સરદાર ગંજની ચાર પેઢીઓ પાસેથી ૬૦ કિલોગ્રામ પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરતી આણંદ નગરપાલિકાની ટીમ
આણંદ નગરપાલિકાના ચીફ ઓફિસર એસ.કે ગરવાલના માર્ગદર્શન હેઠળ સરદાર ગંજ ખાતેના પ્લાસ્ટિકના વેપારીઓની દુકાનો ખાતે આકસ્મિક ચકાસણી કરતા જે વ્યાપારીઓ ૧૦૦ માઈક્રોનથી ઓછી જાડાઈના પ્લાસ્ટિકના ઝભલાનુ વેચાણ કરતા હતા તેવા તનિષા પ્લાસ્ટિક, ધનલક્ષ્મી પ્લાસ્ટિક અને સાંઈ એન્ટરપ્રાઇઝ ખાતેથી અંદાજિત ૬૦ કિલોગ્રામ પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
આણંદ : રાજ્ય સરકાર દ્વારા ૧૦૦ માઈક્રોનથી ઓછી જાડાઈના પ્લાસ્ટિકના વપરાશ પર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે. તદ્દઅનુસાર આણંદ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી એસ.કે ગરવાલના માર્ગદર્શન હેઠળ આણંદ નગરપાલિકાની ટીમ દ્વારા સરદાર ગંજ ખાતેના પ્લાસ્ટિકના વેપારીઓની દુકાનો ખાતે આકસ્મિક ચકાસણી કરતા જે વ્યાપારીઓ ૧૦૦ માઈક્રોનથી ઓછી જાડાઈના પ્લાસ્ટિકના ઝભલાનુ વેચાણ કરતા હતા તેવા તનિષા પ્લાસ્ટિક, ધનલક્ષ્મી પ્લાસ્ટિક અને સાંઈ એન્ટરપ્રાઇઝ ખાતેથી અંદાજિત ૬૦ કિલોગ્રામ પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અને આ પેઢીઓ પાસેથી રૂપિયા ૨૦૦૦ નો દંડ વસૂલવામાં આવ્યો છે.
આણંદના જે વેપારીઓ ૧૦૦ માઈક્રોનથી ઓછી જાડાઈના પ્લાસ્ટિકના ઝભલાનું વેચાણ કરતા હશે તેવા વેપારીઓએ તાત્કાલિક અસરથી આવા ઝભલાઓનું વેચાણ બંધ કરી સ્વૈચ્છિક રીતે પ્લાસ્ટિકના જથ્થાનો નાશ કરે તે ઇચ્છનીય છે તેમ જણાવી નગરપાલિકા દ્વારા પ્લાસ્ટિકના વેપારીઓની દુકાનો ખાતે ચકાસણીની ઝુંબેશ ચાલુ રહેશે તેમ શ્રી ગરવાલે જણાવ્યું છે.
સામાન્ય ઠંડીની શરૂઆત થયા વિના નવેમ્બરનો અડધો સમય પસાર થઈ ગયો હોવા છતાં ગુજરાતમાં હવામાનની પેટર્નમાં કોઈ ખાસ ફેરફાર થયો નથી. પહાડી વિસ્તારોમાં હિમવર્ષા શરૂ થઈ ગઈ છે
કોંગ્રેસના ગનીબેન ઠાકોરના રાજીનામાને પગલે વાવ વિધાનસભાની પેટાચૂંટણી માટે આજે મતદાન ચાલી રહ્યું છે, જેના કારણે આ બેઠક ખાલી પડી હતી.
તબીબી બેદરકારીના આક્ષેપ બાદ અમદાવાદની ખ્યાતી હોસ્પિટલને પુરાવા અને સારવારના દસ્તાવેજો રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે