અનુપમ રસાયણે જાપાનની અગ્રણી મલ્ટીનેશનલ કંપની સાથે 182 મિલિયન ડોલર (રૂ. 1500 કરોડ)નાં ઇરાદા પત્ર પર હસ્તાક્ષર કર્યા
અનુપમ રસાયણએ ત્રણ હાઇ વેલ્યુ સ્પેશ્યાલિટી કેમિકલ્સનું ઉત્પાદન અને સપ્લાય કરવા 182 મિલિયન ડોલર (રૂ. 1500 કરોડ)નાં ઇરાદા પત્ર (લેટર ઓફ ઇન્ટેન્ટ) પર હસ્તાક્ષર કર્યા છે.
સુરત : ભારતની અગ્રણી કસ્ટમ સિન્થેસિસ અને સ્પેશ્યાલિટી કેમિકલ કંપનીઓમાંની એક અનુપમ રસાયણ (NSE, BSE: ANURAS)એ ત્રણ હાઇ વેલ્યુ સ્પેશ્યાલિટી કેમિકલ્સનું ઉત્પાદન અને સપ્લાય કરવા 182 મિલિયન ડોલર (રૂ. 1500 કરોડ)નાં ઇરાદા પત્ર (લેટર ઓફ ઇન્ટેન્ટ) પર હસ્તાક્ષર કર્યા છે.
આ પ્રોડક્ટનું ઉત્પાદન કંપનીની વર્તમાન ઉત્પાદન સુવિધાઓમાં કરવામાં આવશે.
આ કોન્ટ્રાક્ટ અંગે બોલતા અનુપમ રસાયણના મેનેજિંગ ડિરેક્ટર આનંદ દેસાઇએ જણાવ્યું હતું કે, “અમને એ જાહેર કરતાં ગૌરવ થાય છે કે અમે અમારા પોર્ટફોલિયોમાં ત્રણ નવા મોલેક્યુલ્સ ઉમેરવા માટે જાપાનની અગ્રણી મલ્ટીનેશનલ સાથે ભાગીદારી કરી છે.
જાપાનીઝ અને ભારતીય બિઝનેસ ડેવલપમેન્ટ ટીમોનાં સંયુક્ત પ્રયાસોથી આ સિધ્ધિ હાંસલ થઈ શકી છે અને ટૂંકા સમયગાળામાં અમારા ગ્રાહકોમાં વધુ એક પ્રતિષ્ઠિત નામ જોડાયું છે. આ ત્રણ મોલેક્યુલ્સનો ઉપયોગ હાઇલી સ્પેશ્યલાઇઝ્ડ પોલિમર્સ અને લિક્વિડ ક્રિસ્ટલ્સ માટે એડવાન્સ ઇન્ટરમિડિયેટ્સ તરીકે કરવામાં આવશે.”
ભારત બહાર આ ત્રણ મોલેક્યુલ્સ માટે અમે એક્સ્લુઝિવ પાર્ટનર હોઈશું અને તે ફ્લુરોપોલિમર અને ઇલેક્ટ્રોનિક સેગમેન્ટમાં વિસ્તરણ, હાઇ વેલ્યુ મોલેક્યુલ્સનું ઉત્પાદન અને અમારા ગ્રાહકોની મદદથી વેલ્યુ ચેઇન ઉપર લાવવાનાં અમારા વ્યૂહને અનુરુપ છે. આ લેટર ઓફ ઇન્ટેન્ટ અમારી ટેકનિકલ ક્ષમતાઓ અને સસ્ટેનેબલ સપ્લાય ચેઇનમાં વૈશ્વિક એમએનસીનો વધતો જતો વિશ્વાસ પ્રતિબિંબિત કરે છે અને મેક ઇન ઇન્ડિયા પર અમારું ફોકસ હોવાનો પુનરોચ્ચાર કરે છે.”
પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ (TD) યોજના બિલકુલ બેંકની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) યોજના જેવી જ છે. પોસ્ટ ઓફિસમાં ટીડી ખાતું ઓછામાં ઓછા 1 વર્ષ અને વધુમાં વધુ 5 વર્ષ માટે ખોલી શકાય છે. પોસ્ટ ઓફિસ તેના ગ્રાહકોને ટીડી ખાતા પર 6.9 ટકાથી 7.5 ટકા સુધીના વ્યાજ દરો ઓફર કરી રહી છે.
કર્મચારીઓ માટે Dearness Allowance (DA) કહેવામાં આવે છે, જ્યારે પેન્શનરો માટે તેને મોંઘવારી રાહત (DR) કહેવામાં આવે છે. આ વધારાનો લાભ તમામ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને મળશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સરકાર મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો જાહેર કરી શકે છે.
આજે બજારમાં મજબૂત ગતિ સાથે વેપાર શરૂ થયો. તમને જણાવી દઈએ કે સોમવારે પણ શેરબજાર રિકવરી સાથે બંધ થયું હતું. ગઈકાલે, BSE સેન્સેક્સ 341.04 પોઈન્ટના વધારા સાથે 74,169.95 પોઈન્ટ પર અને નિફ્ટી 111.55 પોઈન્ટના વધારા સાથે 22,508.75 પોઈન્ટ પર બંધ થયો હતો.