એશિયા કપ 2023 માટે આ ટીમની જાહેરાત, એક અનકેપ્ડ ખેલાડીને મળ્યું ટીમમાં સ્થાન
એશિયા કપ 2023 30 ઓગસ્ટથી શરૂ થશે. આ ટુર્નામેન્ટની ફાઈનલ 17 સપ્ટેમ્બરે યોજાશે. ટૂર્નામેન્ટની ચાર મેચ પાકિસ્તાનમાં રમાશે જ્યારે બાકીની મેચો શ્રીલંકામાં રમાશે.
ODI એશિયા કપની 14મી આવૃત્તિ 30 ઓગસ્ટથી શરૂ થવા જઈ રહી છે. આ ટુર્નામેન્ટનું યજમાન પાકિસ્તાન છે પરંતુ આ ઈવેન્ટનું આયોજન પાકિસ્તાન અને શ્રીલંકા દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવશે. આ ટુર્નામેન્ટમાં કુલ 6 ટીમો ભાગ લેશે. પ્રારંભિક લીગ તબક્કા માટે ત્રણ ટીમોને બે જૂથ A અને Bમાં વહેંચવામાં આવી છે. ગ્રુપ Aમાં ભારત, પાકિસ્તાન અને નેપાળનો સમાવેશ થાય છે. તો ગ્રુપ બીમાં શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનની ટીમો હાજર છે. બાંગ્લાદેશે હવે આગામી ટુર્નામેન્ટ માટે તેની 17 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. આ ટીમમાં એક અનકેપ્ડ ખેલાડીને પણ સામેલ કરવામાં આવ્યો છે.
શુક્રવારે, બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે ફરી એકવાર આગામી એશિયા કપ અને ODI વર્લ્ડ કપ સુધી ટીમની કમાન શાકિબ અલ હસનને સોંપી દીધી. તાજેતરમાં, તમીમ ઇકબાલના અચાનક નિવૃત્તિ પછી કેપ્ટનશીપ છોડવાના નિર્ણય અને પછી નિવૃત્તિ પાછી ખેંચી લેવાના નિર્ણયથી ભારે વિવાદ સર્જાયો હતો. હવે શાકિબને જવાબદારી સોંપ્યા બાદ શનિવારે સવારે આગામી એશિયા કપ માટે ટીમની 17 સભ્યોની ટીમ પણ બહાર પાડવામાં આવી છે. આ ટીમમાં અનકેપ્ડ ખેલાડી તનજીદ હસન તમીમનો સમાવેશ કરવામાં આવ્યો છે.
• બાંગ્લાદેશ વિ શ્રીલંકા, 31 ઓગસ્ટ 2023 (પલ્લેકલ)
• બાંગ્લાદેશ વિ અફઘાનિસ્તાન, 3 સપ્ટેમ્બર 2023 (લાહોર)
આ સિવાય લીગ રાઉન્ડ બાદ બંને ગ્રૂપની ટોચની બે ટીમો સુપર 4માં જશે. જ્યાં દરેક ટીમે એકબીજા સામે ત્રણ મેચ રમવાની છે. આ પછી સુપર 4ની ટોચની બે ટીમો ફાઇનલમાં પહોંચશે. આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ 17 સપ્ટેમ્બરે કોલંબોમાં રમાશે.
MS Dhoni: ૨૦૨૦ માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનાર એમએસ ધોની હજુ પણ આઈપીએલમાં રમી રહ્યો છે. શું આ વર્ષની લીગ પછી ધોની IPLમાંથી નિવૃત્તિ લેશે? આવી ચર્ચાઓ ફરી શરૂ થઈ છે.
બોમ્બે હાઈકોર્ટે ફેમિલી કોર્ટને યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડા કેસમાં 20 માર્ચ સુધીમાં પોતાનો ચુકાદો સંભળાવવાનો નિર્દેશ આપ્યો છે. ધનશ્રીને ૪.૭૫ કરોડ રૂપિયાનું ભરણપોષણ મળવાના સમાચાર. નવીનતમ અપડેટ્સ, કારણો અને પૂર્ણ કોર્ટ સુનાવણીની વિગતો અહીં વાંચો.
IPL 2016 માં વિરાટ કોહલીએ બનાવેલો રેકોર્ડ આજ સુધી તૂટી શક્યો નથી. આ વખતે આપણે જોવું પડશે કે કોઈ બેટ્સમેન તેની નજીક આવી શકે છે કે નહીં.