ભારત પેટ્રોલિયમના ડાયરેક્ટર (HR) તરીકે રાજ કુમાર દુબેની નિમણુક
ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL) એ જાહેરાત કરતાં આનંદ અનુભવે છે કે શ્રી રાજ કુમાર દુબેએ આજે કંપનીના ડિરેક્ટર (માનવ સંસાધન) તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. શ્રી દુબે તેમની સાથે વ્યાપાર અને માનવ મૂડીવિકાસમાં ૩૪ વર્ષથી વધુ સમયનો અનુભવ ધરાવે છે.
શ્રી દુબે મિકેનિકલ એન્જિનિયરિંગની ડિગ્રી સાથે NIT અલ્હાબાદના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. તેમણે ઇન્ટરનેશનલ સેન્ટર ફોર પ્રમોશન ઑફએન્ટરપ્રાઇઝિસ, લ્યુબ્લજાના, સ્લોવેનિયામાંથી માસ્ટર ઑફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન પણ મેળવ્યું છે.
તેમની સમગ્ર કારકિર્દીદરમિયાન, તેમણે ૪૦૦ થી વધુ સ્થાનો અને ૭,૫૦૦ લોકોને પ્રભાવિત કરતી અનેક વ્યૂહાત્મક સંસ્થાકીય વિકાસ પહેલો અને પરિવર્તનવ્યવસ્થાપન પ્રક્રિયાઓ અમલમાં મૂકી છે અને સંસ્થાના પુનર્ગઠન, વિઝનિંગ અને એચઆર પ્લાનિંગના ક્ષેત્રોમાં આંતરરાષ્ટ્રીયસલાહકારો સાથે નજીકથી કામ કર્યું છે, અને સફળતાપૂર્વક વિવિધ બિઝનેસ વર્ટિકલ્સ જેવા કે એવિએશન, ઓપરેશન્સ, એચઆર અને રિટેલમાં અને વિવિધ પ્રદેશોમાં વિવિધ જટિલ અને પડકારજનક સોંપણીઓ પૂર્ણ કરી નેતૃત્વ કર્યું છે.
શ્રી દુબેએ લીડરશીપ પોઝિશન જાળવી રાખીને અલગ-અલગ પ્રોડક્ટ્સ અને પ્રીમિયમ ઈંધણના માર્કેટિંગની પહેલ કરીને ફ્યુઅલરિટેલિંગ ચેનલમાં ગ્રાહક કેન્દ્રિતતા લાવી છે.
પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ (TD) યોજના બિલકુલ બેંકની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) યોજના જેવી જ છે. પોસ્ટ ઓફિસમાં ટીડી ખાતું ઓછામાં ઓછા 1 વર્ષ અને વધુમાં વધુ 5 વર્ષ માટે ખોલી શકાય છે. પોસ્ટ ઓફિસ તેના ગ્રાહકોને ટીડી ખાતા પર 6.9 ટકાથી 7.5 ટકા સુધીના વ્યાજ દરો ઓફર કરી રહી છે.
કર્મચારીઓ માટે Dearness Allowance (DA) કહેવામાં આવે છે, જ્યારે પેન્શનરો માટે તેને મોંઘવારી રાહત (DR) કહેવામાં આવે છે. આ વધારાનો લાભ તમામ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને મળશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સરકાર મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો જાહેર કરી શકે છે.
આજે બજારમાં મજબૂત ગતિ સાથે વેપાર શરૂ થયો. તમને જણાવી દઈએ કે સોમવારે પણ શેરબજાર રિકવરી સાથે બંધ થયું હતું. ગઈકાલે, BSE સેન્સેક્સ 341.04 પોઈન્ટના વધારા સાથે 74,169.95 પોઈન્ટ પર અને નિફ્ટી 111.55 પોઈન્ટના વધારા સાથે 22,508.75 પોઈન્ટ પર બંધ થયો હતો.