રાજપીપલાના શ્રી રત્નસિંહજી મહીડા કોમર્સ કોલેજમાં ઘરેલુ હિંસા અંગે જાગૃતિ શિબિર યોજાઈ
નર્મદા જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા શ્રી રત્નસિંહજી મહીડા કોમર્સ કોલેજ રાજપીપલા ખાતે ‘ઘરેલુ હિંસા અધિનિયમ 2005 અંતર્ગત કાયદાકીય જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજપીપલા : નર્મદા જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા શ્રી રત્નસિંહજી મહીડા કોમર્સ કોલેજ રાજપીપલા ખાતે ‘ઘરેલુ હિંસા અધિનિયમ 2005 અંતર્ગત કાયદાકીય જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ શિબિરમાં પધારેલા અતિથિ વિશેષ નાંદોદ તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી વનીતાબેન વસાવા તેમજ જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી શ્રી જે.બી.પરમારે ઘરની મહિલા પર થતી શારીરિક, માનસિક, શાબ્દિક તેમજ ભાવનાત્મક હિંસા “ઘરેલુ હિંસા અધિનિયમ-ર૦૦પ”, કાયદાકીય જોગવાઈઓ તેમજ કલમો વિશે વિસ્તૃત માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું હતુ.
આ શિબિરમાં કોલેજના આચાર્ચ શ્રી હિતેશભાઈ ગાંધી, ડીએચઈડબલ્યુ પ્રોજેક્ટ હેડ શ્રી પ્રણવભાઈ એરડા, પોલીસ બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર-મહિલા પોલીસ સ્ટેશનના કાઉન્સલર સુશ્રી હિરલ વસાવા અને શ્રીમતી દિપીકાબેન ચૌધરી, ૧૮૧ અભયમ ટીમના શ્રી જીગશાબેન, સખીવન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક શ્રી ગંગાબેન, યુનીસેફ પ્રતિનિધિ શ્રી સુરેખાબેન, મહિલા અને બાળ વિભાગના ફિલ્ડ ઓફિસર સુશ્રી પાયલબેન દેગડવાલા સહિતના કર્મયોગીઓ અને કોલેજની વિદ્યાર્થીનીઓ હાજર રહ્યાં હતા.
જામનગર જિલ્લો બમ્પર ખરીફ પાકનો અનુભવ કરી રહ્યો છે, ખાસ કરીને મગફળી માટે, જેના કારણે જિલ્લાના સૌથી મોટા યાર્ડ એવા હાપા માર્કેટિંગ યાર્ડમાં વિક્રમી આવક થઈ છે.
ગુજરાતના ભરૂચમાં મુંબઈ અમૃતસર એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ઘટના બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો છે.
અમદાવાદની ખ્યાતી હોસ્પિટલમાં તાજેતરમાં બે દર્દીઓના મોતના કારણે ભારે વિવાદ સર્જાયો છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે બે દર્દીઓનું મૃત્યુ એન્જીયોગ્રાફી અને સ્ટેન્ટ પ્લેસમેન્ટ બાદ થયું હતું,