રાજપીપળા એક્સિસ બેંકના નામે RPL કંપનીનો વધુ એક કર્મચારી ફ્રોડનો શિકાર બન્યો : ગ્રાહકોમાં ડર
એકજ અઠવાડિયામા બે બનાવો બનતા એક્સીસ બેંકમા ખાતું ધરાવતા 500 જેટલા RPL કંપનીના કર્મચારીઓ પોતાના સેલરી એકાઉન્ટ અન્ય બેંકમા ટ્રાન્સફર કરાવે તેવી શક્યતા.
(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : 26 ઓગસ્ટના રોજ રાજપીપલામા રહેતા અને RPL કંપની મા જોબ કરતા નિલેશ સોલંકી સાથે એક્સિસ બેન્કના ખાતા સાથે પાનકાર્ડ લિંક કરાવવાના નામે ₹4,98,000 ની છેતરપિંડી થઈ હતી હજી તો આ બનાવવાની શાહી સુકાઈ નથી ત્યાં RPL કંપનીના જ વધુ એક કર્મચારી ઇન્દ્રવદન પટેલ રહેવાસી ઉમલ્લા તા, ઝઘડિયા સાથે પણ આ જ રીતે એક્સિસ બેન્કના નામે છેતરપિંડી કરવાનો કિસ્સો પ્રકાશમાં આવતા RPL કંપનીમાં નોકરી કરતા અને axis bank માં સેલેરી એકાઉન્ટ ધરાવતા 500 જેટલા કર્મચારીઓમાં હડકંપ મચી જવા પામ્યો છે.
નવાઈની વાત એ છે એક્ષિસ બેંક માં ખાતું ધરાવતા ઇન્દ્રવદન પટેલ દ્વારા તેમના બેન્ક ખાતામાં નામ અને પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટના નામમા બંનેમાં ફરક હોવાથી નામ સુધારો કરવા માટે તેમણે અરજી આપી હતી. ત્યારબાદ તેમના મોબાઈલ ઉપર, શનિવાર ની સાંજે એક્સિસ બેન્કથી બોલ રહ હું તેમ કહી ફોન આવ્યો હતો અને તેમના નામમાં સુધારો કરવાનો છે તેવું પૂછતા તેમણે હા પાડી ત્યાર બાદ તેમની પાસે નામ ના સુધારો કરવા માટે OTP આપવું પડશે એમ કહી તેમના ખાતામા રૂ.4,98,000/- ની લોન કરી નાખી. ફોન હેક કરી પૈસા ટ્રાન્સફર કરી લીધા હતા.પરંતુ આ ફ્રોડથી તદ્દન અજાણ એવા ઇન્દ્રવદન પટેલને પોતાના સાથી કર્મચારી સાથે આ પ્રકાર નું OTP આપતા ફ્રોડ થયો છે, તેવી જાણકારી સોમવારે થતા તેઓ પણ ચોંકી ઉઠ્યાં હતા અને તેઓ એ પણ પોતાના ખાતાની વિગતો ચેક કરતા તેમને પણ પોતાની સાથે રૂ.4,96,000/- નો ફ્રોડ થયો હોવાની જાણ થતા તેઓ એક્સિસ બેંકમા દોડી ગયા હતા,અને રાજપીપલા સાયબર ક્રાઈમ પોલીસ માં ફરિયાદ નોંધાવી હતી.
ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખડની મુલાકાતના સુચારુ આયોજન અર્થે જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ.
લખી-વાંચી ન શકતા ૧૭ વર્ષીય દિવ્યાંગ ઓમને સંસ્કૃતના ૨૦૦૦ જેટલા શ્લોકો કંઠસ્થ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે ઓમ વ્યાસને નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત.
BIS અમદાવાદ દ્વારા 23 ડિસેમ્બર 2024ના રોજ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લા ખાતે જ્વેલર્સ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ જોધપુર પેલેસ હોટલ, ડુંગરપુર ખાતે યોજાયો હતો જેમાં ડુંગરપુરના 125 જ્વેલર્સે ભાગ લીધો હતો.