અર્જુન કપૂરે લિફ્ટમાં મલાઈકા અરોરા સાથે આપ્યો પોઝ,જાણો અભિનેતાએ કેપ્શનમાં શું લખ્યું?
અર્જુન કપૂરે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી મલાઈકા અરોરા સાથેની તસવીરો શેર કરી છે.આ કપલની તસવીરોને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.
મુંબઈ : બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના લોકપ્રિય કપલ અર્જુન કપૂર અને મલાઈકા અરોરા અવારનવાર સાથે જોવા મડે છે. આ પછી તેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. તે જ સમયે, આ કપલ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સથી એકસાથે તસવીરો અને વિડિયો પણ શેર કરે છે. હાલમાં, અર્જુન કપૂર અને મલાઈકા અરોરા જર્મનીની રાજધાની બર્લિનમાં છે. અર્જુન કપૂરે તેની ગર્લફ્રેન્ડ મલાઈકા અરોરા સાથે બર્લિનની બે તસવીરો શેર કરી છે, જે ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે.
અર્જુન કપૂરે શુક્રવારે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી બે તસવીરો શેર કરી હતી. આમાં તે લિફ્ટની અંદર તેની ગર્લફ્રેન્ડ મલાઈકા અરોરા સાથે જોવા મળી રહ્યો છે. પ્રથમ તસવીરમાં મલાઈકા અરોરા સેલ્ફી લઈ રહી છે અને તેની પાછળ ઊભેલો અર્જુન કપૂર બાજુથી જોઈ રહ્યો છે. બીજી તસવીરમાં પણ મલાઈકા અરોરા સેલ્ફી લઈ રહી છે અને અર્જુન કપૂર આગળ જોઈ રહ્યો છે.
અર્જુન કપૂરે તસવીરો સાથે કેપ્શન લખ્યું છે, 'લિફ્ટ કારા દે'. અર્જુન કપૂરની આ પોસ્ટને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે અને ઉગ્ર કમેન્ટ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, અર્જુન કપૂર અને મલાઈકા અરોરા ચાર વર્ષથી વધુ સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. અર્જુન કપૂરને ડેટ કરતા પહેલા મલાઈકા અરોરાએ અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા હતા. લગ્નના 19 વર્ષ બાદ બંનેએ વર્ષ 2017માં છૂટાછેડા લીધા હતા. અરહાન ખાન મલાઈકા અરોરા અને અરબાઝ ખાનનો પુત્ર છે.
પીઢ અભિનેતા અમિતાભ બચ્ચન ૮૨ વર્ષની ઉંમરે પણ ફિલ્મો અને ટીવી શો કૌન બનેગા કરોડપતિમાં સક્રિય છે. તે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટમાંથી પણ કમાણી કરે છે. બિગ બીએ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં ૩૫૦ કરોડ રૂપિયાની કમાણી કરી છે, જેના પર તેમની કર જવાબદારી ૧૨૦ કરોડ રૂપિયા છે.
આમિર ખાનની ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટની લવ સ્ટોરી અને 25 વર્ષની મિત્રતાનો ખુલાસો થયો છે. નવીનતમ બોલીવુડ સમાચાર વાંચો!
વિક્કી કૌશલની ફિલ્મ છાવા દરરોજ કોઈને કોઈ રેકોર્ડ બનાવી રહી છે. હવે તેણે પુષ્પા 2 અને સ્ત્રી 2 ને પાછળ છોડીને 31મા દિવસે સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મનો રેકોર્ડ બનાવ્યો છે. ચાલો જાણીએ કે છાવાએ તેના પાંચમા રવિવારે બોક્સ ઓફિસ પર કેટલી કમાણી કરી છે? આવો જાણીએ.