ફેબ્રુઆરીની પ્રેમભરી સિઝનમાં શું તમે તમારા ખાસ વ્યક્તિ સાથે રોમેન્ટિક એડવેન્ચર કરવા માગો છો?
સામાન્યથી જરા હટકે શિયાળાના ઓફબીટ ડેસ્ટિનેશન્સની મુલાકાત લઈ તમારા પ્રેમ કહાનીમાં યુનિકનેસનો ઉમેરો કરો. જે બર્ફીલા માહોલમાં તમારા પ્રિયજન સાથે ખાસ પળોને માણી તમને કાયમી યાદોની ભેટ આપશે.
પ્રેમનો મહિનો ગણાતા ફેબ્રુઆરીની પ્રેમભરી સિઝનમાં શું તમે તમારા ખાસ વ્યક્તિ સાથે રોમેન્ટિક એડવેન્ચર કરવા માગો છો? સામાન્યથી જરા હટકે શિયાળાના ઓફબીટ ડેસ્ટિનેશન્સની મુલાકાત લઈ તમારા પ્રેમ કહાનીમાં યુનિકનેસનો ઉમેરો કરો. જે બર્ફીલા માહોલમાં તમારા પ્રિયજન સાથે ખાસ પળોને માણી તમને કાયમી યાદોની ભેટ આપશે. જેમાં શિયાળાના ખુશનુમા વાતાવરણનો લાભ લેતાં તમારા પ્રિયજન સાથે સ્નો એક્ટિવિટી કરી શકો છો. જે સામાન્ય સ્થળો કરતાં અલગ એડવેન્ચર્સનો અનુભવ કરાવે છે.
તેથી, જો તમે ટૂંક સમયમાં ગમે ત્યારે રોમેન્ટિક વેકેશનનું આયોજન કરી રહ્યાં હોવ, તો ક્લબ મહિન્દ્રા રિસોર્ટ એ એક આદર્શ સ્થળ છે જે એક કાયમી યાદગીરી આપતો અનુભવ પ્રદાન કરશે. નીચે કેટલાક મનમોહક સ્થળો છે જ્યાં ક્લબ મહિન્દ્રા રિસોર્ટ દ્વારા યજમાની કરવામાં આવે છે.
જો તમે આકર્ષક રમણીય ઝાકળવાળા પહાડો અને લીલીછમ હરિયાળી સાથે રોમેન્ટિક સ્થળ શોધી રહ્યા છો, તો કુર્ગ શહેર તમને જીવનની રોજિંદી ભાગદોડમાંથી તાજગી આપનારૂ છે. જો તમે પ્રકૃતિ પ્રેમી છો, સાહસના શોખીન છો, અથવા કોઈ વ્યક્તિ પોતાની કંટાળાજનક પ્રવૃત્તિમાંથી શાંતિની શોધમાં છે, તો કુર્ગ તેના માટે શ્રેષ્ઠ સ્થળ છે.
ભારતમાં શિયાળામાં હિલ સ્ટેશનોની મુલાકાત લેવા માટે બિનસર એ ઓછું જાણીતું નામ છે. જો કે, વાસ્તવમાં આ એક અદ્ભૂત હિલ સ્ટેશન છે. જેની મુલાકાત લેવી આનંદમય રહેશે. ઉત્તરાખંડમાં એક અનોખું નાનું હિલ સ્ટેશન, બિનસરની પહાડીઓમાંથી કેદારનાથ, ત્રિશુલ અને નંદા દેવી શિખરોના આકર્ષક દૃશ્યો પ્રદાન કરે છે, જે તેને ફોટોગ્રાફી માટેનું સ્વર્ગ બનાવે છે. આ હિલ રિસોર્ટને વધુ રોમાંચક બિનસરનું વન્યજીવન અભયારણ્ય (વાઈલ્ડલાઈફ સેન્ચુરી) બનાવે છે, જ્યાં તમે વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિની વ્યાપક વિવિધતા જોઈ શકો છો. આહ્લાદક વાતાવરણ, સુંદર દ્રશ્યો અને મનમોહક ભૂપ્રદેશ બિનસર તમારા પ્રિયજન સાથે ગુણવત્તાયુક્ત સમય પસાર કરવા માટે એક આદર્શ સ્થાન છે.
રોમેન્ટીક તળાવો, મહેલો અને રોયલ માહોલ સાથે ઉદેયપુર પરીકથા જેવુ સ્થળ છે. જ્યાં દંપત્તિ પિચોલા તળાવમાં બોટ રાઈડ કરી શકે છે, ઐતિહાસિક કિલ્લાઓને નિહાળતા રોચક કથાઓ જાણી શકે છે. તેમજ તળાવોની વચ્ચે કેન્ડલલાઈટ ડિનર પણ માણી શકે છે. ઉદેયપુરનુ શાહી આકર્ષણ અને સ્થાપત્યોની સુંદરતા માણવા ઈચ્છુકો માટે આ સ્થળ વાસ્તવમાં રોમાન્સથી ભરપૂર છે.
અલેપ્પી, એક આદર્શ સ્થળ જે રજાઓને ખાસ રીતે યાદગાર બનાવવાની ખાતરી આપે છે, જે તમને કેરળના મનમોહક બેકવોટર્સ સુધી પહોંચાડશે. આ ભવ્ય સ્થાન લીલાછમ ડાંગરના ખેતરો, સુંદર ગામો, ચળકતી નદીઓ અને જાજરમાન હાઉસબોટ્સનું શાંત મિશ્રણ પ્રદાન કરે છે. જેમાં તમે શાંત પાણીમાં અત્યંત શાંતિ મેળવી શકો છો. ચમકતા સ્વચ્છ વાદળી રંગના પાણી સાથેના દરિયાકિનારા પર આરામ કરી શકો છો. અથવા કેરળના સ્થાનિક ભોજનનો આનંદ માણી શકો છો. અમારા મતે, અલેપ્પી સંપૂર્ણપણે રોમેન્ટિક સ્થળ માટે દરેક યુગલની મુસાફરીની યાદીમાં સામેલ હોવુ જોઈએ.
ખ્રિસ્તીઓએ કેવી રીતે શાસન કર્યું: ખ્રિસ્તી ધર્મ ધરાવતા દેશો વિશે વાત કરીએ તો, તે સમગ્ર યુરોપ, અમેરિકા, પૂર્વ તિમોર, ફિલિપાઇન્સ, સબ-સહારન આફ્રિકા અને ઓશનિયામાં પ્રભુત્વ ધરાવતો ધર્મ છે. ખ્રિસ્તી ધર્મની સ્થાપનાનો શ્રેય રોમન સામ્રાજ્યને જાય છે.
SIP થી તમને જે વળતર મળે છે તે ઘણી મહત્વપૂર્ણ બાબતો પર આધાર રાખે છે જેમ કે તમે દર મહિને કેટલા પૈસાનું રોકાણ કરો છો, તમે કેટલા વર્ષો માટે રોકાણ કરો છો અને દર વર્ષે તમને કયા દરે વળતર મળે છે?
મહાકુંભ મેળા 2025માં IRCTCના પ્રીમિયમ ટેન્ટ સિટી અને ઉત્તર પ્રદેશના ડિલક્સ આવાસ સાથે લક્ઝરી અને આધ્યાત્મિકતાનો અનુભવ કરો. યાદગાર પ્રવાસ માટે હમણાં બુક કરો!