Anti-conversion Law: કર્ણાટકના સિદ્ધારમૈયા કેબિનેટનો મોટો નિર્ણય, ધર્માંતરણ વિરોધી કાયદો રદ્દ
Karnataka Anti-conversion Law : કર્ણાટક કેબિનેટની બેઠકમાં ભાજપના શાસન દરમિયાન લાવવામાં આવેલા ધર્માંતરણ વિરોધી કાયદાને રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
કર્ણાટકની સિદ્ધારમૈયા સરકારે ગુરુવારે ઘણા મોટા નિર્ણયો લીધા. કર્ણાટક કેબિનેટની બેઠકમાં ભાજપના શાસન દરમિયાન લાવવામાં આવેલા ધર્માંતરણ વિરોધી કાયદાને રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સાથે કર્ણાટકના અભ્યાસક્રમમાંથી કેબી હેડગેવાર સંબંધિત ચેપ્ટરને બાકાત રાખવાના નિર્ણયને પણ મંજૂરી આપવામાં આવી હતી.
કર્ણાટકના શિક્ષણ મંત્રી મધુ બંગરપ્પાએ કહ્યું કે કર્ણાટક કેબિનેટે શાળાના પાઠ્યપુસ્તકોમાંથી RSSના સ્થાપક કેબી હેડગેવાર અને અન્યો સાથે સંબંધિત પ્રકરણો હટાવવાનો નિર્ણય લીધો છે. ગયા વર્ષે તેઓએ (અગાઉની સરકારે) જે પણ ફેરફારો કર્યા હતા તે અમે બદલ્યા છે.
કર્ણાટકના કેબિનેટ મંત્રી એચકે પાટીલે કહ્યું કે કર્ણાટક કેબિનેટે અગાઉની ભાજપ સરકાર દ્વારા લાવવામાં આવેલા ધર્માંતરણ વિરોધી કાયદાને રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. રાજ્ય કેબિનેટે શાળા અને કોલેજોમાં પ્રાર્થના સાથે બંધારણની પ્રસ્તાવના વાંચવાનું ફરજિયાત બનાવવાનો નિર્ણય લીધો છે. કર્ણાટક કેબિનેટે જૂના કાયદાને પાછો લાવવા માટે રાજ્યમાં APMC એક્ટમાં સુધારો કરવાનો પણ નિર્ણય લીધો છે. આજે કેબિનેટની બેઠકમાં પાઠ્યપુસ્તકોના સુધારા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
ધર્મ પરિવર્તન પર સિદ્ધારમૈયા સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણય પર ભાજપ દ્વારા તીખી ટિપ્પણી કરવામાં આવી છે. કર્ણાટકના પૂર્વ શિક્ષણ મંત્રી અને બીજેપી નેતા બીસી નાગેશે કહ્યું કે તેઓ (કોંગ્રેસ) મુસ્લિમોના વોટ ઈચ્છે છે, સિદ્ધારમૈયાની સરકાર હિન્દુઓની વિરુદ્ધ છે. તેઓ હિજાબને ફરીથી રજૂ કરી શકે છે. તેઓ લઘુમતી મતોને આકર્ષવા માગે છે અને દરેક બાબતનું રાજનીતિકરણ કરવા માગે છે.
ઝારખંડની આગામી સરકારનું ભાવિ આજે સાંજે 5 વાગ્યા સુધીમાં નક્કી કરવામાં આવશે, કારણ કે તમામ 81 વિધાનસભા બેઠકો માટે મત ગણતરી સવારે 8 વાગ્યે શરૂ. પ્રથમ વલણો સવારે 9:30 વાગ્યા સુધીમાં બહાર આવવાની અપેક્ષા છે.
લાંબા સમયથી રાહ જોવાતી પેટાચૂંટણીના પરિણામો આખરે આવી ગયા છે. 14 રાજ્યોની 48 વિધાનસભા બેઠકો માટે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે,
પંજાબની ચાર વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી માટે શનિવારે મતગણતરી શરૂ થઈ હતી. ગિદરબાહા, બરનાલા, ચબ્બેવાલ અને ડેરા બાબા નાનક મતવિસ્તારમાં બુધવારે કુલ 63.91% મતદાન નોંધાયું હતું,