પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન પર 'વન સ્ટેશન વન પ્રોડક્ટ' હેઠળ સ્ટોલ પર ઉત્પાદનોના વેચાણ માટે અરજીઓ મગાવવામાં આવી
ભારતીય રેલવે દ્વારા આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરતાં સ્થાનિક ઉત્પાદનોને લોકપ્રિય અને સર્વસુલભ બનાવવા માટે વન સ્ટેશન- વન પ્રોડક્ટ સ્કીમ શરૂ કરવામાં આવી છે. જેથી ભારતીય રેલવે દ્વારા મુસાફરી કરતા મુસાફરોને લાભ મળી શકે.
ભારતીય રેલવે દ્વારા આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરતાં સ્થાનિક ઉત્પાદનોને લોકપ્રિય અને સર્વસુલભ બનાવવા માટે વન સ્ટેશન-વન પ્રોડક્ટ સ્કીમ શરૂ કરવામાં આવી છે. જેથી ભારતીય રેલવે દ્વારા મુસાફરી કરતા મુસાફરોને લાભ મળી શકે.સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર, અમદાવાદ શ્રી પવન કુમાર સિંહના જણાવ્યા અનુસાર આ યોજના હેઠળ અમદાવાદ ડિવઝનના અમદાવાદ, મહેસાણા, પાલનપુર, ગાંધીધામ, ભુજ, ગાંધીનગર, વિરમગામ, સાબરમતી તથા મણિનગર સ્ટેશનો પર “વન સ્ટેશન-વન પ્રોડક્ટ” (OSOP) સ્ટોલ્સ પર ઉત્પાદનોના વેચાણ માટે રસ ધરાવતી વ્યક્તિઓ/સંસ્થાઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલ છે.
ઉપરોક્ત સ્ટેશનો માટે વિવિધ વિક્રેતાઓને આ સ્ટોલ પ્રાયોગિક ધોરણે 15 દિવસ માટે માટે રુ.1000/-ની નજીવી ટોકન રકમ પર ફાળવવામાં આવશે. જે અંતર્ગત હેન્ડીક્રાફ્ટ, સ્થાનિક ખાદ્યપદાર્થો, સ્વ-સહાય જૂથો દ્વારા નિર્મિત ઉત્પાદનો, કાપડ અને હાથશાળ, સ્થાનિક રમકડાં, ચામડાની બનાવટો, પરંપરાગત સાધનો, ગારમેન્ટ્સ વગેરે ઉપરાંત અન્ય ઉત્પાદનોનું પ્રદર્શન ગોઠવીને વેચાણ કરી શકાશે. વ્યક્તિગત કારીગરો/ શિલ્પકારો અને સ્વસહાય જૂથો જેવી સંસ્થાઓને આમંત્રિત છે. તેઓ આ યોજનામાં ભાગ લઈ શકશે.
આ યોજનાનો લાભ લેવા માટે ઉત્પાદકો, વિકાસ કમિશનર/રાજ્ય/કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલ ઓળખકાર્ડ, TRIFED રજીસ્ટ્રેશન , રજીસ્ટર્ડ સ્વ-સહાય સંસ્થાઓ અથવા MSME પ્રમાણપત્ર ધારકો અરજી કરી શકે છે.
આ બાબતે વધુ માહિતી માટે સ્ટેશન મેનેજર/વાણિજ્ય નિરીક્ષક અને વાણિજ્ય વિભાગ, DRM ઓફિસ, GCS હોસ્પિટલ સામે, નરોડા રોડ, અમદાવાદ-382345 નો સંપર્ક કરો. સોમવારથી શુક્રવાર સવારે સમય 10.30 થી સાંજના 06.00 વાગ્યા સુધી રુબરમાં અથવા મો.નંબર 9724093967 પર સંપર્ક કરી શકાય છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રયાગરાજમાં આગામી મહાકુંભ માટે શનિવારે ગાંધીનગરથી 'વોટર એમ્બ્યુલન્સ'ને લીલી ઝંડી બતાવી હતી. મહા કુંભ 2025 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાશે.
GCCIની બેંકિંગ અને ફાઇનાન્સ કમિટી અને MSME કમિટી ના સંયુક્ત ઉપક્રમે તા: 2જી જાન્યુઆરી, 2025ના રોજ GCCI ખાતે નિકાસ અને આયાત વેપારમાં સુવિધાઓ અને તકો પર એક ઇન્ટરેક્ટિવ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું.
સાવરકુંડલાના છેવાડાનું વણોટ ગામે 68 લાભાર્થીઓને જાહેર હરાજી થી આપેલા પ્લોટોનું સનદ વિતરણ કરતા ધારાસભ્ય કસવાલા.