આગામી લોકસભા ચૂંટણીમાં રાજ્યભરના 1.60 લાખ જેટલા નવા મતદારો કરી શકશે પ્રથમ વખત મતદાન
હાઉસ ટુ હાઉસ સરવેની અસરકારક કામગીરી કરી બુથ લેવલ ઑફિસર્સ દ્વારા રાજ્યભરમાંથી 17 લાખ કરતાં વધુ અરજીઓ મેળવવામાં આવી.
રાજ્યભરમાં ગત તા.21 જુલાઈથી તા.21 ઓગસ્ટ, 2023 દરમિયાન એક મહિના સુધી બુથ લેવલ ઑફિસર્સ દ્વારા હાઉસ ટુ હાઉસ સરવે હાથ ધરવામાં આવ્યો હતો. જેની ફલશ્રુતિરૂપે રાજ્યભરમાંથી 17 લાખ કરતાં વધુ અરજીઓ મેળવામાં આવી હતી. જે પૈકી મતદાન માટેની પાત્રતા ધરાવતા 1.60 લાખ જેટલા નાગરિકોનો મતદારયાદીમાં સમાવેશ કરવા માટે અરજીઓ મેળવવામાં આવી છે. જેઓ આગામી લોકસભા ચૂંટણીમાં પ્રથમ વખત પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે.
ભારતના ચૂંટણી પંચની સુચના અને મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ ક્ષતિરહિત મતદારયાદી તૈયાર થાય અને એક પણ મતદાર મતાધિકારથી વંચિત ન રહે તે માટે મતદારયાદી સુધારણા કાર્યક્રમ-2024 શરૂ થાય તે પૂર્વે તા.21 જુલાઈથી રાજ્યભરમાં હાઉસ ટુ હાઉસ સરવેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત મતદાર તરીકે નોંધણી કરાવવા 3.68 લાખથી વધુ ફોર્મ નં.06 જ્યારે મતદારોની સરનામા સહિતની વિગતોમાં સુધારો કરાવવા 5.09 લાખથી વધુ ફોર્મ નં.08 મેળવવામાં આવ્યા છે.
ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાર તરીકેની લાયકાતની તારીખમાં સુધારો કરવામાં આવતા હવેથી વર્ષમાં ચાર વાર મતદારયાદીમાં પોતાનું નામ નોંધાવવાની તક મળે છે ત્યારે હાઉસ ટુ હાઉસ સરવે દરમિયાન મતદારયાદીમાં નામ નોંધણી માટેના રાજ્યભરમાં કુલ 3.68 લાખથી વધુ ફોર્મ નં.06 મેળવવામાં આવ્યા છે. જેની નિયમાનુસાર ચકાસણી બાદ મતદારોનું નામ મતદારયાદીમાં ઉમેરવામાં આવશે.
ક્ષતિરહિત મતદારયાદી માટે સૌથી અગત્યની બાબત જેવી કે એક જ મતદારના એકથી વધુ મતવિસ્તારની મતદારયાદીમાં ચાલતા નામ, કાયમી સ્થળાંતર કે મૃત્યુના કિસ્સામાં મતદારયાદીમાંથી નામ કમી કરવા અંગે રાજ્યભરમાંથી કુલ 8.33 લાખ જેટલા ફોર્મ નં.07 મેળવવામાં કે ભરવામાં આવ્યા છે. જ્યારે સ્થળાંતરના કારણે સરનામું બદલવા, મતદારયાદીમાં નોંધાયેલી વિગતોમાં સુધારો કરાવવા તથા દિવ્યાંગ મતદાર તરીકે નોંધણી કરાવવા રાજ્યભરમાંથી કુલ 5.09 લાખથી વધુ ફોર્મ નં.08 મેળવવામાં આવ્યા છે.
મતદારયાદીને ક્ષતિરહિત બનાવવા હાઉસ ટુ હાઉસ મુલાકાત દરમિયાન BLOને પૂરતો સહયોગ આપનાર અને પાત્રતા ધરાવતા નાગરિકોને મતદારયાદીમાં નામ નોંધાવવા બદલ તથા આ સમગ્ર કામગીરીને સફળ બનાવનાર ECIના સૈનિકો એવા તમામ BLOનો પણ મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીએ આભાર વ્યક્ત કર્યો હતો.
ગુજરાત રાજ્ય સરકારે ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્યસંભાળ સેવાઓને વધારવા માટે મહત્વનો નિર્ણય લીધો છે.
ગીર સોમનાથના સુત્રાપાડામાં એક મકાનમાંથી તાડીની કોથળીઓ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે. વધુ તપાસ કરતાં જાણવા મળ્યું કે તાડી કુદરતી ન હતી પરંતુ તેમાં ઝેરી રસાયણોની ભેળસેળ કરવામાં આવી હતી.
ગુજરાતની એક સીબીઆઈ કોર્ટે અમદાવાદમાં સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્રના ભૂતપૂર્વ બ્રાન્ચ મેનેજર સહિત 15 લોકોને મોટી બેંક છેતરપિંડીના કેસમાં તેમની સંડોવણી બદલ સખત કેદની સજા ફટકારી છે.