રાજપીપળામાં શીતળા માતાજી મંદિરે યોજાતા પરંપરાગત સાતમના મેળાને લઈને વાહન વ્યવહાર માટે રૂટ ડાયવર્ટ અંગેનું જાહેરનામું
મેળાના દિવસે કોઈ અનિચ્છનીય બનાવ ન બને, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે, ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે આ રસ્તા પરના વાહન વ્યવહારનો રૂટ ડાયવર્ટ અંગેનું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી સી.એ.ગાંધી દ્વારા બહાર પાડી નીચે મુજબનું ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.
રાજપીપલા : રાજપીપળા શહેરમાં આવેલા શીતળા માતાજી મંદિર ખાતે પરંપરાગત સાતમનો મેળો બુધવાર તા.૨૩મી ઓગષ્ટના રોજ યોજાનાર છે. મેળામાં મોટી સંખ્યામાં
જિલ્લાના ગામોમાંથી લોકો શીતળા માતાજીના દર્શનાર્થે આવતા હોય છે. સાથે કાળીયા ભૂત મંદિરથી જુની સીવીલ હોસ્પિટલ સુધીના રસ્તા ઉપર મેળો ભરાતો હોય છે. જેથી મેળાના દિવસે કોઈ
અનિચ્છનીય બનાવ ન બને, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે, ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે આ રસ્તા પરના વાહન વ્યવહારનો રૂટ ડાયવર્ટ અંગેનું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી સી.એ.ગાંધી દ્વારા બહાર પાડી નીચે મુજબનું ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.
કાળીયાભૂત મંદિર તરફથી જુની સીવીલ હોસ્પિટલ/ એસ.ટી. ડેપો તરફ જતા વાહનો ગાંધી ચોક -સંતોષ ચાર રસ્તા - હરસિદ્ધિ માતાજી મંદિરથી સ્ટેશન રોડ તરફ જશે. જુની કોર્ટ ત્રણ રસ્તાથી કોલેજ રોડ તરફ જતા વાહનો સ્ટેશન રોડ - સફેદ ટાવર - સંતોષ ચાર રસ્તા- ગાંધી ચોકથી કાળીયા ભૂત તરફ જશે. આ જાહેરનામાની અમલવારી તા.૨૩/૦૮/૨૦૨૩ ના રોજ સવારે ૦૬:૦૦ કલાકથી રાત્રિના ૧૦:૦૦ કલાક સુધી કરવાની રહેશે.
આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ – ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા માટે નર્મદા જિલ્લામાં
ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકશ્રીથી પોલીસ સબ ઈન્સ્પેક્ટરશ્રી સુધીનો હોદ્દો ધરાવનાર પોલીસ અધિકારીશ્રીઓને અધિકૃત કરવામાં આવ્યાં છે.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.