અરવિંદ સ્માર્ટસ્પેસીસે અરવિંદ અપલેન્ડ્સ 2.0, અદ્રોડાનું પ્રી-લોન્ચ કર્યું
અરવિંદ સ્માર્ટસ્પેસીસે ગોલ્ફ થીમ આધારિત પ્લોટેડ ડેવલપમેન્ટ અરવિંદ અપલેન્ડ્સ 2.0 પ્રી-લોન્ચ કર્યું, જે દક્ષિણ અમદાવાદના અદ્રોડા ખાતે સ્થિત છે, માત્ર 3 જ દિવસમાં રૂ. 300 કરોડથી વધુની બુકિંગ વેલ્યુ સાથે લગભગ 4 મિલિયન ચોરસ ફૂટની સમગ્ર પહેલા તબક્કાની ઇન્વેન્ટરીનું વેચાણ કર્યુ.
ભારતના અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપર્સ પૈકીના એક અને લાલભાઈ જૂથનો ભાગ અરવિંદ સ્માર્ટસ્પેસીસ લિમિટેડે (એએસએલ) આજે જાહેરાત કરી હતી કે તેણે દક્ષિણ અમદાવાદના બાવળામાં ગોલ્ફ થીમ આધારિત પ્લોટેડ ડેવલપમેન્ટ અદ્રોડામાં અરવિંદ અપલેન્ડ્સ 2.0ને પ્રી-લોન્ચ કર્યું છે. માત્ર 3 જ દિવસમાં રૂ. 300 કરોડથી વધુની બુકિંગ વેલ્યુ ધરાવતા આશરે 4 મિલિયન ચોરસ ફૂટના વેચાણક્ષમ વિસ્તાર સાથેના આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાની ઈન્વેન્ટ્રીનું વેચાણ થયુ હતું.
આ નવો પ્રી-લોન્ચ થયેલ પ્રોજેક્ટ તાજેતરના સંયુક્ત વિકાસ પ્રોજેક્ટનો એક ભાગ છે, જે લગભગ 100 એકરમાં ફેલાયેલો છે જે વિશ્વ કક્ષાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઓફર કરે છે. અરવિંદ અપલેન્ડ્સ 2.0ના ગ્રાહકોને મોનોગ્રામ રિસોર્ટ - અપલેન્ડ્સ 2.0 અદ્રોડાની મેમ્બરશિપ પણ મળશે જે ગોલ્ફ કોર્સ અને અનેકવિધ અત્યાધુનિક લાઈફસ્ટાઈલ સુવિધાઓ ઓફર કરે છે.
અમદાવાદમાં પ્લોટેડ ડેવલપમેન્ટ/વીકએન્ડ હોમ્સ માટે દક્ષિણ અમદાવાદ સૌથી આશાસ્પદ માઇક્રો-માર્કેટ તરીકે ઊભરી આવ્યું છે. આ વિસ્તાર શહેરના વિવિધ ભાગો સાથે સારી રીતે વિકસિત કનેક્ટિવિટી ધરાવે છે અને વિવિધ ઔદ્યોગિક હબ જેમ કે ચાંગોદર, જીઆઈડીસી વગેરેની નજીક છે. આ સફળ પ્રી-લોન્ચ પર ટિપ્પણી કરતા, અરવિંદ સ્માર્ટસ્પેસિસના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ શ્રી કમલ સિંગલે જણાવ્યુ હતું કે “અમદાવાદ રિયલ એસ્ટેટ માર્કેટમાં વેચાણ અને અમલીકરણનો નવો બેન્ચમાર્ક બનાવવા બદલ અમે ઉત્સાહિત છીએ. અમદાવાદના ઘર ખરીદનારા ગ્રાહકો કંપની દ્વારા બનાવાતી ઉત્કૃષ્ટ અને પ્રેરણાદાયી જગ્યાઓની પ્રશંસા કરતા રહ્યા છે. અરવિંદ અપલેન્ડ્સ 2.0 ની જબરજસ્ત સફળતા એ બ્રાન્ડ 'અરવિંદ' દ્વારા માણવામાં આવતી ઇક્વિટી અને ટ્રસ્ટનો વધુ એક પુરાવો છે. રિયલ એસ્ટેટ માર્કેટ ઉત્સાહિત રહ્યું છે અને અમે આગામી ત્રિમાસિક ગાળામાં અમદાવાદ, બેંગ્લોર, પુણે અને એમએમઆરમાં ઘણા અદ્વિતિય પ્રોજેક્ટ્સ લોન્ચ કરવા આતુર છીએ.”
ગયા અઠવાડિયે રાજ્યમાં ઠંડા પવન સાથે ભારે ઠંડીનો અનુભવ થયો હતો. મકર સંક્રાંતિ બાદ, છેલ્લા ત્રણ-ચાર દિવસોથી ઠંડીમાં રાહત મળી છે,
અમદાવાદમાં દક્ષિણ બોપલ તેના નવા ગ્રીન હેવન-ઓક્સિજન પાર્કનું સ્વાગત કર્યું, જેનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની વિવિધ નગરપાલિકાઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં શહેરી વિકાસ પ્રોજેક્ટ માટે રૂ. 605.48 કરોડ મંજૂર કર્યા છે.