ પોલીસને ચકમો આપી રહ્યો હતો પરંતુ 23 એપ્રિલે તેની ધરપકડ કરવામાં આવી હતી. મોગા જિલ્લાના રોડે ગામ સ્થિત આવેલા ગુરુદ્વારામાંથી પોલિસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. રોડે ખાલિસ્તાની નેતા જરનૈલ સિંહ ભિંડરાવાલેનું પૈતૃક ગામ છે. ધરપકડ બાદ અમૃતપાલને આસામની ડિબ્રુગઢ જેલમાં ખસેડવામાં આવ્યો છે.
અમૃતપાલ (30 વર્ષ) 'વારિસ પંજાબ દે'ના વડા છે. પંજાબમાં છેલ્લા કેટલાક દિવસોથી તેને જરનૈલ સિંહ ભિંડરાવાલે-2.0 કહેવામાં આવી રહ્યો છે. 1980ના દાયકામાં ભિંડરાનવાલેએ શીખો માટે અલગ દેશ ખાલિસ્તાનની માંગ ઉઠાવી અને સમગ્ર પંજાબમાં હોબાળો મચાવ્યો. એ જ રીતે અમૃતપાલ સિંહ માથા પર તુલનાત્મક રીતે ભારે પાઘડી બાંધે છે અને ઉશ્કેરણીજનક નિવેદનો આપી ભીડને ભડકાવે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવાર (23 ફેબ્રુઆરી) થી મધ્યપ્રદેશ, બિહાર અને આસામની ત્રણ દિવસની મુલાકાત લેશે. આ સમય દરમિયાન તેઓ અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું લોન્ચિંગ કરશે.
RBIના પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. તેમને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્ય સચિવ-2 તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે દેશની પ્રતિષ્ઠિત એર ઈન્ડિયા કંપનીના ગેરવહીવટ પર ગુસ્સો વ્યક્ત કર્યો. તેણે સોશિયલ મીડિયા પર પોતાનું દુઃખ શેર કર્યું.