Arya.ag અને કોમોડિટીઝ કંટ્રોલે ભારતમાં તુવેરના પાક સર્વેલન્સમાં નવા ધોરણો નિર્ધારિત કર્યા
Arya.agએ તુવેરના પાકના અત્યાધુનિક મોનિટરિંગ સર્વિસીઝ પ્રદાન કરવા કોમોડિટી કંટ્રોલ સાથે ભાગીદારી કરી, જે એગ્રીકલ્ચર મેનેજમેન્ટની કાયાપલટ કરશે.
ભારતના સૌથી મોટા અને એકમાત્ર નફાકારક અનાજ વેપાર પ્લેટફોર્મ Arya.agએ સીસી કોમોડિટી ઈન્ફો સર્વિસીઝ એલએલપીની માલિકીની commoditiescontrol.com સાથે તાજેતરમાં ભાગીદારી કર્યાની જાહેરાત કરી છે. આ ભાગીદારી હેઠળ, Arya.ag ભારતમાં કોમોડિટીને લગતા મહત્વના સંશોધનપૂર્ણ સમાચારો, ઈનસાઈટ અને રિસર્ચ માટેનું પ્રીમિયમ ડેસ્ટિનેશન એવી કોમોડિટીઝ કંટ્રોલને વ્યાપક પાક નિરીક્ષણ સેવાઓ પૂરી પાડશે.
Arya.agની અદ્યતન સેટેલાઇટ સર્વેલન્સ પ્રોડક્ટ પ્રક્ષેપ, કોમોડિટી કંટ્રોલના નિર્ધારિત જિલ્લાઓમાં તુવેરના પાકના આરોગ્ય અને પ્રગતિ પર દેખરેખ રાખવામાં મહત્વની ભૂમિકા ભજવશે. તેની અત્યાધુનિક સેટેલાઇટ ઇમેજરી દ્વારા, Arya.ag કોમોડિટી કંટ્રોલને ગુજરાત, કર્ણાટક, મધ્યપ્રદેશ અને તેલંગાણાના 28 જિલ્લાઓમાં તુવેરના પાકની સ્થિતિ અંગે રિયલ ટાઈમ ઈનસાઈટ પ્રાપ્ત કરવામાં મદદ કરશે.
કોમોડિટી કંટ્રોલ તેના મોનિટર કરાયેલા જિલ્લાઓને દૂરથી સ્કાઉટ કરવાની ક્ષમતા પ્રાપ્ત કરશે અને તેમને વિસંગતતાઓ શોધવા અને ખેતીના વિકાસ પર નજીકથી દેખરેખ રાખવામાં સક્ષમ બનાવશે. ડાયનેમિક ડેટા, સમૃદ્ધ ડેટાસેટ્સ, વિગતવાર નકશા અને વ્યાપક કૃષિ ડેટા સહિત આ મૂલ્યવાન ઈનસાઈટ Arya.ag દ્વારા પ્રદાન કરવામાં આવતી વેબ અને મોબાઇલ એપ્લિકેશન્સ દ્વારા સહેલાઇથી એક્સેસિબલ હશે.
કોમોડિટીઝ કંટ્રોલને વિપુલ પ્રમાણમાં માહિતીનો લાભ મળશે. આ ડેટા સબસ્ક્રાઇબ કરેલ જિલ્લાઓને અનુરૂપ સમૃદ્ધ અને સુરક્ષિત એપીઆઈ દ્વારા સુલભ બનાવવામાં આવશે, જ્યાં અત્યાધુનિક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલ્સ આ ઓફરના કેન્દ્રમાં હશે.
“કોમોડિટી કંટ્રોલ સાથેની આ ભાગીદારી ટકાઉ કૃષિ અને જવાબદાર રિસોર્સ મેનેજમેન્ટ તરફ એક પગલું રજૂ કરે છે. અમે તેમને તેમના પાકની દેખરેખના પ્રયત્નોને શ્રેષ્ઠ બનાવવા માટે જરૂરી ટૂલ્સ અને ઈનસાઈટ પ્રદાન કરીએ છીએ. અમારી સેટેલાઇટ સર્વેલન્સ ટેક્નોલોજી અને એઆઈ-સંચાલિત સોલ્યુશન્સ કૃષિ-હિતધારકોને સમયસર અને માહિતગાર નિર્ણયો લેવા માટે સશક્ત બનાવે છે” એમ Arya.agના ચટ્ટનાથન ડી. એ જણાવ્યું હતું.
Arya.ag ઘણા બધા ડેટા સ્ત્રોતોનો ઉપયોગ કરે છે, જેમાં સેટેલાઈટ ઈમેજીસ, હવામાન માહિતી, માર્કેટ ડાયનેમિક્સ અને ઓન-ગ્રાઉન્ડ ઈમેજીસનો સમાવેશ થાય છે. આ વ્યાપક ડેટા ઇકોસિસ્ટમ Arya.ag ને હજારો ડેમોસ્ટ્રેશન પ્લોટ્સનું નિરીક્ષણ કરવા, પાકના વિકાસને ટ્રેક કરવા અને જૈવિક અને પર્યાવરણીય સ્ટ્રેસ ફેક્ટર્સ બંનેને ઓળખવા માટે સક્ષમ બનાવે છે. આ ભાગીદારીના ભાગ રૂપે, Arya.ag ફાર્મ અને વિલેજ એનાલિટિક્સને ઈન્ટિગ્રેટ કરશે અને યુઝર્સને ફાર્મ પર્ફોર્મન્સમાં ઊંડાણપૂર્વકની ઈનસાઈટ પ્રદાન કરશે. Arya.ag દ્વારા પ્રદાન કરવામાં આવેલ ડેટા સીસી કોમોડિટીઝની માહિતી સેવાઓની ગુણવત્તામાં નોંધપાત્ર વધારો કરશે, જે તેમને વધુ વ્યાપક અને સમજદાર કૃષિ સોલ્યુશન્સ ઓફર કરવામાં સક્ષમ કરશે.
કોમોડિટી કંટ્રોલના મેનેજિંગ પાર્ટનર રાજેન્દ્ર ડાગાએ જણાવ્યું હતું કે, “અમે આ સાહસ દ્વારા Arya.ag સાથે ઔપચારિક ભાગીદારી કરવા માટે ઉત્સાહિત છીએ, જે કૃષિ ક્ષેત્રમાં પાકની દેખરેખને આધુનિક બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. Arya.ag ની અદ્યતન સેટેલાઇટ સર્વેલન્સ ટેક્નોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલ્સ તુવેરના પાકનું અસરકારક રીતે નિરીક્ષણ અને સંચાલન કરવાની અમારી ક્ષમતાને વધારશે. આ ભાગીદારી અત્યાધુનિક કૃષિ સોલ્યુશન્સ પ્રદાન કરવા માટેની અમારી પ્રતિબદ્ધતા સાથે સંરેખિત છે અને અમે જ્યાં સેવાઓ પૂરી પાડીએ છીએ તે સમગ્ર પ્રદેશોમાં હિસ્સેદારોને ખૂબ ફાયદો પહોંચાડશે.”
આ ભાગીદારી બંને કંપનીઓના નવીનતા પ્રત્યેના સમર્પણ અને અત્યાધુનિક ટેકનોલોજી દ્વારા કૃષિને આગળ વધારવાના તેમના સહિયારા વિઝનને રેખાંકિત કરે છે. Arya.ag અને કોમોડિટી કંટ્રોલે હાથ મિલાવ્યા હોવાથી તેઓ પાકની દેખરેખ અને કૃષિ વ્યવસ્થાપન પર હકારાત્મક અસર કરવા માટે તૈયાર છે.
સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ તીવ્ર વધારો જોવા મળી રહ્યો છે. બુધવારે, દિલ્હીમાં ચાંદી પણ 1,000 રૂપિયા વધીને 1,03,500 રૂપિયા પ્રતિ કિલોગ્રામની રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચી ગઈ હતી, જ્યારે મંગળવારે ચાંદીનો ભાવ 1,02,500 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થયો હતો.
આજે બજારે વધારા સાથે લીલા નિશાનમાં વેપાર શરૂ કર્યો. મંગળવારે શેરબજાર મોટા વધારા સાથે બંધ થયું હતું. ગઈકાલે, સેન્સેક્સ 1131.31 પોઈન્ટ (1.53%) ના વધારા સાથે 75,301.26 પોઈન્ટ પર બંધ થયો હતો અને નિફ્ટી 325.55 પોઈન્ટ (1.45%) ના વધારા સાથે 22,834.30 પોઈન્ટ પર બંધ થયો હતો.
પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ (TD) યોજના બિલકુલ બેંકની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) યોજના જેવી જ છે. પોસ્ટ ઓફિસમાં ટીડી ખાતું ઓછામાં ઓછા 1 વર્ષ અને વધુમાં વધુ 5 વર્ષ માટે ખોલી શકાય છે. પોસ્ટ ઓફિસ તેના ગ્રાહકોને ટીડી ખાતા પર 6.9 ટકાથી 7.5 ટકા સુધીના વ્યાજ દરો ઓફર કરી રહી છે.