પાલનપુર નગરપાલિકાનાં નવા પ્રમુખ તરીકે શ્રી ચીમનભાઈ એસ સોલંકીનું બહુમાન
પાલનપુર નગરપાલિકાનાં નવા પ્રમુખ તરીકે શ્રી ચીમનભાઈ એસ સોલંકીને આજે વિધિવત રીતે બપોરે ૧૨ /૩૯ ના વિજય મુહર્તમાં પોતાના અઢી વર્ષના પ્રમુખ તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો.
પાલનપુર નગરપાલિકાનાં નવા પ્રમુખ તરીકે શ્રી ચીમનભાઈ એસ સોલંકી ને આજે વિધિવત રીતે બપોરે ૧૨ /૩૯ ના વિજય મુહર્ત માં પોતાના અઢી વર્ષ ના પ્રમુખ તરીકે નો ચાર્જ સંભાળ્યો હતો.
ચીમનભાઈ સોલંકીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે અગાઉ પાલનપુર શહેરમાં વિકાસકાર્યો થયાં છે અને અધૂરા છે તેને પૂરાં કરીશું અને પાલનપુરનાં વિકાસ માટે જરૂરી પ્રયત્ન કરીશું ચીમનભાઈ સોલંકીની તેમનાં સાથી નગરસેવકોએ ફૂલહાર પહેરાવીને શુભકામનાઓ પાઠવી હતી.
ચીમનભાઈ સોલંકી વાલ્મીકિ સમાજમાંથી આવે છે એટલે વાલ્મીકિ સમાજના આગેવાનો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું શુભકામનાઓ પાઠવી હતી.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.