Apple WWDC 2024ની તારીખ જાહેર, જાણો કયા દિવસે લોન્ચ થશે iOS 18, iPhone યુઝર્સને મળશે નવું OS
એપલે WWDC 2024ની તારીખ જાહેર કરી છે. અમેરિકન ટેક કંપનીની આ મેગા ટેક ઈવેન્ટનું આયોજન આ વર્ષે જૂન મહિનામાં કરવામાં આવશે. iOS 18 સહિત ઘણી નવી ઓપરેટિંગ સિસ્ટમની પણ જાહેરાત થઈ શકે છે.
Apple WWDC 2024: Appleએ તેની ડેવલપર્સ કોન્ફરન્સ 2024ની તારીખ જાહેર કરી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અમેરિકન ટેક કંપનીની આ ઈવેન્ટ જૂનમાં યોજાશે. તેમાં iOS 18, iPadOS 18, TvOS, MacOS લોન્ચ કરી શકાય છે. Appleની આ ડેવલપર્સ કોન્ફરન્સ 10 જૂનથી 14 જૂનની વચ્ચે યોજાશે. ટેક કંપનીની આ ઇવેન્ટમાં સોફ્ટવેર ડેવલપર્સ અને વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે.
Appleની ડેવલપર્સ કોન્ફરન્સમાં પ્રથમ દિવસે એટલે કે 10 જૂને રૂબરૂ હાજરી આપી શકાય છે. આ ઈવેન્ટ એપલ પાર્કમાં યોજાશે, જેમાં કંપનીના સીઈઓ ટિમ કૂક મુખ્ય વક્તવ્ય રજૂ કરશે. આમાં ભાગ લેનાર ડેવલપર્સ અને વિદ્યાર્થીઓ એપલ ટીમને મળી શકશે. વધુમાં, તેઓ કંપની દ્વારા આયોજિત અન્ય પ્રવૃત્તિઓમાં પણ ભાગ લઈ શકે છે.
એપલે હજુ સુધી સત્તાવાર રીતે જાહેરાત કરી નથી કે આ ઇવેન્ટમાં શું લોન્ચ થશે? જો કે, પહેલેથી જ લીક થયેલા અહેવાલો અનુસાર, Apple તેની ઓપરેટિંગ સિસ્ટમ iOS 18, iPadOS 18 સહિત Apple tvOS, MacOS, WatchOSની નેક્સ્ટ જનરેશનની જાહેરાત કરી શકે છે. આ સિવાય કંપની ડેવલપર્સને પોતાનો AI રોડમેપ પણ જાહેર કરી શકે છે.
ગયા વર્ષે યોજાયેલી ઇવેન્ટમાં, કંપનીએ iOS 17, MacOS 17 સહિત Apple ઇકોસિસ્ટમના ઉપકરણો માટે ઓપરેટિંગ સિસ્ટમની જાહેરાત કરી હતી. ઘણા રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે iPhone SE 4 પણ આ વર્ષે રજૂ કરવામાં આવશે. જો કે, કંપની આ વર્ષે તેની સસ્તી iPhone SE સિરીઝ લોન્ચ કરશે નહીં.
Appleની આ ઇવેન્ટ Google I/O 2024 પછી આયોજિત કરવામાં આવશે. Google આ વર્ષે મે મહિનામાં તેની ડેવલપર્સ કોન્ફરન્સ (Google I/O)નું આયોજન કરી રહ્યું છે, જેમાં Android 15, Pixel 8a સહિત ઘણી નવી જાહેરાતો કરવામાં આવી શકે છે.
Samsung Galaxy Z Flip FE ટૂંક સમયમાં લોન્ચ થઈ શકે છે. જો રિપોર્ટ્સનું માનીએ તો આ સેમસંગનો સૌથી સસ્તો ફોલ્ડેબલ ફોન હશે. આ સ્માર્ટફોનને વર્ષના બીજા ભાગમાં રજૂ કરવામાં આવી શકે છે.
iPhone 17 સિરીઝ આવતા વર્ષે એટલે કે 2025માં લોન્ચ થશે. Appleની આ આવનારી iPhone સીરીઝ ઘણા મોટા અપગ્રેડ સાથે આવશે. એપલ તેમાં ઘણા યુનિક ફીચર્સ આપવા જઈ રહી છે. આ સીરિઝને લઈને એક નવો લીક રિપોર્ટ સામે આવ્યો છે.
Redmi 14C 5G આવતા મહિને ભારતમાં લોન્ચ થશે. આ ફોનના ફીચર્સ સહિત ઘણી માહિતી સામે આવી છે. Redmiનો આ ફોન 256GB સ્ટોરેજ સાથે આવશે.