આર્કેડ ડેવલપર્સ લિમિટેડે કોપર રોલર્સ પ્રાઈવેટ લિમિટેડ પાસેથી ભાંડુપ વેસ્ટ ખાતે 103.88 કરોડની કુલ વેલ્યૂ પર 3 એકરનું લેન્ડ પાર્સલ એક્વાયર કર્યું
આર્કેડ ડેવલપર્સ લિમિટેડ (જે અગાઉ આર્કેડ ડેવલપર્સ પ્રા.લિમિટેડ તરીકે ઓળખાતી હતી) (આર્કેડ) એ ભાંડુપ વેસ્ટના સબર્બમાં કોપર રોલર્સ પ્રાઈવેટ પાસેથી 3 એકરના ઈન્ડસ્ટ્રીયલ પ્લોટનું એક્વિઝિશન પૂર્ણ કર્યું છે.
આર્કેડ ડેવલપર્સ લિમિટેડ (જે અગાઉ આર્કેડ ડેવલપર્સ પ્રા.લિમિટેડ તરીકે ઓળખાતી હતી) (આર્કેડ) એ ભાંડુપ વેસ્ટના સબર્બમાં કોપર રોલર્સ પ્રાઈવેટ પાસેથી 3 એકરના ઈન્ડસ્ટ્રીયલ પ્લોટનું એક્વિઝિશન પૂર્ણ કર્યું છે. અમે 26મી સપ્ટેમ્બર 2023ના રોજ વિખરોલી ખાતે થયેલા કન્વેયન્સ ડીડના રજિસ્ટ્રેશનના દસ્તાવેજનો અભ્યાસ કર્યો છે. સોદાની સંયુક્ત કિંમત રૂ. 103.88 કરોડ થાય છે, જેમાં 98 કરોડની ટ્રાન્ઝેક્શન વેલ્યૂ ઉપરાંત 5.88 કરોડ રૂપિયાની સ્ટેમ્પ ડ્યૂટી સામેલ છે.
“કન્વેયન્સ ડીડ” ડોક્યુમેન્ટ સૂચવે છે કે આર્કેડને કબજો સોંપવામાં આવ્યો છે અને વેચાણકર્તા/ઓ દ્વારા સમગ્ર રકમ પ્રાપ્ત કરવામાં આવી છે. આર્કેડે આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં મુલુંડ વેસ્ટમાં જમીન હસ્તગત કરી હતી. આ જમીન સંપાદન ઉપરાંત આર્કેડને રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે 4 સોસાયટીઓના લેટર ઓફ ઈન્ટેન્ટ
પ્રાપ્ત થયા છે તથા મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં 1 પ્રોજેક્ટમાં પસંદગીના ડેવલપર તરીકે તેની પુષ્ટિ કરવામાં આવી છે.
આર્કેડ હાલમાં 5 ચાલુ પ્રોજેક્ટ્સને ડેવલપ કરી રહી છે જેમાં 1.8 મિલિયન ચોરસ ફૂટનો ડેવલપેબલ એરિયા છે. તેના 4 પ્રોજેક્ટ્સ 31 ડિસેમ્બર, 2025 સુધીમાં પૂરા થવાની શક્યતા છે (રેરા ફાઈલિંગ મુજબ) અને બાકીનો એક પ્રોજેક્ટ 30 જૂન, 2027 સુધીમાં (રેરા ફાઈલિંગ મુજબ) પૂર્ણ થવાની અપેક્ષા છે. આર્કેડ વિલે પારલે ઈસ્ટ અને મલાડ વેસ્ટમાં પણ 0.4 મિલિયન ચોરસ ફૂટના ડેવલપેબલ એરિયા સાથે 2 આગામી પ્રોજેક્ટ શરૂ કરવાની યોજના બનાવી રહી છે.
આર્કેડના સીએમડી શ્રી અમિત જૈને જણાવ્યું કે, “અમે MMRના ઈસ્ટર્ન રિજયનમાં એક્સક્લુઝિવ મિક્સ્ડ યુઝ પ્રોજેક્ટને લોન્ચ કરવા આતુર છીએ જેમાં 2 અને 3 BHK ઓફર કરવામાં આવશે. આ એક્વિઝિશન MMRના ઈસ્ટર્ન રિજયનમાં પ્રોજેક્ટ હસ્તગત કરવાની અમારી સ્ટ્રેટેજી સાથે સુસંગત છે.”
અહીં નોંધવું જરૂરી છે કે આર્કેડે પોતાના ઈક્વિટી શેરની ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ દ્વારા બજારમાંથી રૂ. 430 કરોડ સુધી એકત્ર કરવા માટે આ મહિનાની શરૂઆતમાં સેબી સમક્ષ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ ફાઈલ કર્યું છે.
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ઘણી જગ્યાઓ માટે ભરતી બહાર આવી છે, તેથી જે ઉમેદવારો આ પોસ્ટ્સ માટે અરજી કરવા માગે છે તેઓ સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને કરી શકે છે.
ગ્રામીણ માંગ મજબૂત છે. ઓક્ટોબર-નવેમ્બર, 2024 દરમિયાન ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલરના વેચાણ અને સ્થાનિક ટ્રેક્ટરના વેચાણમાં અનુક્રમે 23.2 ટકા અને 9.8 ટકાની વૃદ્ધિથી આનો અંદાજ લગાવી શકાય છે. શહેરી માંગ વધી રહી છે.
નાણાકીય વર્ષ 2023-24માં ખાનગી ક્ષેત્રની બેંકો દ્વારા નોંધાયેલા છેતરપિંડીના કેસોની સંખ્યા કુલના 67.1 ટકા હતી. જો કે, સામેલ રકમના સંદર્ભમાં, જાહેર ક્ષેત્રની બેંકો (PSBs) 2023-24માં તમામ બેંક જૂથો માટે કાર્ડ અને ઇન્ટરનેટ છેતરપિંડીનો સૌથી વધુ હિસ્સો ધરાવે છે.