સાઉથની ફિલ્મ ઈન્ડસ્ટ્રીને વધુ એક મોટો ફટકો, અભિનેતા-નિર્દેશક મનોબાલાનું નિધન
તમિલ ફિલ્મોના પ્રખ્યાત અભિનેતા અને દિગ્દર્શક મનોબલનું નિધન થયું છે. તેમણે બુધવારે ચેન્નાઈ સ્થિત તેમના ઘરે અંતિમ શ્વાસ લીધા હતા. 900 થી વધુ ફિલ્મોમાં કામ કરનાર મનોલા થોડા અઠવાડિયાથી લીવરની બીમારીથી પીડિત હતા, આવો જાણીએ તેમની ફિલ્મી સફર...
Actor-Director Manobala Death : તમિલ ફિલ્મોના પ્રખ્યાત અભિનેતા અને દિગ્દર્શક મનોબાલાનું નિધન થયું છે. તેમણે બુધવારે ચેન્નાઈ સ્થિત તેમના ઘરે અંતિમ શ્વાસ લીધા હતા. 900 થી વધુ ફિલ્મોમાં કામ કરનાર મનોલા થોડા અઠવાડિયાથી લીવરની બીમારીથી પીડિત હતા.તેમની ઘરે સારવાર ચાલી રહી હતી.
દક્ષિણ ભારતીય ફિલ્મ ઉદ્યોગને બુધવારે વધુ એક મોટો આંચકો લાગ્યો છે. કોરિયોગ્રાફર ચૈતન્યની આત્મહત્યા બાદ હવે એક્ટર-ડિરેક્ટર મનોબાલાના મોતથી ફેન્સને મોટો આઘાત લાગ્યો છે. પીઢ અભિનેતા-દિગ્દર્શક મનોબલે બુધવારે, 3જી મેના રોજ ચેન્નાઈમાં અંતિમ શ્વાસ લીધા. તેઓ 69 વર્ષના હતા. તેઓ છેલ્લા બે અઠવાડિયાથી લીવરની સમસ્યાથી પીડાતા હતા અને તેમના ચેન્નાઈના ઘરે તેમની સારવાર ચાલી રહી હતી. તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે આ એક મોટો ફટકો છે. મનોબાલાના અંતિમ સંસ્કાર બુધવારે જ ચેન્નાઈમાં કરવામાં આવશે. મનોબાલા પડદા પર તેની કોમેડી માટે પ્રખ્યાત હતા. તેમની 35 વર્ષની કારકિર્દીમાં તેમણે 900 થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો.
મનોબાલાના પરિવારમાં પત્ની ઉષા અને પુત્ર હરીશ છે. અભિનેતા-દિગ્દર્શકના નિધનથી પરિવારને ઘેરો આઘાત લાગ્યો છે. તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે ચેન્નાઈના સાલીગ્રામમમાં એલ.વી.પ્રસાદ રોડ પરના તેમના નિવાસસ્થાને રાખવામાં આવ્યો છે.
અભિનેતા-નિર્દેશક જીએમ કુમારે સૌપ્રથમ મનોબલના નિધનના સમાચાર સોશિયલ મીડિયા પર વહેતા કર્યા હતા. આ દુખદ સમાચાર શેર કરતા તેમણે પીઢ અભિનેતાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
મનોબલે 1979માં ભારતીરાજાની 'પુથિયા વરપુગલ'થી અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમની 35 વર્ષની કારકિર્દીમાં તેમણે 900 ફિલ્મોમાં નાના-મોટા રોલ કર્યા. મનોબલની છેલ્લી ફિલ્મ કાજલ અગ્રવાલની 'ઘોસ્ટી' હતી. શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે.
વર્ષ 1982માં મનોબાલાએ 'અગયા ગંગાઈ'થી દિગ્દર્શક તરીકેની શરૂઆત કરી હતી. તેમણે 25થી વધુ ફિલ્મોનું નિર્દેશન પણ કર્યું છે. તેમની કેટલીક લોકપ્રિય ફિલ્મોમાં 'પિલ્લઈ નીલા', 'ઓરકાવલન', 'એન પુરૂષાન્થન એનાક્કુ મટ્ટુમથન', 'કરુપ્પુ વેલ્લાઈ', 'મલ્લુ વેટ્ટી માઈનોર' અને 'પરંબરીયમ'નો સમાવેશ થાય છે. મનોબાલાએ ટીવીમાં પણ કામ કર્યું અને ઘણા શોનું નિર્દેશન કર્યું.
Neelam Kothari And Govinda: એક સમય હતો જ્યારે ગોવિંદા અને નીલમ કોઠારીનું નામ ઈન્ડસ્ટ્રીમાં જોડાયેલું હતું. આ બંને વિશે એવી ચર્ચા હતી કે ગોવિંદા તેની કો-સ્ટાર નીલમને ડેટ કરી રહ્યો છે. હવે વર્ષો પછી નીલમે તેના અને ગોવિંદાના સંબંધો પર પોતાનું મૌન તોડ્યું છે.
ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક નવું નામ ધૂમ મચાવી રહ્યું છે - મિથિલા પુરોહિત. આ પ્રતિભાશાળી અભિનેત્રી, જે પહેલાથી જ વિશાળ ફેન ફોલોઇંગનો આનંદ માણે છે,
સના ખાને તેના પતિ મુફ્તી અનસ સઈદ અને તેના મોટા પુત્ર સૈયદ તારિક જમીલ સાથે તેના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો દ્વારા તેની બીજી ગર્ભાવસ્થાની જાહેરાત કરી છે.