રાજયકક્ષાના દિવ્યાંગ પારિતોષિકો – ૨૦૨૩ માટે અરજીઓ કરવાની તારીખ ૩૦ ડિસેમ્બર સુધી લંબાવાઈ
ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હસ્તકના નિયામક રોજગાર અને તાલીમ ખાતા દ્વારા શ્રેષ્ઠ દિવ્યાંગ એમ્પ્લોઇ અને દિવ્યાંગોને રોજગારી આપનાર નોકરીદાતા અને દિવ્યાંગોને પ્લેસમેન્ટ કરાવનાર પ્લેસમેન્ટ ઓફીસરોને પ્રોત્સાહિત કરવા માટે દર વર્ષે રાજય દિવ્યાંગ પારિતોષિક આપવામાં આવે છે.
વડોદરા : ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હસ્તકના નિયામક રોજગાર અને તાલીમ ખાતા દ્વારા શ્રેષ્ઠ દિવ્યાંગ એમ્પ્લોઇ અને દિવ્યાંગોને રોજગારી આપનાર નોકરીદાતા અને દિવ્યાંગોને પ્લેસમેન્ટ કરાવનાર પ્લેસમેન્ટ ઓફીસરોને પ્રોત્સાહિત કરવા માટે દર વર્ષે રાજય દિવ્યાંગ પારિતોષિક આપવામાં આવે છે.
આ વર્ષે રાજય કક્ષાના દિવ્યાંગ પારિતોષિકો - ૨૦૨૩ માટે અરજીઓ કરવાની તારીખ ૩૦ ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે. રોજગાર અને તાલીમ નિયામક ખાતાની વેબસાઇટ www.talimrojgar.gujarat.gov.in ઉપરથી અરજીનો નમૂનો મેળવી જરુરી પ્રમાણપત્રો સાથે અરજી કરવી.
દિવ્યાંગ રાજ્ય પારિતોષિક અંગે અરજી કરવા તેમજ વધુ માહિતી મેળવવા માટે મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી એમ સી સી પહેલો માળ,આઈ ટી સી બીલ્ડીંગ, આઈ ટી આઈ કેમ્પસ, તરસાલી, વડોદરાનો સંપર્ક કરવા રોજગાર અધિકારી અલ્પેશ ચૌહાણે જણાવ્યું હતું.
માનનીય રેલ્વે અને ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ રાજ્યમંત્રી રવનીત સિંહ બિટ્ટુએ પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝનની મુલાકાત લીધી. આ દરમિયાન તેમણે અમદાવાદ, પાલનપુર અને ગાંધીનગર કેપિટલ સ્ટેશનોનું નિરીક્ષણ કર્યું.
પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (પી.ડી.ઇ.યુ.) એ તાજેતરમાં કેમો-ઓ-ક્લેવ યુથ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું, જે એક એવો કાર્યક્રમ હતો, જેમાં વર્ષ 2015માં સ્નાતક થયેલા 2011ની બેચના નામાંકિત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને એકઠા કરવામાં આવ્યા હતા.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઔદ્યોગિક વિકાસ અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે રાજ્યની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ આપી