આશાપુરા લોજિસ્ટિક્સનો આઇપીઓ 30મી જુલાઈ 2024ના રોજ ખુલશે
આશાપુરા લોજિસ્ટિક્સ કંપની સમગ્ર ભારતમાં કામગીરી કરે છે. તેમની 9 શાખા કચેરીઓના નેટવર્ક દ્વારા ઇક્વિટી માર્કેટમાં પ્રવેશ કરી રહી છે અને 30મી જુલાઇ 2024 ના રોજ ખોલવાની પ્રારંભિક જાહેર ઓફરની જાહેરાત કરી છે.
આશાપુરા લોજિસ્ટિક્સ ભારતમાં સંકલિત લોજિસ્ટિક્સ કંપની છે. જે મુખ્યત્વે કાર્ગો હેન્ડલિંગ અને ફ્રેટ ફોરવર્ડિંગ સેગમેન્ટ, ટ્રાન્સપોર્ટેશન (પ્રોજેક્ટ લોજિસ્ટિક્સ અને તૃતીય-પક્ષ લોજિસ્ટિક્સ સહિત) વેરહાઉસિંગ અને ડિસ્ટ્રિબ્યુશન અને અન્ય સેવાઓ (કોસ્ટલ મૂવમેન્ટ સહિત)માં કાર્યરત છે. કંપની સમગ્ર ભારતમાં કામગીરી કરે છે. તેમની 9 શાખા કચેરીઓના નેટવર્ક દ્વારા ઇક્વિટી માર્કેટમાં પ્રવેશ કરી રહી છે અને 30મી જુલાઇ 2024 ના રોજ ખોલવાની પ્રારંભિક જાહેર ઓફરની જાહેરાત કરી છે.
એન્કર ઇન્વેસ્ટર બિડિંગ તારીખ - સોમવાર, 29 જુલાઈ 2024
ઇસ્યૂ ખુલે છે: મંગળવાર, 30મી જુલાઈ 2024
ઇસ્યૂ બંધ થાય છેઃ ગુરૂવાર, 1લી ઓગસ્ટ 2024
ઈશ્યુનું કદ- રૂ. 52.66 કરોડ
શેરદીઠ કિંમત-રૂ. 136-144
ફેસ વેલ્યુ-₹ 10/-
ઇસ્યૂનો પ્રકાર- 100% બુક બિલ્ટ
શેર્સની સંખ્યા- 36,57,000 ઇક્વિટી શેર
લોટ સાઈઝ-1000 ઈક્વિટી શેર્સ
એન્કર ક્વોટા- 10,40,000 ઇક્વિટી શેર્સ
એચએનઆઇ ક્વોટા- 5,22,000 ઇક્વિટી શેર કરતાં ઓછા નહીં
રિટેઇલ ક્વોટા- 12,16,000 ઇક્વિટી શેર કરતાં ઓછા નહીં
ક્યુઆઇબી ક્વોટા- 6,96,000 ઇક્વિટી શેર કરતાં વધુ નહીં
માર્કેટ મેકર ક્વોટા-1,83,000 ઇક્વિટી શેર્સ
ઇશ્યૂની આવકનો ઉપયોગ નીચેના ઑબ્જેક્ટ્સ માટે કરવામાં આવશે:
1. ટ્રકની ખરીદી માટે કંપનીની મૂડી ખર્ચની જરૂરિયાતને ભંડોળ પૂરું પાડવું અને આનુષંગિક સાધનો ખરીદવા.
2. મુન્દ્રા, ગુજરાત ખાતે વેરહાઉસ સુવિધાઓનું નિર્માણ.
3. કંપનીની વધતી કાર્યકારી મૂડીની જરૂરિયાત માટે ભંડોળ પૂરું પાડવું.
4. સામાન્ય કોર્પોરેટ હેતુ.
શરૂઆતથી 20થી વધુ વર્ષના કામગીરીના અનુભવ સાથે કંપની તેની સમગ્ર ભારતમાં હાજરી, સંકલિત સેવા ઓફરિંગ, ટેક્નોલોજી દ્વારા સેવા સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવા અને વાહનોના કાફલાના વિશાળ નેટવર્ક સાથે વિભિન્ન લોજિસ્ટિક્સ સોલ્યુશન્સ પ્રદાન કરે છે. તે એક 'એસેટ-આધારિત' બિઝનેસ મોડલ પર આધાર રાખે છે જેમાં તેના ગ્રાહકોને ગુણવત્તાયુક્ત સેવાઓ માટે જરૂરી અસ્કયામતો, જેમ કે કોમર્શિયલ વાહનો, કન્ટેનર અને વેરહાઉસ, કાં તો માલિકીની હોય છે અથવા લીઝના આધારે તેના બિઝનેસ પાર્ટનર્સના નેટવર્ક દ્વારા પૂરી પાડવામાં આવે છે. તદનુસાર કંપનીએ તેની માલિકીના વાહનોના કાફલાની સાથે બિઝનેસ પાર્ટનર્સના નેટવર્કની જાળવણી કરી છે કે જેમની પાસેથી તેઓ જરૂરિયાતના આધારે જરૂરી વાહનો ભાડે રાખે છે. વધુમાં તેની મટીરીયલ પેટાકંપની, જય અંબે ટ્રાન્સમોવર્સ પ્રાઈવેટ લિમિટેડ પણ પરિવહન સેવાઓના વ્યવસાયમાં સંકળાયેલી છે. જેની પાસે માલિકીના વ્યાપારી વાહનોનો મોટો કાફલો છે. 31 માર્ચ, 2024ના રોજ કંપનીએ 250 કોમર્શિયલ ટ્રકોનો કાફલો જાળવી રાખ્યો હતો. તેની પાસે 40 TEU ના 60 કન્ટેનર પણ છે જે તેમના કાર્ગો હેન્ડલિંગ બિઝનેસમાં ધાર પૂરો પાડે છે. વેરહાઉસ વિતરણ નેટવર્કમાં સમગ્ર ભારતમાં 7 વેરહાઉસનો સમાવેશ થાય છે જે ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક અને તમિલનાડુ જેવા સ્થળોએ સ્થિત છે.
કંપનીએ રૂ. 199.35 કરોડ ની આવક અને કર પછીનો નફો રૂ. 12.35 કરોડ નાણાકિય વર્ષ 2023-24માં નોંધાવ્યો છે. નાણાકીય વર્ષ 2022-23માં આવક રૂ. 222. 60 કરોડ અને કર પછીનો નફો રૂ. 9.47 કરોડ રહયો હતો.
પેટ્રોલ અને ડીઝલના ભાવ સરકારી કંપનીઓ દ્વારા દરરોજ અપડેટ કરવામાં આવે છે, નવા દરો સવારે 6 વાગ્યાથી અમલમાં આવે છે.
ગૌતમ અદાણીએ X પરની એક પોસ્ટમાં લખ્યું છે કે, અદાણી જૂથ તેની વૈશ્વિક કુશળતાનો લાભ લેવા અને યુએસ ઊર્જા સુરક્ષા અને મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં $10 બિલિયનનું રોકાણ કરવા માટે પ્રતિબદ્ધ છે.
શેરબજારના રોકાણકારો ડરી ગયા છે. તેઓ સમજી શકતા નથી કે આ બજાર કેટલી હદે તૂટી શકે છે. જો તમે પણ તે રોકાણકારોમાં છો તો ચિંતા કરવાની જરૂર નથી. બજાર ફરી ઉછળશે.