પાલનપુર માં ભગવાન શ્રી કૃષ્ણ નો ૫૨૪૪ મો જન્મ દિવસ નિમિત્તે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો
કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે પાલનપુર શહેર ઉત્સવના માહોલથી છવાઈ ગયું હતું. આ પ્રસંગની ઉજવણી કરવા માટે શહેરભરમાંથી ભક્તો મંદિરો અને પંડાલો પર એકઠા થયા હતા.
(મહેશભાઈ સી સોલંકી દ્વારા) પાલનપુર: ભગવાન શ્રી કૃષ્ણ નો જન્મ દિવસની સમગ્ર વિશ્વમાં ઉજવણી કરવામાં આવે છે ભારતમાં ભગવાન શ્રી કૃષ્ણ નો જન્મ કંસની બહેન દેવકીના આઠમા બાળક નાં રૂપે થયો હતો. ભગવાન શ્રી કૃષ્ણ ની જન્મ ભૂમિ મથુરામાં વૂરુનંદાવન માં ગોપીઓ સાથે રાસલીલા તેમજ કર્મ ભૂમિ દ્વારકા છે ભગવાન શ્રી કૃષ્ણ નો જન્મ દિવસ મનાવવામાં દુર દુર થી દર્શન કરવા અને જન્મ દિવસ ઉજવવા સવાર સાંજ ભક્તો લાઇનો લગાવી ઊભા રહીને પ્રતિક્ષા કરતાં જોવા મળે છે.
ગુજરાત માં દ્વારકા નગરી ડાકોર શામળાજી ખાતે આવેલા ભગવાન શ્રી કૃષ્ણ મંદિરોમાં દર્શન માટે આવે છે આજે પાલનપુર શહેરમાં હર વર્ષ ની માફ્ક ભગવાન શ્રી કૃષ્ણ ના જન્મ દિવસ ની ઉજવણી માટે તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવેલ પાલનપુર શહેરમાં ભગવાન શ્રી કૃષ્ણ ની શોભાયાત્રા નિકળી હતી યાત્રામાં શહેરીજનો સંતો મહંતો માતાઓ બહેનો ભૂલકાઓ વડીલો જોડ્યા હતા.
શહેરમાં આજે પુષ્કળ પ્રમાણમાં ગરમી અને ઉકળાટ હોવાં છતાં સૌ કોઈ કુષ્ણ ભક્તિ માં લીન થઈ ગયા હતા યાત્રામાં મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા શહેરમાં વિવિધ વિસ્તારોમાં પંડાલો દ્વારા મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો યાત્રામાં સૌ કોઈ સ્વાગત માં જોડાયાં હતાં યાત્રામાં નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી જય રણછોડ માખણ ચોરના હાથી ઘોડા પાલ કી જય કનૈયાલાલ કી ના ગગનભેદી નારા લગાવ્યા હતા.
પાલનપુર શહેરમાં આજે સવારથી જ શહેરના માતાઓ બહેનો ભાઇઓ દુકાનો માં કુષ્ણ ભક્તિ સાથે પ્રસાદ કુષ્ણ નાં કપડાં ખરીદી કરતા જોવા મળ્યા હતા શહેર નાં વિવિધ વિસ્તારોમાં પંડાલો દ્વારા કુષ્ણ ભક્તિ નાં કાર્યક્રમ યોજાયા હતા રાત્રે બારના ટકોરે સમગ્ર વાતાવરણ પલટાયું હતું અને નારોઓ થી વાતાવરણ ને કુષ્ણ ભક્તિ સાથે ફટાકડા ફોડી આતીસબાજી જોવાં મળી હતી.
નવું આધાર ગવર્નન્સ પોર્ટલ જીવનને સરળ બનાવશે, સેવાઓને વધુ લોકો માટે મૈત્રીપૂર્ણ બનાવશે અને નાગરિકો-કેન્દ્રિત સેવાઓની પહોંચમાં સુધારો કરશે.
રાજ્ય સરકાર દ્વારા ‘ડિજિટલ ગુજરાત’ અંતર્ગત વર્ષ ૨૦૧૮ થી બિનખેતીની અરજીઓ માટે ઓનલાઈન મંજૂરી આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જે હેઠળ તા. ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં ગાંધીનગર જિલ્લામાં ૪,૧૧૫ બિન ખેતીની અરજીઓ મંજૂર કરવામાં આવી છે.
પીડિતાઓને ન્યાય અપાવવા રાજ્ય સરકાર દ્વારા દુષ્કર્મના ગુનામાં ગુનેગારો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થતી રહેશે: ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી.