રાજપીપળામાં જાતી વિરૂદ્ધ શબ્દો બોલી દૂધનાં કેનનું ઢાંકણું મારનાર શખ્સ વિરૂદ્ધ એટ્રોસીટીનો ગુનો દાખલ
અગાઉ ફરિયાદીનાં ઘરે પણ આ વ્યક્તિ દૂધ આપતો હોય ત્યારે તેમની પત્ની સાથે આડા સંબંધનો શક કરી દૂધવાળાને ઠપકો આપ્યો હતો તેની રિશ રાખી.
રાજપીપળા : નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા નાં નવા ફળિયા વિસ્તારમાં નજીવી બાબતે બોલાચાલી થતા દૂધનાં લગવા વાડાએ કેનનું ઢાંકણું મારી અપશબ્દો બોલતા ફરિયાદ નોંધાઇ છે.
મળતી વિગતો અનુસાર અનિલકુમાર રણછોડભાઇ ગોહીલ, રહે.રાજપીપલા દરબાર રોડ નાઓની ફરિયાદ મુજબ તેઓ પોતાની ઓટો રીક્ષા નંબર જી.જે.૦૬ બી.યુ. ૩૨૯૯ની લઈ નવા ફળિયા માંથી પસાર થઇ રહેલ હતા તે સમયે દેવાભાઇ ગોવિંદભાઇ રબારી રહે.લાછરસ રબારી ફળીયુ તા.નાંદોદ જી.નર્મદા નાઓ દુધના લગવા વાળાઓને દુધ આપવા માટે મોટર સાયકલ પર બંન્ને બાજુ દુધની કેનો બાંધી રોડ ઉપર તેની મોટર સાયકલ ઉભી રાખેલ હોવાથી તેની મો.સા.રોડની સાઇડમાં ખસેડવા સારૂ કહેતા અને અગાઉ આરોપી ફરીયાદીના ઘરે દુધ આપવા સારૂ જતા હોય ફરીયાદી પોતાની પત્નિ સાથે આડા સબંધ રાખતા હોવાની શંકાને લઇને અગાઉ ઠપકો પણ આપેલ હોય તેમજ તેઓ અનુસુચિત જાતિનો હોવાનું સારી રીતે જાણતો હોય જેની રીશ રાખીને ફરીયાદી ઉપર એકદમ ગુસ્સે થઇ ગાળો બોલી તને બહુ ચરબી ચડી ગયેલ છે તને હુ કેટલા દિવસથી શોધુ છુ આજે ઘાટમાં આવેલ છે આજે તને છોડવાનો નથી તેમ કહી જાતિ વિષયક અપમાનિત અપશબ્દો બોલી ફેટ પકડી રીક્ષામાંથી બહાર ખેંચી કાઢી નીચે પાડી દઇ દુધની કેનનું ઢાંકણ માથાના ભાગે મારી ઇજા કરી ફરીયાદીએ બુમાબુમ કરતા માણસો દોડી આવતા દૂધવાળાએ જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ગુનો કરતા રાજપીપળા પોલીસે દેવાભાઇ ગોવિંદભાઇ રબારી વિરૂદ્ધ એટ્રોસિટીનો ગુનો દાખલ કર્યો છે.
નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે બેઠકમાં ઉપસ્થિત રહી પ્રજાના પ્રશ્નોનાને ઝડપી ઉકેલ લાવવા ઉપર ભાર મૂક્યો.
પશ્ચિમ રેલ્વે દ્વારા હોળીના તહેવાર અને ઉનાળાની ઋતુ દરમિયાન મુસાફરોની સુવિધા અને વધારાની ભીડ ધ્યાનમાં રાખીને તેમની મુસાફરીની માંગને પહોંચી વળવા માટે અસારવા-આગ્રા કેન્ટ વચ્ચે વિશેષ ભાડા પર ત્રિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. જેની વિગતો નીચે મુજબ છે.
વર્ષ ૨૦૨૩-૨૪માં સુરેન્દ્રનગર જિલ્લામાં ૧,૭૯૪ હેક્ટર વિસ્તારમાં દાડમનું વાવેતર થયું; દાડમનું ઉત્પાદન ૧૮,૧૧૯ મે. ટન નોંધાયું.