નર્મદા જિલ્લામાં વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ મેળવવાનો અનેરો અવસર
૧૫ થી ૩૫ વર્ષની વય મર્યાદા ધરાવતા યુવક-યુવતીઓ તા.૩૧ ઓગસ્ટ, ૨૦૨૩ સુધીમાં નોંધણી કરાવી શકશે.
રાજપીપલા :- રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હેઠળની કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા રાજ્યમાં વસતા અનુસુચિત જનજાતિના
૧૫ થી ૩૫ વર્ષની વય મર્યાદા ધરાવતા યુવક-યુવતીઓના સર્વાંગી વિકાસ માટે તાલુકાકક્ષાની વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. નર્મદા જિલ્લામાં નાંદોદ, ગરૂડેશ્વર, તિલકવાડા, દેડીયાપાડા અને સાગબારા તાલુકામાં પણ આગામી સપ્ટેમ્બર માસમાં નિયત કરેલ સ્થળે ૪૫ યુવક-યુવતીઓ માટે વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિર યોજાશે. જ્યાં વિષય નિષ્ણાંતો, તજજ્ઞો દ્વારા શિબિરાર્થીઓના વ્યક્તિગત વિકાસ માટે યુવક મંડળની સ્થાપના-રચનાની કાર્ય પધ્ધતિ સહિત પંચાયતી માળખા વિશે માહિતગાર
કરાશે.
ઉપરાંત, કુશળ નેતૃત્વના ગુણો વિકસાવવા, સામાજિક દુષણો સામે વિરોધ, રાષ્ટ્રીય એકતા તેમજ યુવક-યુવતીઓમાં છુપાયેલ કૌશલ્યને રચનાત્મક દિશા આપી માર્ગદર્શિત કરવામલ સહિત
તાલીમાર્થીઓના શારીરિક-માનસિક તેમજ આધ્યાત્મક વિકાસ માટે યોગ શિક્ષકો દ્વારા વિવિધ આસનો કરવાથી થતા લાભ અને તેની સમજ પુરી પાડવામાં આવશે.
આ યોજનાનો લાભ લેવા ઇચ્છુક યુવક-યુવતીઓએ જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, રૂમ નં-૨૧૭ બીજો માળ, જિલ્લા સેવા સદન, રાજપીપળા ખાતે સંપર્ક કરવાનો રહેશે. તા. ૩૧ ઓગસ્ટ,
૨૦૨૩ સુધીમાં નામ નોંધણી કરવા અંગે જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી રાજપીપલા, જિ.નર્મદાની અખબારી યાદીમાં જણાવાયું છે.
લખી-વાંચી ન શકતા ૧૭ વર્ષીય દિવ્યાંગ ઓમને સંસ્કૃતના ૨૦૦૦ જેટલા શ્લોકો કંઠસ્થ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે ઓમ વ્યાસને નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત.
BIS અમદાવાદ દ્વારા 23 ડિસેમ્બર 2024ના રોજ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લા ખાતે જ્વેલર્સ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ જોધપુર પેલેસ હોટલ, ડુંગરપુર ખાતે યોજાયો હતો જેમાં ડુંગરપુરના 125 જ્વેલર્સે ભાગ લીધો હતો.
નર્મદા જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમને અધ્યક્ષસ્થાનેથી સંબોધતા કલેક્ટર એસ. કે. મોદીએ જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના છેવાડાના માનવીના પ્રશ્નોના સુખદ નિરાકરણ સુધી પહોંચવાના ઉમદા આશય સાથે આ પહેલનો શુભારંભ કરાવ્યો હતો.