કેવડીયામાં આવેલ ચિલ્ડ્રન ન્યુટ્રીસન પાર્કના કોભાંડ માં પગલા લેવા કલેક્ટરને આવેદન
અમારી માંગ નહિ સ્વીકારાય તો દસ દિવસમાં તમામ આદિવાસી સંગઠનો ભેગા થઈ આંદોલન કરી પીએમ ને રજૂઆત કરીશું તેવી ચીમકી.
રાજપીપળા : નર્મદા જિલ્લામાં આવેલ કેવડીયા નાં ચિલ્ડ્રન ન્યુટ્રીસન પાર્ક માં થયેલા કૌભાંડ માં પગલાં લેવા નર્મદા કલેકટર ને આવેદન આપવામાં આવ્યું છે.ભિલિસ્તાન લાઈન સેનાનાં અગ્રણી સાહિદ મન્સૂરીની આગેવાની માં આપેલા આવેદનમાં જણાવ્યા મુજબ અમો અરજદારો કેવડીયા વિસ્તારના સ્થાનિક આદિવાસી લોકો છીએ અમારા વિસ્તાર માં હાલ દુનિયાનું સૌથી ઉંચું સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવામાં આવેલ છે જેમાં અમો આદિવાસી લોકો નું જ બલીદાન સમાવેશ થયું છે અમારા જંગલો જમીન જળ તમામ વસ્તુ નું બલીદાન આદિવાસી સમાજ દ્વારા આપવામાં આવ્યું હતું ત્યારબાદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લેખીતમાં તેમજ મોખીકમાં અમો સ્થાનિકો ને હમેશા માટે રોજગારી આપવાના વાયદા કર્યા હતા.
માટે અમે આપ સમક્ષ રજુઆત કરી કેવડીયા ખાતે ચિલ્ડ્રન ન્યુટ્રીસન પાર્ક આવેલ છે જેમાં સંચાલન રૂપે ગુજરાત ઇકોલોજી કમીશન દ્વારા કરવામાં આવેલ છે આ ગુજરાત ઇકોલોજી કમીશન ગુજરાત વન પર્યાવરણ વિભાગમાં આવે છે જેમાં ઉત્તર પ્રદેશ ના નોઇડા ની મેરો ફોર્મ (ઈન્ડીયા) પ્રા.લી. નામની કંપનીને ગુજરાત ઇકોલોજી કમીશનના સેક્રેટરી તથા સીનીયર મેનેજર દ્વારા તમામ પ્રકારના કોન્ટ્રાકટ આપવામાં આવે છે જેમાં ગત ૨૮ જુન ૨૦૨૩ના રોજ છાપામાં આવેલ હતું કે ગુજરાત સરકાર ના તમામ નિયમોને નેવે મુકી મેરો ફોર્મ કંપનીને 5 કરોડના 30 કરોડ કરી આપી દીધા જેનું ખુબ મોટું કોભાંડ બહાર આવે તેમ છે જે હાલ તપાસનો વિષય છે.
ગુ.ઇ. કમીશન HR ના નિયમો બનાવતો સુરતના રાવ કે જેઓ પોતે કોન્ટ્રેકટર છે તેઓજ અમારા આદિવાસીઓની રોજગારી માટે નિયમો બનાવતા હોય તેમ લાગે છે ગુ.ઈ.કમીશન તેનો પોતાનો પાવર આ રાવને આપી દીધેલ હોય તેમ ગુ.ઈ.કમીશન ના સેક્રેટરી તથા સીનીયર મેનેજર મુક દર્શક બની અમારા આદિવાસીઓને લુંટવાનો તમાસો જોઈ રહ્યા છે અને મેરા ફોર્મ કંપની ના ઉઘરાણાં પાછલા બારણે આ બે અધીકારીઓ કરી રહ્યા છે જેથી આ સેક્રેટરી, સીનીયર મેનેજર ખુબ જ મોટો ગોટાળો કરેલ હોય તેમ લાગે છે.તેમજ અન્ય કરોડોના ગોટાળા થયા હોવાના ઉપરોક્ત તમામ આક્ષેપ આવેદન માં લગાવ્યા છે.
ઉપરાંત આદિવાસી અગ્રણીઓ દ્વારા વન મંત્રી ને વારંવાર આ વિષય પર રજુઆતો થાય છે પરંતુ તેનો કોઈ ઉકેલ આવતો નથી અને અમો આદિવાસી લોકો સાથે અન્યાય થાય છે.સરકાર ના અધિકારીઓ ભ્રસ્ટ પ્રાઇવેટ કંપની ઓને પ્રજા ના ટેક્ષ ના પૈસા કરોડો રૂપિયાનાં કામ આપી ભ્રસ્ટાચાર આચારે છે તથા ગુજરાત સરકાર કેમ મૌન બેસી રહી છે માટે આ મેરા ફોર્મ કંપની નો કોન્ટ્રાકટ તાત્કાલિક રદ થાય તેમજ તેના પર કાર્યવાહી થાય .તેનું લાયસન્સ રદ કરવામાં આવે તેમજ અમારી માંગ છે કલેકટર આ વિષય પર સંપૂર્ણ તપાસ મેળવે ત્યારબાદ તેઓ જાતે ચાર્જ સંભાળે તેવી અરજ છે.
અમારી માંગણી નહી આવે તો દીન-૧૦ માં અમો તમામ આદિવાસી સંગઠનો ભેગા થઈ કેવડીયા ખાતે આવતા તમામ રોડ રસ્તા રોકી રસ્તા રોકો આંદોલન કરી સમગ્ર પ્રકરણને દેશ તથા દુનિયા સામે ઉજાગર કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ને રજુઆત કરીશું.
માનનીય રેલ્વે અને ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ રાજ્યમંત્રી રવનીત સિંહ બિટ્ટુએ પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝનની મુલાકાત લીધી. આ દરમિયાન તેમણે અમદાવાદ, પાલનપુર અને ગાંધીનગર કેપિટલ સ્ટેશનોનું નિરીક્ષણ કર્યું.
પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (પી.ડી.ઇ.યુ.) એ તાજેતરમાં કેમો-ઓ-ક્લેવ યુથ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું, જે એક એવો કાર્યક્રમ હતો, જેમાં વર્ષ 2015માં સ્નાતક થયેલા 2011ની બેચના નામાંકિત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને એકઠા કરવામાં આવ્યા હતા.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઔદ્યોગિક વિકાસ અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે રાજ્યની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ આપી