Anushka Sharma Birthday : Virat Kohliની પત્ની અને બોલિવૂડ અભિનેત્રી Anushka Sharmaનો આજે છે જન્મદિવસ
ડેટિંગ, પ્રેમ, બ્રેકઅપ અને પછી લગ્ન, લવ બર્ડમાંથી પાર્ટનર બનવાની કહાની ખૂબ જ રસપ્રદ છે, આવો જનમદિન સાથે વધુ જાણીએ અનુષ્કા વિષે
Anushka Sharma Birthday : આજે ભારતીય ટીમ અને RCBના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્માનો જન્મદિવસ છે. અનુષ્કા શર્મા આજે તેનો 34મો જન્મદિવસ ઉજવી રહી છે. વિરાટ કોહલી સાથે લગ્ન કર્યા બાદ આ કપલ વિરુષ્કાના નામથી ફેમસ થયું હતું. વર્ષ 2017માં વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ ઈટાલીમાં લગ્ન કર્યા હતા. 2021 માં, આ કપલ માતાપિતા બન્યા. અનુષ્કાએ એક સુંદર દીકરીને જન્મ આપ્યો અને દીકરીનું નામ વામિકા રાખ્યું. આજે દરેક વ્યક્તિ અનુષ્કાને તેના જન્મદિવસ પર અભિનંદન આપી રહી છે.
પોતાના ખાસમ ખાસથી લઈને સામાન્ય સુધી દરેક વ્યક્તિ જન્મદિવસની ઉજવણી માટે અગાઉથી ઘણી તૈયારીઓ કરે છે. પરંતુ જ્યારે અનુષ્કા શર્મા જેવી પ્રખ્યાત વ્યક્તિનો જન્મદિવસ હોય ત્યારે લોકો વિચારે છે કે ખૂબ જ અને કેવી ધામધૂમ થશે, આખી રાત પાર્ટી હશે અને સિનેમા અને ક્રિકેટના ઘણા સ્ટાર્સ ભેગા થશે. પરંતુ, આ વર્ષે એવું કંઈ થવાનું નથી કારણ કે અનુષ્કા શર્માએ પોતાનો જન્મદિવસ ખૂબ જ શાંતિથી અને એકાંતમાં ઉજવવાનું નક્કી કર્યું છે.
વર્ષ 2017માં વિરાટ અને અનુષ્કાના લગ્નને લઈને ઘણા સમાચાર આવવા લાગ્યા હતા. ત્યારબાદ 11 ડિસેમ્બર 2017ના રોજ આખરે બંનેએ લગ્ન કરી લીધા. બંનેએ ઈટલીના લેક કોમોમાં ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા. લગ્નમાં બંનેના પરિવાર અને ખાસ મિત્રો જ સામેલ થયા હતા.
બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી પાવર કપલ તરીકે જોવામાં આવે છે. બંનેની જોડી ચાહકોને ઘણી પસંદ છે.ચાહકો હંમેશા તેમના વિશે વધુ ને વધુ જાણવા માટે ઉત્સુક હોય છે. આવી સ્થિતિમાં જ્યારે વિરુષ્કાની લવ સ્ટોરીની વાત આવે છે ત્યારે ચાહકોની ઉત્તેજના ચાર ગણી વધી જાય છે. અનુષ્કા શર્મા 1 મેના રોજ પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે. આ ખાસ અવસર પર અમે તમને અનુષ્કા અને વિરાટની રસપ્રદ લવ સ્ટોરી વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે કેવી રીતે તેમની વચ્ચે પ્રેમનો અનોખો સંબંધ શરૂ થયો…
અનુષ્કા અને વિરાટની મુલાકાત વર્ષ 2013માં એક શેમ્પૂની જાહેરાત દરમિયાન થઈ હતી. વિરાટે કહ્યું કે તે ખૂબ જ નર્વસ હતો કારણ કે તે અનુષ્કાને પહેલીવાર મળ્યો હતો. અનુષ્કા સમજી ગઈ હતી કે વિરાટ નર્વસ છે. આવી સ્થિતિમાં અનુષ્કાએ ત્યાંના વાતાવરણને હળવું કરવા માટે એક મજાક કહી. અહીંથી જ બંને વચ્ચે મિત્રતા થઈ હતી. બાદમાં તે અન્ય ઘણી જગ્યાએ પણ મળ્યા હતા.
વિરાટ અને અનુષ્કા માટે વર્ષ 2016 સારું રહ્યું ન હતું. આ વર્ષ બંનેના સંબંધો માટે ખૂબ જ મુશ્કેલ હતું. તે જ વર્ષે, સોશિયલ મીડિયા પર તેમના સંબંધોમાં તિરાડના ઘણા સમાચારો સામે આવ્યા હતા. વિરાટ અને અનુષ્કાએ ઈન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફોલો કરી દીધા અને બંનેએ સાથે દેખાવાનું બંધ કરી દીધું. આ પછી વિરાટ કોહલીએ ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર સાથે હાર્ટ બ્રોકન કેપ્શન લખ્યું. તો પછી શું હતું, આ અંગે લોકોએ અટકળો શરૂ કરી દીધી હતી.
ડિસેમ્બર 2016 માં, તેમના બ્રેકઅપના સમાચાર વચ્ચે, ક્રિકેટર યુવરાજ સિંહના લગ્નમાં પહોંચ્યા. દરમિયાન ફરી એકવાર તેમની વચ્ચે વાતચીતનો દોર શરૂ થયો અને બધી જૂની વાતો ભૂલીને બંને ફરી નજીક આવ્યા. આ પછી તેમની સગાઈના સમાચાર આવવા લાગ્યા અને વિરાટે ટ્વીટ કરીને સ્પષ્ટ કર્યું કે બંને અત્યારે સગાઈ નથી કરી રહ્યા. સાથે જ વિરાટે તેના ચાહકોને પણ સ્પષ્ટ કહ્યું હતું કે જે દિવસે અનુષ્કા અને મારી સગાઈ અથવા લગ્ન થશે, અમે તેને છુપાવ્યા વિના અમારા ફેન્સ સાથે શેર કરીશું.
વર્ષ 2017માં વિરાટ અને અનુષ્કાના લગ્નને લઈને ઘણા સમાચાર આવવા લાગ્યા હતા. ત્યારબાદ 11 ડિસેમ્બર 2017ના રોજ આખરે બંનેએ લગ્ન કરી લીધા. બંનેએ ઈટલીના લેક કોમોમાં ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા. આ લગ્નમાં બંનેના પરિવાર અને કેટલાક ખાસ મિત્રો જ સામેલ થયા હતા. બાદમાં બંનેએ પોતાના લગ્નના સમાચાર સોશિયલ મીડિયા દ્વારા ફેન્સ સાથે શેર કર્યા હતા. આટલું જ નહીં, વિરાટ અને અનુષ્કાએ દિલ્હીમાં અને એક મુંબઈમાં લગ્નના બે રિસેપ્શન આપ્યા હતા. તે જ સમયે, બંને હવે એક સુંદર પુત્રી વામિકાના માતાપિતા છે.
પીઢ અભિનેતા અનુપમ ખેરે તાજેતરમાં પ્રયાગરાજમાં મહાકુંભમાં હાજરી આપી હતી, અને આ ઘટનાને આધ્યાત્મિક અને પરિવર્તનશીલ અનુભવ ગણાવ્યો હતો
બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાનને ગયા અઠવાડિયે ભયાનક અગ્નિપરીક્ષાનો સામનો કરવો પડ્યો જ્યારે એક ઘુસણખોર તેના બાંદ્રા સ્થિત ઘરમાં ઘૂસી ગયો અને તેના પર અનેક વાર ચાકુ માર્યું. ગુરુવારે વહેલી સવારે આ ચોંકાવનારી ઘટના બની જ્યારે સૈફ તેની પત્ની કરીના કપૂર અને તેમના બે બાળકો સાથે ઘરે હતો.
અક્ષય કુમાર આગામી ફિલ્મ કન્નપ્પા સાથે તેલુગુ સિનેમામાં તેની શરૂઆત કરવા માટે તૈયાર છે. અભિનેતાએ તાજેતરમાં જ ફિલ્મમાંથી તેનો પહેલો લુક શેર કર્યો હતો, જેમાં તે ભગવાન શિવનું પાત્ર ભજવતો જોવા મળે છે.